'સર્જીકલ સ્ટ્રાઈક'નો વિસ્ફોટ અને પડઘા
નવી દિલ્હી તા.29 સપ્ટેમ્બર 2018, શનિવાર
વિપક્ષો મોદી પર, સર્જીકલ સ્ટ્રાઈકને રાજકીય સ્વરૂપ આપવા અંગે પ્રહારો થઈ રહ્યા છે. વિપક્ષો માને છે કે ૨૦૧૯ની લોકસભા ચૂંટણીના કારણે આ સ્ટ્રાઈકની બીજી વાર્ષીક ઉજવણી કરાઈ રહી છે. હવે તેમાં સી.પી.આઈ. પણ જોડાયો છે. તેનું કહેવું છે કે સર્જીકલ સ્ટ્રાઈક વાસ્તવમાં રોજીંદી પ્રક્રિયા હતી અને તેને કોઈ ઉજવણીની જરૂર નથી.
રાજનાથસિંહનો બોંબ વિસ્ફોટ
સંરક્ષણ પ્રધાન નિર્મળા સિતારામન્ના મતે ૨૦૧૬ ની સર્જીકલ સ્ટ્રાઇક પાકિસ્તાન માટે જરૂરી હતી. તો ગૃહપ્રધાન રાજનાથસિંહ તેનાથી પણ એક ડગલું આગળ વધ્યા, તેમણે આવી બીજી સર્જીકલ સ્ટ્રાઈકનો સંકેત આપીને જાણે બોંબ વિસ્ફોટ કરી દીધો.
બળતણના ભાવ દઝાડે છે ! કોઈ ઉપાય ખરો ?
પેટ્રોલ અને ડિઝલના ભાવ રોજેરોજ વધે છે. તે એક અફર નિયમ જેવું બની ગયું છે. કોંગ્રેસ વડા રાહુલ ગાંધી વડાપ્રધાન મોદી પર પ્રહારો કરી રહ્યા છે. પણ પાટનગર દિલ્હીમાં દરેકના મોઢે એક સવાલ છે કે મોદી સરકાર પાંસે દઝાડતા બળતણના ભાવ વધારા અંગે કોઈ ઉપાય છે ?
સેલફોન પ્રમુખ સામે બૂથ સહયોગી
ભાજપ નવ લાખ સેલફોન પ્રમુખને ગોઠવશે જે ૨૦૧૯ની ચૂંટણીના અનુસંધાને, પક્ષ માટે વોટસએપ પર પ્રચારમાં મહત્વની ભૂમિકા ભજવશે. બીજી તરફ કોંગ્રેસે નક્કી કર્યું છે કે એક કરોડ (૧૦૦ લાખ) બૂથ સહયોગી નીમવા. જે રાષ્ટ્રીય સ્તરે લોકોનો મોટા પ્રમાણમાં સંપર્ક કરે. આ કાર્યક્રમ મહત્મા ગાંધીજીની જન્મ જયંતિ ૨ ઓકટોબરથી અમલમાં મુકાશે.
વિદાય થતા મુખ્ય ન્યાયમૂર્તિનો વિક્રમ
દેશના વિદાય લઈ રહેલા મુખ્ય ન્યાયમૂર્તિ દિપક મિશ્રાએ પાંચ દિવસમાં (૨૨ થી ૨૮ સપ્ટેમ્બર) ૨૦ મહત્વના અને વિવાદાસ્પદ પણ દુરોગામી અસર ધરાવતા કસના ચુકાદા આપીને વિક્રમ સર્જયો છે. વરિષ્ઠ વકીલોના મત અનુસાર 'અમે નિવૃત થઈ રહેલા ન્યાયમૂર્તિને તેમના સેવાકાળના અંતિમ સપ્તાહમાં આટલા ચૂકાદા આપતા કદી જોયા નથી.'
ભાજ્પનું મૌન
ભાજ્પે ટ્રિપલ તલાક મુદ્દે તેમજ જાતિગત ન્યાય અંગે પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા પણ શબરીમાલા મંદિરમાં મહિલાના પ્રવેશ સંદર્ભે તેમણે અકળ મૌન સેવ્યું છે. સુપ્રીમે યુવા મહિલાઓના મંદિર પ્રવેશ સામેનો પરંપરાગત નિયમ ગેરવ્યાજબી ઠરાવી અયપ્પા મંદિરમાં યુવા મહિલાને પણ પ્રવેશની મંજૂરી આપી દીધી છે. જો કે તેના કારણે ભાજ્પના એક વર્ગના મનમાં અકળામણનો ભાવ જાગ્યાનું જણાઈ રહ્યું છે. તેમનું માનવું છે કે આ પ્રકારના ચુકાદાઓથી પરંપરાગત હિન્દુ રીત-રિવોજા પર 'અતિક્રમણ' (એન્ક્રોચમેન્ટ) થઈ રહ્યું છે.
વધુ મંદિરો સામે પડકાર આવશે
સુપ્રીમના ચુકાદા બાદ એવા નિર્દેશો મળી રહ્યા છે કે 'મહિલાઓને પ્રવેશ નહીં આપતા અન્ય મંદિરો સામે પણ સુપ્રીમની બંધારણીય બેચે આપેલા ચુકાદાને કારણે સવાલો- પડકાર ઉભા થશે. તેમ નિષ્ણાંતોનો મત છે.'
મુસ્લિમ મહિલાઓ હવે સમાનતાની અધિકારી
પૂર્વ સોલીસિટર જનરલ મોહન પરાસરનના મતે હવે નિકાહ (લગ્ન) સમયે હવે પોતાની શાદી સમયે પુરૂષ- મહિલા સમાનતાનો ઉલ્લેખ અને બળ-પૂર્ણ રજુઆત કરી શક્શે.
- ઇન્દર સાહની
Comments
Post a Comment