PM નરેન્દ્ર મોદી ગુજરાતના એક દિવસીય પ્રવાસે, જાણો કાર્યક્રમ વિશે

અમદાવાદ, તા. 30 સપ્ટેમ્બર 2018 રવિવાર

આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વતનની મુલાકાતે આવવાના છે. દિવસ દરમિયાન વડાપ્રધાન જુદા-જુદા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ છે. PM મોદી આણંદ, કચ્છ અને રાજકોટમાં વિવિધ યોજનાનું લોકાર્પણ કરશે. 

વડાપ્રધાન 10.30 વાગ્યે નવી દિલ્હીથી અમદાવાદ એરપોર્ટ આવશે.

આણંદ:

- વડાપ્રધાન મોદી 11 વાગે આણંદ પહોંચશે

- અમૂલના રૂપિયા 300 કરોડના અલ્ટ્રા મોડેલ ચોકલેટ પ્લાન્ટ અને વિદ્યા ડેરીના સ્ટુડન્ટ ટ્રેનીંગ આઈસ્ક્રીમ પ્લાન્ટનું ઉદ્ધાટન કરશે

- PM રૂપિયા 1120 કરોડના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. 

- એગ્રીકલ્ચરલ યુનિ.ના ઇન્કયુલેશન સેન્ટર કમ સેન્ટર ઓફ એક્સેલન્સ ઇન ફૂડ પ્રોસેસીંગ પ્લાન્ટનું તેમજ મુજકુમાવ ખાતે ભારતનાં સૌ પ્રથમ સોલાર કો-ઓપરેટીવ સોસાયટીનું ઉદ્ધાટન કરશે.

- આણંદ ખાતે અમૂલનાં અમૂલ મિલ્ક પ્રોસેસીંગ, પેકેજીંગ અને બટર મેન્યુફેકચરીંગ પ્લાન્ટના વિસ્તરણનું, ખાત્રજ ખાતેના અમુલ ચીઝ મેન્યુફેકચરીંગ પ્લાન્ટનું ખાતમુર્હુત કરશે.

કચ્છ:

- વડાપ્રધાન મોદી 2.15 વાગે ભુજ પહોંચશે 

- અંજારના સતાપર ખાતે મુંદ્રા એલએનજી ટર્મિનલ તથા અન્ય પ્રોજેક્ટનું ઉદ્ધાટન કરશે અને જાહેરસભા સંબોધશે

- આંતરરાજ્યોને સાંકળતી કુદરતી ગેસ પરિવહનના સૌથી લાંબી પાઇપલાઇન પ્રોજેક્ટનું ખાતમુર્હુત કરશે.

- પાલનપુર પાલી-બાડમેર પાઇપલાઇન ઉપરાંત જેટકોના પ્રોજેક્ટનું ઉદ્ધાટન કરશે.

- ભીમાસર-અંજાર- ભુજ રાષ્ટ્રીય ધોરી માર્ગનું ખાતમૂર્હુત કરશે. 

- અંજાર વિદ્યુત કચેરી સબ સ્ટેસનનું લોકાર્પણ કરશે

રાજકોટ:

- વડાપ્રધાન મોદી સાંજે 5થી 5.30ની વચ્ચે રાજકોટ પહોંચશે.

- ગાંધીજી જયાં ભણ્યા હતા તેવી આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં મહાત્મા મ્યુઝિયમને ખુલ્લુ મુકશે.

- ચૌધરી શાળાનાં મેદાનમાં જ આઈ-વે પ્રોજેક્ટ ફેઝ-૨ તથા પ્રધાનમંત્રી આવાસ યોજનાનું લોકાર્પણ અને સામૂહિક ગૃહ પ્રવેશ કરાવશે. 

- મહાત્મા ગાંધી મ્યુઝિયમની મુલાકાત પણ લેશે.

ઉલ્લેખનીય છે કે દેશના વડાપ્રધાન જ્યારે ગુજરાતના પ્રવાસે છે ત્યારે સુરક્ષા બંદોબસ્ત ચુસ્ત કરી દેવાયો છે. વડાપ્રધાનની સાથેના તમામ કાર્યક્રમમાં CM વિજય રૃપાણી અને ડે. CM નીતિન પટેલ સાથે રહેશે. 

વડાપ્રધાન મોદી આણંદનાં મોગર, કચ્છમાં અંજાર તથા રાજકોટની ચૌધરી હાઈસ્કૂલનાં મેદાનમાં એમ કુલ 3 જાહેર સભાઓને સંબોધન કરશે. વડાપ્રધાન રવિવારે સાંજે ૭.૩૦ વાગ્યાની આસપાસ રાજકોટથી સીધા દિલ્હી જવા રવાના થશે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો