દરેક પ્રાણી એક સમાન છે એવુ જ્ઞાન જરુરી છે


હનુમાનજીએ એટલું સરસ ગાયું કે બરફ પીગળવા લાગ્યો હતો. તેમણે ગાવાનું બંધ કર્યું કે તરત જ પાણીનો બરફ થવા લાગ્યો  હતો....

ભગવાને કહ્યું કે તમારે બીજા પર દયા બતાવવી જ પડે અને આમજ દુનિયાનું આખું સંચાલન ચાલે છે. અંતે ગરુડે નાગને જવા દીધા હતા...

હિન્દુ ધર્મશાસ્ત્રો પ્રાણીઓ સાથે સંકળાયેલા છે. જેમાં પ્રાણીઓને ચમકાવતી કે નાના જીવાણુના માટે  મોટા યુધ્ધો ખેલાયાનો ઉલ્લેખ છે. દેવદત્ત પટનાયકે આવી સ્ટોરીઓ સમાવતું પુસ્તક લખ્યું છે. તેનું નામ પશુ છે. રામાયણ, મહાભારત, વેદોે અને પુરાણોમાંથી ૩૦૦ સ્ટોરી પસંદ કરાઈ છે. તેમાંથી મારી પસંદગીની કેટલીક અહીં સમાવી છે. 

આ સ્ટોરીઓ આપણને જીવન જીવવાના કેટલાક પાઠ શીખવાડે છે.

પાંડવોના રાજકુમાર અર્જુને જંગલમાં એક વિચિત્ર પ્રાણી જોયું હતું. જેનું માથું રાક્ષસી હતું, ગળું મોર જેવું લાંબુ , સિંહ જેવી છાતી, વાઘ, હરણ  ્અને માણસ જેવા પગ તેમજ સાપ જેવી લાંબી પૂંછડી હતી.

અર્જુને તેને મારવા બાણ ચઢાવ્યું પણ પછી તેને વિચાર આવ્યો કે દેખાવ વિચિત્ર હોવાના કારણે તે રાક્ષસ છે એમ માની લેવાય નહીં. તેણે બાણ નીચે કરી લીધું તે જોઇને આ વિચિત્ર પ્રાણીનું  તરત માણસમાં પરિવર્તન થઇ ગયું. તેણે એક હાથે અર્જુનને આશિર્વાદ આપ્યા. તે ખુદ ભગવાન હતા. તે અર્જુનની સહનશીલતા અને હોંશીયારીની પરીક્ષા કરવા આવ્યા હતા.

ગાંધર્વ તુંબુરુ એ મહાન સંગીતકાર હતા. તેમની અને નારદ વચ્ચે બેસ્ટ સીંગર કોણ તે માટેનો વિવાદ ચાલતો હતો. તે બંન્ને ભગવાન વિષ્ણુ પાસે ગયા અને તે બંન્ને માંથી બેસ્ટ કોણ તેનોે નિર્ણય કરવા કહ્યું. જોકે ભગવાન વિષ્ણુએ કહયું કે આ નિર્ણય ભગવાન હનુમાન લઇ શકે કેમકે  મારી નજરે હનુમાન બેસ્ટ સીંગર છે. અપમાનિત થયેલા આ બંન્ને હનુમાનજી પાસે ગયા. ત્યારે હનુમાન બરફ આચ્છાદીત ટેકરી પર બેઠા હતા.

નારદ અને તુંબુરુએ હનુમાનજીને કહ્યું કે અમારા માટે સંગીત વગાડો. ત્યારે હનુમાનજીએ એટલું સરસ ગાયું કે બરફ પીગળવા લાગ્યો હતો.

તેમણે ગાવાનું બંધ કર્યું કે તરતજ પાણીનો બરફ થવા લાગ્યો  હતો. ત્યાર બાદ હનુમાન તેમને પગે લાગીને જતા રહ્યા હતા. સંગીતમાં મગ્ન થઇ ગયેલા બંન્નેને જ્યારે ખ્યાલ આવ્યોકે હનુમાનજીતો જતા રહ્યા છે ત્યારે ઉભા થતી વખતે તેમના પગ બરફમાં ફીટ થઇ ગયા હતા.

તેમણે ભગવાન વિષ્ણુને બાલાવ્યા અને બરફમાંથી મુક્ત કરવા કહ્યું ત્યારે ભગવાને કહ્યું કે જો તમે બેસ્ટ સંગીતકાર હોવ તો સંગીત વગાડીને મુક્તિ મેળવો. તેમણે સંગીત વગાડીને મુક્તિ મેળવવા પ્રયાસ કર્યો પણ સફળતા મળી નહોતી. અંતે તેમણે સ્વીકાર્યું કે હનુમાન દિલથી ગાય છે , કોઇને બતાવવા નથી ગાતા માટે તે બેસ્ટ છે..

એક જીવાણુના ૧૦૦ ઇંડા ઉપર ગાંધારીનો પગ અકસ્માતે પડી ગયો હતો. ત્યારે બચ્ચાંની માતાએ કલ્પાંત કરતા શ્રાપ આપ્યો હતો કે  તું તારી નજર સામે તારા ૧૦૦ પુત્રોને મરતાં જોઇશ. માણસના રુદનની જેમ પ્રાણીઓનું રુદન પણ ભગવાન સાંભળતો હોય છે. આ શ્રાપ પ્રમાણેજ ગાંધારીના ૧૦૦ પુત્રો તેની નજર સામેજ મોતને ભેટયા હતા.

માંડવ્યા નામના એક યતિને લાકડીના ફટકા મારવાની સજા રાજાએ કરી હતી. તેમનો ગુનો એેટલો હતો કે તેમણે તેમની યતિની લાઇફ દરમ્યાન તેમણે કોઇ ચોરી કરી હશે જેની તેમને કોઇ જાણ પણ નહોતી. લાકડીના ફટકાની સજા દરમ્યાન તેમનું મૃત્યુ થયું હતું.

જ્યારે તેમને યમ સમક્ષ ઉભા કરવામાં આવ્યા ત્યારે તેમના કર્મનો હિસાબ જોતા યમ ને તેમણે પૂછ્યું કે મને અપાયેલી સજા અન્યાય છે. તેની પાછળનું કારણ કહો. યમ રાજાએ કહ્યું કે કોઇ અન્યાય નથી થયો. તમે જ્યારે નાના હતા ત્યારે ઉડતા પક્ષીઓને લાકડી મારીને જમીન પર પાડી નાખતા હતા અને પછી તેને ત્રાસ આપતા હતા. આ પક્ષીઓને તમે આપેલી યાતનાની કિંમત તમે એવીજ રીતે લાકડીના ફટકા ખાઇને ચૂકવી  રહ્યા છો.

જ્યારે ભગવાન રામનું સૈન્ય રાવણની નગરી સુધી પહોંચવા લંકાના દરિયામાં બ્રિજ બનાવતું હતું ત્યારે એક ખિસકોલી રેતીનો ટુકડો પોતાની પીઠ પર લાવીને દોડતી સ્થળ પર આવી હતી.

ત્યાં ઉભેલા લોકો તેનો પ્રયાસ જોઇને હસતા હતા. ત્યારે ભગવાન રામે તેને ઉંચકી લીધી હતી અને તેને અભિનંદન આપીને તેની પીઠ પર હાથ ફેરવ્યો હતો. ત્યારથી ખિસકોલીની પીઠ પર પટ્ટા અંકિત થઇ ગયા છે. કોઇ પણ સારું કામ પછી ભલે તે નાનું હોય પણ તે ભગવાનના ધ્યાન પર આવ્યા વિના નથી રહેતું.

રાજા યુધિષ્ઠીરે બહુ મોટો યજ્ઞા કરીને તેમાં હજારો લોકોને દાન પેટે જમાડયા હતા. ત્યારે એક નોળીયો કે જેનો અડધો ભાગ સોનેરી હતો તે યજ્ઞાની થોડી અગ્નિ અને રાખમાં આળોટવા લાગ્યો હતો અને બોલતો હતો કે જો મારું આ બલિદાન યોગ્ય હોય તો મારું આખું શરીર સોનાનું બની જાય. જોકે નોળીયો હોમાઇ ગયો હતો. ત્યાં હાજર રહેલા પૂંજારીઓને પછી નોળીયાએ કહ્યું કે દુકાળ દરમ્યાન એક ખેડુતે થોડું અનાજ પોતાના કુટુંબ માટે રાખ્યું હતું.

ત્યારે એક અજાણ્યા ભૂખ્યા, નબળા વૃધ્ધે બારણું ખખડાવ્યું હતું. ત્યારે ખેડુતે આ વૃદ્ધને ઘરમાં જે સાઇડમાં અનાજ રાખ્યું હતું તે બધું તેને આપીને સંતોષ માન્યો હતો. આ અનોખું દાન હતું. તે રાત્રે ભૂખના કારણે ખેડુતનું આખું કુટુબ મોતને ભેટયું હતું. તે ઘરમાં હું ઘૂસ્યો હતો અને ખાલી થાળી પર મારું શરીર ઘસતાં અડધું શરીર સોનાનું થઇ ગયું હતું.

ત્યાર બાદ મારું બાકીનું અડધું શરીર સોનાનું કરવા હું વિવિધ યજ્ઞાોમાં જવું છું જ્યાં સાચું દાન અપાયું હોય. જેથી હું ત્યાં આળોટીને મારું બાકીનું શરીર સોનાનું કરી શકું. અહીં પણ મારું બાકીનું શરીર સોનાનું થયું નથી. આમ કોઇ પરફેક્ટ દાન થયું નથી. મને આજ સુધી ઘરમાં બાકી રહેલું છેલ્લું અનાજ દાનમાં આપનાર જેવો દાનવીર નથી મળ્યો ? આ સાંભળીને રાજાને થયું કે માત્ર ઘાર્મિક વિધિ કરવી અને લોકોને જમાડવા એજ દાન નથી..

ભગવાન ઇન્દ્રનો રથ ચલાવનારનું નામ મતાલી હતું. તેની પુત્રીનું નામ ગણકેશી હતું. આ ગણકેશી સુમુખ નામના નાગના પ્રેમમાં પડી હતી.

પરંતુ તે સુમુખ સાથે લગ્ન કરી શકે એમ નહોતી કેમકે ગરુડને રોજ એક નાગનો ભોગ આપવો પડતો હતો. કેમકે બધા નાગનો તે એક સાથે ઉપયોગ કરી શકે એમ નહોતા. બીજા દિવસે સુમુખ નાગનો ભોગ ગરુડને આપવાનો હતો. મતાલી એ ઇન્દ્રને કહ્યું કે  કંઇક કરો. ઇન્દ્ર પછી ભગવાન વિષ્ણુ પાસે ગયા.

ત્યારે વિષ્ણુએ નાગને કહ્યું કે તું સુમુખને છોડી દે. જોકે નાગે એમ કહ્યું કે ભગવાન જો હું તેને છોડીશ તોે હું ભૂખે રહીશ. ત્યારે ભગવાન વિષ્ણુએ ત્યારે તેના પર હાથ મુક્યો એેટલે ગરુડ પાંખ પણ ના ફફડાવે એવી સ્થિતિમાં મુકાયો હતો. તેને દુખાવો થવા લાગ્યો હતો. તેણે ભગવાન વિષ્ણુને માફ કરવા વિનંતી કરી હતી. ત્યારે ભગવાને કહ્યું કે તમારે બીજા પર દયા બતાવવીજ પડે અને આમજ દુનિયાનું આખું સંચાલન ચાલે છે. અંતે ગરુડે નાગને જવા દીધા હતા.

(આ મને ખુબ ગમતો કિસ્સો છે)

પાંડવો અને દ્રોપદીએ ૩૬ વર્ષ રાજ કર્યા  પછી ભગવાનના ઘેર સ્વર્ગે જવા કૂતરા નીકળી પડાયા હતા. તે પર્વતો પરથી આગળ વધતા હતા. ભગવાનના બારણે આવીને યુધિષ્ઠીરે કહ્યું કે જો અમે ધાર્મિક જીવન જીવ્યા હોય તો અમને પ્રવેશ આપો. પરંતુ બધા જેવા આગળ વધ્યા કે એક પછી એક બધા ઢળી પડવા લાગ્યા હતા.

દરવાજા સુધી માત્ર યુધિષ્ઠર અને તેમનો કૂતરો પહોંચ્યા હતા અને અડગ ઉભા રહી શક્યા હતા. ત્યારે ભગવાને કહ્યું કે તમે અંદર પ્રવેશ કરી શકો છો પણ તમારો કૂતરો સાથે નહીં આવી શકે. યુધિષ્ઠીરે સામે દલીલ કરતાં કહ્યું કે આ કૂતરાએ અમારી સાથેજ યાતના ભર્યો પ્રયાસ કર્યો છે. તેનો અમારા જેટલોજ હક છે.

તેણે કોઇ ઇચ્છા પણ વ્યક્ત નથી કરી. અમારા બેના માંસ અલગ છે પણ આત્મા એક સરખો છે. જો તમે કૂતરાંને પ્રવેશ નહીં આપો તો હું પણ અંદર નહીં આવું. ભગવાને સ્મિત કરીને યુધિષ્ઠીરને આશિર્વાદ આપ્યા હતા. કૂતરો એ ધર્મ છે. જો દરેક પ્રાણી એક સમાન છે એવુ જ્ઞાાન આપણામાં આવી જાય તો તમે ખરા ઘાર્મિક છો.

Comments

Popular posts from this blog

LIC Listing - તમામ રોકાણકારોને નુકશાન

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો

જગખ્યાત જગદીપ .