PoKમાં પાકિસ્તાને ભારે તોપો સાથે જંગી માત્રામાં સૈન્યનો ખડકલો કર્યો


શ્રીનગર, તા. 28 ડિસેમ્બર 2019, શનિવાર

ભારત અને પાકિસ્તાનની સરહદ પર નિલમ વેલી વિસ્તારમાં બંને દેશની સેનાઓ વચ્ચે ભીષણ ફાયરિંગ થઈ રહ્યુ છે ત્યારે ભારતના આક્રમક તેવરથી ફફડેલા પાકિસ્તાને પીઓકેમાં(જ્યાં નિલમ વેલી વિસ્તાર આવેલો છે)સેનાની જંગી જમાવટ શરુ કરી છે. પાકિસ્તાને કારગિલ યુધ્ધ બાદ પહેલી વખત આટલા જંગી પાયે સૈન્ય ખડકવા માંડ્યુ હોવાથી આ વિસ્તારમાં કંઈક નવા જુની થવાની છે તેવો પ્રશ્ન ચર્ચાવા  માંડ્યો છે.

પાકિસ્તાને આ વિસ્તારમાં ભારે તોપોનો ખડકલો કરવા માંડ્યો છે.પાકિસ્તાની સેનાના મોટા મોટા કાફલા ભારે તોપો સાથે એલઓસી પર પહોંચી રહ્યા છે.આ પ્રકારની હલચલ પહેલા કારિગલ યુધ્ધ વખતે જોવા મળી હતી. પાકિસ્તાને સેનાની તમામ રિઝર્વ ટુકડીઓને પણ એલઓસી પર ઉતારી દીધી છે. પાકિસ્તાન પહેલા પણ કહી ચુક્યુ છે કે, ભારત ગમે ત્યારે પીઓકે પર હુમલો કરશે.પાકિસ્તાની સેનાને પણ આવો ડર લાગી રહ્યો છે.જેના કારણે મોટા પાયે તોપખાનુ સરહદ પર ખસેડાઈ રહ્યુ છે.

પાકિસ્તાને ભારતના હુમલાથી બચવા માટે ફરી વખત નાગરિકોને ઢાલ બનાવવાની કાયરાના હરકત કરી છે.પાકિસ્તાને એલઓસી પર રહેતા લોકોને નાણાકીય મદદ કરવાનો પ્રસ્તાવ એ શરતે મુકયો છે કે, તેઓ પીઓકે છોડીને નહી જાય.આવા 33000 પરિવારોને દર મહિને 1546 રુપિયા આપવાનુ પાક સરકારે એલાન કર્યુ છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો