કાયર છે મોદી સરકાર, વિરોધ નહીં કરીએ તો આપણે પણ કાયર કહેવાઈશું: પ્રિયંકા

નવી દિલ્હી, તા. 28. ડિસેમ્બર 2019 શનિવાર

કોંગ્રેસના 135મા સ્થાપના દિવસ પર પાર્ટીના મહામંત્રી પ્રિયંકા ગાંધીએ મોદી સરકાર પર મોટો શાબ્દિક હુમલો કર્યો હતો.

લખનૌમાં કાર્યકરોને સંબોધન કરતા પ્રિયંકાએ કહ્યુ હતુ કે, મોદી સરકાર કાયર છે અને દેશ આ સરકારની કાયરતાને ઓળખ ગયો છે.લોકોએ જ્યારે એનઆરસી અને નાગરિક બિલ માટે વિરોધ કર્યો તો હવે આ સરકાર પાછળ હટી રહી છે.આ કાયરતાની નિશાની છે.

તેમણે કહ્યુ હતુ કે, લોકો પર યોગી સરકાર અને મોદી સરકારે અત્યાચાર કર્યા છે.જેમને જાનથી નથી મારી શક્યા તેમને લાકડીઓ વડે ફટકારવામાં આવ્યા છે અને જેલમાં ધકેલવામાં આવ્યા છે.યુવાઓ અને વિદ્યાર્થીઓને મારવામાં આવ્યા છે જેઓ સંવિધાન માટે રસ્તા પર ઉતર્યા હતા.જો આપણે તેમની સામે અવાજ નહી ઉઠાવીએ તો આપણે પણ કાયર તરીકે ઓળખાઈશું.

પ્રિયંકાએ કહ્યુ હતુ કે, હવે મોદી સરકાર કહે છે કે, એનઆરસી પર કોઈ ચર્ચા નથી, અમે તો એનપીઆર એટલે કે નેશનલ પોપ્યુલેશન રજિસ્ટરની વાત કરી રહ્યા છે.આ સરકારની કાયરતા છે.

પાર્ટીના કાર્યકરોને સંદેશ આપતા કહ્યુ હતુ કે, પાર્ટીના વરિષ્ઠ નેતાઓ પાસેથી યુવા નેતાઓ અને કાર્યકરોએ ઘણુ શીખવાનુ છે.આપણે અહિંસાના રસ્તા પર ચાલવાનુ છે.હિંસા નથી કરવાની.કાર્યકરોએ પાર્ટીના મહાન નેતાઓના પગલે ચાલવુ પડશે.

સંઘર્ષ કરીને લોકોનો અવાજ બનવુ પડશે. બીજી પાર્ટીઓ ડરે છે કે શું તે આપણને ખબર નથી પણ આપણે એટલુ મજબૂત બનવાનુ છે કે, આગામી ચૂંટણીમાં આપણે લોકોનો અવાજ બની શકીએ છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો