ભારતીય સીમામાં ઘૂસેલા પાકિસ્તાની હેલિકોપ્ટર પર સુરક્ષાદળોનુ ફાયરિંગ

નવી દિલ્હી, તા. 30. સપ્ટેમ્બર 2018 રવિવાર

યુનાઈટેડ નેશન્સમાં આતંકવાદને પ્રોત્સાહન આપવા બદલ ભારતે પાકિસ્તાનની કાઢેલી આકરી ઝાટકણી વચ્ચે જમ્મુ કાશ્મીરમાં પૂંછ સેક્ટરમાં પાકિસ્તાનના એક હેલિકોપ્ટરે ભારતીય સરહદમાં કરેલી ઘૂસણખોરીના પગલે સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઈ ગઈ છે.

આજે બપોરે લગભગ 12 વાગ્યાની આસપાસ પહાડીઓની વચ્ચે આ હેલિકોપ્ટર જોવા મળ્યુ હતુ.

ભારતીય સુરક્ષા કર્મીઓએ જવાબમાં ફાયરિંગ પણ કર્યુ હતુ.એ પછી આ હેલિકોપ્ટર પાકિસ્તાનની સરહદમાં પાછુ જતુ રહ્યુ હતુ.

સુરક્ષા એજન્સીઓ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે હેલિકોપ્ટર કયા ઈરાદે ભારતની સીમામાં ઘૂસ્યુ હતુ. આ ઘટના એવા સમયે બની છે જ્યારે બંને દેશો વચ્ચે ટેન્શન ચાલી રહ્યુ છે અને ભારતે આતંકવાદને પ્રોત્સાહન આપનાર પાકિસ્તાન સાથે વાતચીતનો ઈનકાર કરી દીધો છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો