મન કી બાત: દેશના યુવાઓ જાતિવાદ, પરિવારવાદને પસંદ કરતા નથી- PM મોદી

નવી દિલ્હી, તા. 29 ડિસેમ્બર 2019 રવિવાર

PM નરેન્દ્ર મોદીએ મન કી બાતના 60માં એપિસોડમાં દેશવાસીઓને નવા વર્ષની શુભકામનાઓ આપી. તેમણે કહ્યુ આપણે 21મી સદીના ત્રીજા દાયકામાં પ્રવેશ કરવા જઈ રહ્યા છીએ. 

પીએમ મોદીએ કહ્યુ 2019ની વિદાયના પળ આપણી સામે છે, હવે આપણે ના માત્ર નવા વર્ષમાં પ્રવેશ કરીશુ, પરંતુ નવા દાયકામાં પ્રવેશ કરીશુ. આમાં દેશના વિકાસને ગતિ આપવામાં તે લોકો સક્રિય ભૂમિકા નિભાવશે, જેમનો જન્મ 21મી સદીમાં થયો છે. 

પીએમ મોદીએ કહ્યુ કે આ દાયકો ભારતના યુવાઓનો હશે. દેશના યુવાઓને અરાજકતાથી નફરત છે. યુવાઓને અરાજકતા પ્રત્યે નફરત છે. અવ્યવસ્થા, અરાજકતા પ્રત્યે તેમને ચિડ છે.

જાતિવાદ, પરિવારવાદ જેવી અવ્યવસ્થાને તેઓ પસંદ કરતા નથી. ભારતનો યુવા પોતાના-પારકાથી દૂર છે. આ અવસરે પીએમ મોદીએ સ્વામી વિવેકાનંદને પણ યાદ કર્યા અને કહ્યુ કે સ્વામીજીનું કહેવુ હતુ કે તેમનો વિશ્વાસ યુવા પેઢીમાં છે. 

પીએમે કહ્યુ, સ્વામી વિવેકાનંદજી કહેતા હતા કે યુવાવસ્થાની કિંમતને આંકી શકાય નહીં. તે જીવનનો સૌથી મૂલ્યવાન કાલખંડ હોય છે. આપનું જીવન એની પર નિર્ભર કરે છે કે તમે પોતાની યુવાવસ્થાનો ઉપયોગ કઈ રીતે કરે છે.  

વડાપ્રધાને કહ્યુ, મને વિશ્વાસ છે કે ભારતમાં આ દાયકો ના માત્ર યુવાઓના વિકાસ માટે હશે પરંતુ યુવાઓના સામર્થ્યથી દેશનો વિકાસ કરવાવાળુ સાબિત થશે. ભારતને આધુનિક બનાવવામાં યુવા પેઢીની ઘણી મોટી ભૂમિકા છે. 

પીએમ મોદીએ કહ્યુ, મે 15 ઓગસ્ટે લાલકિલ્લાથી દેશવાસીઓને આગ્રહ કર્યો હતો અને દેશવાસીઓ સાથે સ્થાનિક ઉત્પાદન ખરીદવાનો આગ્રહ કર્યો હતો. આજે ફરીથી મારી સલાહ છે કે શુ અમે સ્થાનિક સ્તરે બનેલા ઉત્પાદનોને પ્રોત્સાહન આપી શકીએ? શુ તેમને પોતાની ખરીદીમાં સ્થાન આપી શકીએ ?

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

તાઈવાને તોડી પાડ્યુ ચીનનુ સુખોઈ-35 વિમાન? ચીન-તાઈવાન વચ્ચેનો વિવાદ ઉગ્ર બનશે