જમ્મુ કાશ્મીરના નૌશેરામાં સેના અને આતંકી વચ્ચે અથડામણ: 2 જવાન શહીદ

નૌશેરા (જમ્મુ કશ્મીર) તા.1 જાન્યુઆરી 2020, બુધવાર

જમ્મુ કશ્મીરના રાજૌરી જિલ્લામાં આવેલી અંકુશ રેખા નજીક આજે બુધવારે સવારે દેશમાં ઘુસવા માગતા આતંકવાદીઓ સાથેની અથડામણમાં ભારતીય લશ્કરના બે જવાનો શહીદ થયા હોવાનું લશ્કરી પ્રવક્તાએ જણાવ્યું હતું.

પાકિસ્તાની કબજા હેઠળના કશ્મીરમાંથી આતંકવાદીઓ નૌશેરા નજીક થરયાટના જંગલ વિસ્તારમાં થઇને દેશમાં ઘુસવા માગતા હતા. ભારતીય લશ્કરના જવાનોએ એમને પડકાર્યા હતા. 

જવાબમાં આતંકવાદીઓએ ગોળીબાર શરૂ કર્યા હતા. ભારતીય લશ્કરે જવાબી ગોળીબાર શરૂ કર્યા હતા. આ અથડામણમાં ભારતીય લશ્કરના બે જવાનો શહીદ થયા હતા.

જમ્મુમાં ભારતીય લશ્કરના જનસંપર્ક અધિકારી લેફ્ટનંટ કર્નલ દેવેન્દ્ર આનંદે કહ્યું હતું કે અથડામણ હજુય ચાલુ છે. વધુ વિગતો હજુ આવી નથી. આપણા બે જવાનો શહીદ થયા હતા. તેમણે કહ્યું હતું કે આતંકવાદીઓ આ માર્ગે દેશમાં ઘુસવાના પ્રયાસો કરશે એવી બાતમી લશ્કરી ગુપ્તચર વિભાગને મળી હતી એટલે લશ્કરી જવાનો સાબદા હતા.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો