37 વર્ષ બાદ મેલબર્નમાં ભારતની જીત, સીરિઝમાં 2-1થી આગળ


મેલબર્ન, તા. 30 ડિસેમ્બર 2018, શનિવાર

મેલબર્નમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 137 રનોથી હરાવ્યું છે અને સાથે જ ભારતને 4 મેચની ટેસ્ટ સીરિઝમાં 2-1 થી લીડ મેળવી છે. છેલ્લે ભારતને 1981માં ઓસ્ટેલિયા વિરુદ્ધ મેલબર્નમાં જીત મળી હતી. જેના 37 વર્ષ બાદ ભારતે મેલબર્નમાં ટેસ્ટ મેચ જીતી છે. ઓસ્ટ્રેલિયાની ધરતી પર ભારતની આ 7મી જીત છે.

આ મેચની જીત સાથે જ ભારતની સીરિઝની હારની સંભાવના પણ પુર્ણ થઇ ગઇ છે. કારણ કે, આગામી ટેસ્ટ ઓસ્ટ્રેલિયા જીતી પણ જાય તો પણ સીરિઝ 2-2ની બરાબરી સાથે પૂર્ણ થશે. ભારતીય બોલર જસપ્રીત બુમરાહને 'મેન ઓફ ધ મેચ' જાહેર કરવામાં આવ્યા છે.

ટેસ્ટ મેચના પાંચમાં દિવસે ભારતને જીતવા માટે માત્ર બે વિકેટની જરૂર હતી. મેચની શરૂઆતમાં વરસાદનું વિઘ્ન આવ્યું હતું. પરંતુ ભારતે મેચ શરૂ થયા બાદ થોડી વારમાં કમિંસ અને તે બાદ લિયોનને આઉટ કરી મેચ જીતી લીધી.

Comments

Popular posts from this blog

LIC Listing - તમામ રોકાણકારોને નુકશાન

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો

જગખ્યાત જગદીપ .