યુપી હિંસાઃ ફાયરિંગ કરનાર 6 પોલીસ કર્મીઓ સામે હત્યાનો કેસ
નવી દિલ્હી, તા.29 ડિસેમ્બર 2019, રવિવાર
નાગરિકતા સંશોધન કાયદા સામે યુપીના બીજા શહેરોની જેમ બિજનોરમાં થયેલી હિંસા દરમિયાન પોલીસ ફાયરિંગમાં એક વ્યક્તિનુ મોત થયુ હતુ. આ ઘટનામાં છ પોલીસ કર્મીઓ સામે હત્યાનો કેસ કરાયો છે.
બિજનોરના નહટોર વિસતારમાં થયેલા હિંસક પ્રદર્શનને કાબૂમાં લેવા માટે પોલીસે ફાયરિંગ કર્યુ હતુ. જેમાં સુલેમાન નામના એક વ્યક્તિનુ મોત થયુ હતુ.
સુલેમાનના ભાઈ શોએબે પોતાના ભાઈની પોલીસે હત્યા કરી હોવાનો આરોપ લગાવીને નહટોર પોલીસ મથકના ઈન્ચાર્જ સહિત 6 પોલીસ કર્મીઓ પર હત્યાનો કેસ કરાયો છે. જોકે પોલીસે આ ફાયરિંગ આત્મરક્ષણમાં કર્યુ હોવાની વાત કરી છે.
સુલેમાનના મોત બાદ 22 ડિસેમ્બરે કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ સુલેમાનના પરિવારજનોની મુલાકાત લીધી હતી અને ઘટનાની ન્યાયિક તપાસની માંગણી કરી હતી.
બિજનોરમાં થયેલી હિંસા દરમિયાન જાહેર સંપત્તિને થયેલા નુકસાન બદલ 43 વ્યક્તિઓને વહિવટીતંત્ર નોટિસ પણ આપી ચુક્યુ છે.
Comments
Post a Comment