J&K : 2 કલાકમાં 5.5ની તીવ્રતાના ચાર ભૂકંપના આંચકા અનુભવાયા
શ્રીનગર તા.31 ડિસેંબર 2019, મંગળવાર
જમ્મુ કશ્મીરમાં સોમવારે રાત્રે ભૂકંપના મધ્યમ કક્ષાના એક કરતાં વધુ આંચકા આવતાં લોકો ગભરાઇને ઘરની બહાર નીકળી ગયા હતા.
રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રે આપેલી માહિતી મુજબ બે કલાકમાં મધ્યમ કક્ષાના ચારેક આંચકા આવ્યા હતા અને તેને લઇને લોકો ગભરાઇ ગયા હતા. રિક્ટર સ્કેલ પર 4.5થી 5.5.ની કક્ષાના આંચકા નોંધાયા હતા.
આ તમામ આંચકાનું એપિસેન્ટર દસ કિલોમીટરની અંદર જ હતું. પહેલો આંચકો રાત્રે 10-42 કલાકે આવ્યો હતો. બીજો આંચકો આશરે અર્ધા-પોણા કલાક પછી એટલે કે 11-20 કલાકે અનુભવાયો હતો. ત્રીજો અને ચોથો આંચકો 36થી 63 કિલોમીટરની આસપાસ એપિસેન્ટર હોય એ રીતે આવ્યા હતા.
આંચકા મધ્યમ કક્ષાના હોવાથી કોઇ ભારે નુકસાન થયું નહોતું કે જાનહાનિના અહેવાલ પણ મળ્યા નહોતા.
એક તરફ ભારે હિમવર્ષા અને જીવલેણ ઠંડી અને બીજી બાજુ ધરતીકંપના આંચકા આવતાં લોકોમાં ગભરાટ વધ્યો હતો.
Comments
Post a Comment