રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજે સાસણ ગીરની મુલાકાત લેશે


ગાંધીનગર, તા. 30 ડિસેમ્બર 2018, રવિવાર

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંગ ગુજરાતની મુલાકાતે છે અને આજે તેઓ સાસણ ગીરની મુલાકાત લેશે. ત્રણ દિવસની ગુજરાતની મુલાકાતમાં તેઓએ ગઇકાલે કચ્છના સફેદ રણની મુલાકાત લઇ સનસેટ પોઇન્ટમાં સુર્યાસ્તનો નજારો માણ્યો હતો અને કણ કણમાં રણ નામનો સાંસ્કૃતિક કાર્યક્રમ પણ તેમણે નિહાળ્યો હતો. તેમજ BSF જવાનોને પણ તેઓ મળ્યા હતા.

રાષ્ટ્રપતિ આજ સાસણ ગીરની મુલાકાત લેવાના છે. રાષ્ટ્રપતિ તરીકે સાસણ ગીરની આ તેમની પ્રથમ મુલાકાત છે. આ પહેલા બિહારના રાજ્યુપાલ હતા ત્યારે તેઓ સાસણ ગીરની મુલાકાત લઇ ચૂક્યા છે. આ સિવાય તેઓ સોમનાથની પણ મુલાકાત લેશે.

રાષ્ટ્ર્પતિ રામનાથ કોવિંદની 2 અઠવાડિયામાં આ બીજી મુલાકાત છે. આ પહેલા તેમણે 15 ડિસેમ્બરના રોજડ સ્ટેચ્યૂ ઓફ યૂનિટીની પણ મુલાકાત લીધી હતી.

Comments

Popular posts from this blog

મોરબી બ્રિજ ઘટના: મૃત્યુઆંક 140ને પાર, બચાવ કામગીરી હજુ પણ ચાલુ

એલોન મસ્ક બન્યા ટ્વીટરના માલિક: CEO પરાગ અગ્રવાલની હકાલપટ્ટી

LIC Listing - તમામ રોકાણકારોને નુકશાન