ભારત માતા કી જય બોલનારા જ ભારતમાં રહી શકશે- ધર્મેન્દ્ર પ્રધાન
પૂણે, તા. 29 ડિસેમ્બર 2019 રવિવાર
પૂણેમાં એક સભામાં કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યુ કે જે ભારત માતા કી જય બોલશે તે જ ભારતમાં રહી શકશે. ધર્મેન્દ્ર પ્રધાને CAAને લઈને દેશભરમાં થઈ રહેલા પ્રદર્શનો અને વિપક્ષ પર નિશાન સાધતા અલગ-અલગ તર્ક મૂક્યા.
કેન્દ્રીય મંત્રીએ કહ્યુ આપણે આ વિષય પર સામે આવનારા પડકારોનો સ્વીકાર કરવો જ પડશે. આ વિચારને સ્પષ્ટ કરવો પડશે. ભારતમાં ભારતમાતા કી જય બોલવી જ પડશે. ભારતમાં તે લોકો જ રહેશે.
ધર્મેન્દ્ર પ્રધાને કહ્યુ, શુ ભગત સિંહનું બલિદાન બેકાર જઈશુ. શુ નેતાજી સુભાષ ચંદ્ર બોસનું બલિદાન બેકાર જશે. આઝાદીના 70 વર્ષ બાદ પણ આપણે એ વિચાર પર વિચાર કરવો જોઈએ કે અમને કોઈ નાગરિકતામાં ગણે કે ના ગણે? હવે આપણે એ સુનિશ્ચિત કરવાનુ છે કે દેશમાં માત્ર તે લોકો જ અહીં રહી શકે જે ભારત માતા કી જય બોલવા માટે તૈયાર છે.
Comments
Post a Comment