રાજ્યસભામાં રજૂ થશે તીન તલાક બીલ, BJP- કોંગ્રેસે વ્હિપ જાહેર કર્યું


દિલ્હી, તા. 30 ડિસેમ્બર 2018, રવિવાર

સરકાર આવતીકાલે વર્ષના અંતિમ દિવસ 31 ડિસેમ્બરે સંસદના ઉપલા ગૃહ રાજ્યસભામાં તીન તલાક બીલ પસાર કરશે. ભાજપે આ બીલને લઇને પોતાના સાંસદોને રાજ્યસભામાં હાજર રહેવા વ્હિપ જાહેર કર્યું છે. જ્યારે કોંગ્રેસે પણ લોકસભા અને રાજ્યસભામાં આ દિવસ દરમિયાન આ દિવસે સંસદની કાર્યવાહી દરમિયાન હાજર રહેવા વ્હિપ જાહેર કર્યો છે.

ગત ગુરુવારે કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે તીન તલાક બીલ લોકસભામાં રજૂ કર્યું હતું. જ્યાં વિપક્ષના હંગામા અને સદનમાંથી વોક આઉટ વચ્ચે આ બીલ પસાર થઇ ગયું હતું.

ઉલ્લેખનિય છે કે, રાજ્યસભામાં NDA ગઠબંધન પાસે બહૂમતિ નથી. ભાજપ અહીં 73 સીટો સાથે અહીં સૌથી મોટી પાર્ટી છે. 245 સભ્યો વાળા આ ગૃહમાં NDAના કુલ 89 સભ્યો છે. જ્યારે UPA સહિત વિપક્ષી પાર્ટીઓની સંખ્યા 155 છે.

Comments

Popular posts from this blog

LIC Listing - તમામ રોકાણકારોને નુકશાન

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો

જગખ્યાત જગદીપ .