ઠંડીનો કાળો કેર : ઉત્તર પ્રદેશમાં 28નાં મોત


રાજસ્થાનમાં ઠંડીમાં ત્રણનાં મોત : ચાર જિલ્લામાં માઈનસ ચાર અને 26 જિલ્લામાં પાંચ ડિગ્રી તાપમાન : હરિયાણામાં રેડ, દિલ્હીમાં ઓરેન્જ એલર્ટ  

દિલ્હીમાં તાપમાન 1.7 ડિગ્રી સુધી ગગડયું, સતત 14 દિવસનો સૌથી લાંબો કોલ્ડવેવ

દ્રાસમાં તાપમાન માઈનસ 28.6 ડિગ્રી

(પીટીઆઈ) નવી દિલ્હી, તા. 28 ડિસેમ્બર, 2019, શનિવાર

ઉત્તર ભારતમાં વિક્રમજનક ઠંડીએ સામાન્ય જનજીવન થીજાવી દીધું છે. લદ્દાખના દ્રાસથી લઈને દિલ્હી, ઉત્તર પ્રદેશષ રાજસૃથાન સહિત સમગ્ર ઉત્તર ભારત કોલ્ડ વેવની ઝપેટમાં આવી ગયું છે. પારો અહીં નવા વિક્રમો સર્જી રહ્યો છે. દુનિયાના સૌથી ઠંડા રહેણાંક વિસ્તાર દ્રાસમાં પારો ગગડીને માઈનસ 20 ડિગ્રીએ પહોંચ્યો હતો જ્યારે દિલ્હીમાં શનિવારે તાપમાન 1.7 ડિગ્રી નોંધાયું હતું.

ઉત્તર પ્રદેશમાં અનેક શહેરોમાં તાપમાન વિક્રમજનક નીચા સ્તરે નોંધાયું હતું. રાજ્યમાં ઠંડીના કારણે કુલ 28 લોકોનાં મોત નીપજ્યાં હતાં. રાજસૃથાનના શેખાવટીમાં લઘુત્તમ તાપમાન માઈનસ 4 ડિગ્રી નોંધાયું હતું. રાજસૃથાનમાં ઠંડીથી ત્રણનાં મોત નીપજ્યાં છે જ્યારે દિલ્હીમાં ડિસેમ્બરમાં અત્યાર સુધીમાં 8 કોલ્ડ ડે અને 7 સીવીયર કોલ્ડ ડે નોંધાયા છે.

ઉત્તર ભારતમાં કોલ્ડ વેવની સૌથી વધુ ગંભીર અસર ઉત્તર પ્રદેશમાં જોવા મળી છે. ભારતીય હવામાન વિભાગ મુજબ મહત્તમ તાપમાન સામાન્ય તાપમાનથી ઓછામાં ઓછું 4.5 ડિગ્રી ઓછું હોય તેને કોલ્ડ ડે કહેવાય છે જ્યારે મહત્તમ તાપમાન સામાન્ય તાપમાનથી ઓછામાં ઓછું 6.5 ડિગ્રી ઓછું હોય તેને સીવિયર કોલ્ડ ડે કહેવાય છે.

ઉત્તર પ્રદેશમાં ઠંડીના કારણે 28 લોકોએ જીવ ગુમાવ્યા છે. ઠંડી અને કોલ્ડ વેવના કારણે કાનપુરમાં દસ, વારાણસીમાં ચાર, ફતેહપુર, ઓરૈયા, સુલતાનપુર અને કાનપુર ગ્રામીણમાં બે-બે લોકોનાં મોત નીપજ્યાં છે. ઉત્તર પ્રદેશ હાલ ભયાનક કોલ્ડ વેવની ઝપેટમાં સપડાયું છે.

બુલંદશહેર, બાગપત, બિજનૌર, હાપુડ વગેરે જિલ્લામાં તાપમાન 3 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જોકે, રાજ્યમાં સૌથી ઠંડો જિલ્લો મથુરા રહ્યો, જ્યાં તાપમાન ઘટીને 2 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું. દિવસ દરમિયાન હાડ િથજાવતી ઠંડીના કારણે લોકોએ ઘરમાં જ કેદ રહેવું પડયું હતું. અનેક જિલ્લાઓમાં દિવસ દરમિયાન ધુમ્મસ છવાયેલું રહ્યું હતું.

ધૂમ્મસના કારણે લો વિઝિબિલિટી હોવાથી વાહનવ્યવહાર પર ગંભીર અસર પડી હતી. અનેક જિલ્લાઓમાં વાતાવરણ વાદળ છાયું રહ્યું હતું. હાડિથજાવતી ઠંડીના કારણે ઉત્તર પ્રદેશના અનેક જિલ્લાઓમાં સ્કૂલો આગામી કેટલાક દિવસ સુધી બંધ રાખવામાં આવી છે. હવામાન વિભાગ મુજબ 29 ડિસેમ્બર સિઝનનો સૌથી ઠંડો દિવસ રહી શકે છે.

લેહમાં માઈનસ 19.1 ડિગ્રી, કિલોંગમાં માઈનસ 11.5 ડિગ્રી

નવા કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખના કારગિલ જિલ્લાના દ્રાસમાં તાપમાન માઈનસ 20 ડિગ્રી સુધી પહોંચી ગયું છે. દ્રાસ દુનિયાનો બીજો સૌથી ઠંડો રહેણાંક વિસ્તાર મનાય છે. હિમાલયના પર્વતોમાં ભારે હિમવર્ષાના કારણે અહીં તાપમાનમાં જબરજસ્ત ઘટાડો જોવા મળ્યો છે. હિમાલયના પર્વતીય વિસ્તારોમાં જોરદાર હિમવર્ષાથી ખીણો અને મેદાની વિસ્તારોમાં પારો સતત ગગડી રહ્યો છે. હિમાચલ પ્રદેશના કિલોંગમાં પારો માઈનસ 11.5 ડિગ્રી સુધી આવી ગયો છે.  ઉત્તરાખંડમાં કેદારનાથ અને બદ્રીનાથ બરફથી ઢંકાઈ ગયા છે.

રાજસ્થાનના શેખાવટીમાં માઈનસ 4 ડિગ્રી

દિલ્હી, ઉત્તર પ્રદેશની સાથે રાજસૃથાનમાં પણ ઠંડી વિક્રમો તોડી રહી છે. શનિવારે શેખાવટીમાં પારો ગગડીને માઈનસ 4 જ્યારે સીકરમાં માઈનસ 1 પર જતો રહ્યો. જબરજસ્ત કોલ્ડ વેવના કારણે શુક્રવારે પણ પારાએ અહીં રેકોર્ડ તોડયો હતો. જયપુરમાં પારો પાંચ વર્ષ પછી 4 ડિગ્રી સુધી નીચે ગયો છે. જયપુર જિલ્લાના જોબનેરમાં માઈનસ 1 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. અહીં ઠંડી એટલી ભયાનક છે કે સવારે છત, ખેતરો અને ગાડીઓ પર પાણીની પરત જામી ગયેલી જોવા મળે છે.

હરિયાણામાં 0.2 ડિગ્રી, દિલ્હીમાં સરેરાશ 2.4 ડિગ્રી તાપમાન

હરિયાણાના હિસારમાં તાપમાન 0.2 ડિગ્રી અને સિરસામાં બે ડિગ્રી સે. તાપમાન નોંધાયું હતું. હરિયાણા અને પંજાબમાં કોલ્ડવેવ 31મી ડિસેમ્બર સુધી ચાલુ રહેવાની શક્યતા છે. દિલ્હીમાં શનિવારે સવારે સરેરાશ તાપમાન 2.4 ડિગ્રી સુધી ઘટી ગયું હતું. લોધી રોડ (1.7), આયાનગર (1.9)માં તાપમાન વધુ ઓછું હતું. દિલ્હીમાં 1996ની 11મી ડિસેમ્બરે સૌથતી નીચું 2.3 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. આજે આ વિક્રમ તૂટી ગયો હતો. મધ્ય પ્રદેશ પણ કોલ્ડ વેવથી અછુતુ નહોતું. હિલ સ્ટેશન પંચમઢીમાં તાપમાન 1.2 ડિગ્રી સુધી પહોંચી ગયું છે.

ઠંડીના વિક્રમો તૂટયા, ટ્રેન-ફ્લાઈટ વિલંબમાં

દિલ્હીની ઠંડી સૌથી લાંબી કોલ્ડ વેવનો વિક્રમ તોડી ચૂકી છે. આ વખતે સતત 14 દિવસથી કોલ્ડવેવ ચાલુ છે. 1997માં ડિસેમ્બર મહિનામાં સતત 13 દિવસ કોલ્ડવેવ ચાલુ હતી જ્યારે આખા મહિનામાં કુલ 17 દિવસ કોલ્ડવેવનો પ્રકોપ રહ્યો હતો. ઠંડીની અસર વાહનવ્યવહાર પર પણ પડી હતી. ઉત્તર ભારતના રાજ્યોમાં ટ્રેનો નિયત સમય કરતાં વિલંબથી ચાલી રહી હતી અને ફ્લાઈટ્સના રૂટ ડાયવર્ટ કરવા પડયા હતા. દિલ્હી એરપોર્ટ પર ઓછી વિઝિબિલિટીના કારણે ચાર ફ્લાઈટ્સની દિશા બદલાઈ હતી. સમગ્ર દેશમાં 194 ટ્રેન વિલંબથી ચાલી રહી છે જ્યારે 71 ટ્રેનોના રૂટ ડાયવર્ટ કરવા પડયા છે. ધુમ્મસના કારણે 11 ટ્રેનોનો સમય બદલવાની ફરજ પડી હતી.

ઠંડીથી હાલ રાહત નહીં

ભારતીય હવામાન વિભાગે જણાવ્યું હતું કે પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉત્તરીય રાજસૃથાન અને ઉત્તર પ્રદેશમાં આગામી બે દિવસ સુધી જબરજસ્ત ઠંડી પડશે. અનેક વિસ્તારોમાં 30મી ડિસેમ્બર પછી ઠંડી ઘટી શકે છે. આગામી ત્રણ દિવસ સુધી અનેક વિસ્તારોમાં ભારે ધૂમ્મસની સંભાવના છે. મધ્ય પ્રદેશ, બિહાર, ઝારખંડ, સિક્કિમ અને ઓડિશામાં પણ આગામી બે દિવસમાં ભારે ધુમ્મસ રહેશે. ઉત્તર પૂર્વીય અને મધ્ય ભારતમાં વરસાદ સાથે કરા પડવાની સંભાવના છે.

દિલ્હી-જયપુર હાઈવે પર ધૂમ્સસ  12 વાહનો અથડાતા 2નાં મોત

હરિયાણાના રેવાડી જિલ્લામાં દિલ્હી-જયપુર હાઈવે પર સબન ચોક પર શનિવારે સવારે ધુમ્મસના કારણે 12 વાહનો અથડાયા હતા, જેમાં બે લોકોનાં મોત નીપજ્યાં હતાં અને 12થી વધુને ઈજા પહોંચી હતી તેમ પોલીસે જણાવ્યું હતું. ઈજાગ્રસ્તોને રેવાડીમાં અલગ અલગ હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે તેમ પોલીસે જણાવ્યું હતું. પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.

બવાલ પોલીસ સ્ટેશનના ઈનચાર્જ નીરજ કુમારે કહ્યું કે ભારે ધુમ્મસના કારણે નબળી વિઝિબિલિટી હોવાથી અકસ્માત સર્જાયા હતા. અકસ્માતના કારણે નેશનલ હાઈવે 8 પર ટ્રાફિક જામ થઈ ગયો હતો. ઉત્તર ભારતમાં અનેક જગ્યાએ ધૂમ્મસના કારણે નબળી વિઝિબિલિટી હોવાથી માર્ગ અકસ્માતો નોંધાયા હતા.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો