કર્ણાટકમાં થયેલા દેખાવોમાં માર્યા ગયેલાના પરિવારોને પ.બંગાળની સરકારે વળતર આપ્યુ
બેંગાલુરૂ, તા. 28. ડિસેમ્બર, 2019 શનિવાર
નાગરિકતા બિલ સામેના વિરોધ દરમિયાન હિંસાના પગલે મોતને ભેટેલા બે લોકોને વળતર આપવાના મામલે બે રાજ્યો કર્ણાટક અને પશ્ચિમ બંગાળની સરકારો આમને સામને આવી ગઈ છે.
કર્ણાટકમાં ભાજપની સરકાર છે. ભાજપે મેંગ્લોરમાં બિલ સામેના દેખાવો દરમિયાન મોતને ભેટેલા બે વ્યક્તિઓના પરિવારને વળતર આપવાનો ઈનકાર કરી દીધો છે ત્યારે પશ્ચિમ બંગાળની મમતા બેનરજીની પાર્ટીના પ્રતિનિધિ મંડળે શનિવારે બંને લોકોના પરિવારોને 5-5 લાખનો ચેક આપ્યો હતો.
પાર્ટીના નેતા દિનેશ ત્રિવેદીની આગેવાનીમાં આ મંડળ કર્ણાટક ખાસ વળતર આપવા માટે ગયુ હતુ.આ બંને વ્યક્તિઓ 19 ડિસેમ્બરે થયેલી હિંસા દરમિયાન મોતને ભેટ્યા હતા.
ભાજપે પ્રતિક્રિયા આપતા કહ્યુ હતુ કે, મમતા બેનરજી એટલે વળતર ચુકવી રહી છે કે, માર્યા ગયેલા લોકો મુસ્લિમ સમુદાયના છે.શું મમતા બેનરજીએ પોતાના જ રાજ્યમાં રાજકીય હિંસાનો શિકાર બનેલા લોકોને વળતર આપ્યુ છે ખરૂ....
ઉલ્લેખનીય છે કે, મમતા બેનરજીએ કોલકાતામાં યોજાયેલી રેલીમાં કર્ણાટકમાં માર્યા ગયેલા બે વ્યક્તિઓને વળતર આપવાની જાહેરાત કરી હતી.
Comments
Post a Comment