પતિએ પત્ની પર એસિડ નાંખતા પીઠ અને છાતીના ભાગે દાઝી જવાથી ઈજા


અમદાવાદ, રવિવાર

ગોતામાં પતિએ પત્ની પર એસિડ નાંખતા તેની પીઠ, છાતી અને પેટના ભાગે દાઝી જવાથી ઈજા થઈ હતી. સારવાર અર્થે તેને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. પત્નીએ પિયર જવાનું કહેતા પતિએ આ પગલું ભર્યું હોવાનું પોલીસે કહ્યું હતું. સોલા પોલીસે પતિ સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

ગોતામાં ગોતા હાઉસિંગ બોર્ડના મકાનમાં રહેતા દિપક સુભાષભાઈ  પટેલે છ મહિના પહેલા વૈદેહી નાયક નામની યુવતી સાથે પ્રેમલગ્ન કર્યા હતા. લગ્ન બાદ નજીવી બાબતે પતિ ત્રાસ આપવા લાગ્યો હતો. વૈદેહીબહેન પિયર ગયા ત્યારે પણ ઘરે આવી જા નહીતર જાનથી મારી નાંખીશ, એવી ધમકી આપી હતી.  ૉ

દરમિયાવ વૈદેહીબહેને પિયર જવાની વાત કરતા પતિ દિપક ઉશ્કેરાયો હતો. બાદમાં તેણે બાથરૃમમાંથી ચાઈલ્સ સાફ કરવાનો એસિડ ટબમાં ભરીને છાંટતા વૈદેહીબેનના પેટ, છાતી અને પીઠમાં દાઝી જવાથી ઈજા પોહંચી હતી. સારવાર અર્થે તેમને નજીકની હોસ્પિટલ લઈ જવાયા હતા. સોલા પોલીસે આરોપી સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

Comments

Popular posts from this blog

મોરબી બ્રિજ ઘટના: મૃત્યુઆંક 140ને પાર, બચાવ કામગીરી હજુ પણ ચાલુ

એલોન મસ્ક બન્યા ટ્વીટરના માલિક: CEO પરાગ અગ્રવાલની હકાલપટ્ટી

LIC Listing - તમામ રોકાણકારોને નુકશાન