હેમંત સોરેન બન્યા ઝારખંડના CM, કોંગ્રેસના 2, RJDના 1 MLAએ લીધા મંત્રી પદના શપથ

રાંચી, તા. 29 ડિસેમ્બર 2019 રવિવાર

JMMના કાર્યકારી ચીફ હેમંત સોરેને રવિવારે ઝારખંડના 11માં મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. હેમંત સોરેને ઝારખંડના રાજ્યપાલ દ્રૌપદી મુર્મૂએ પદ અને ગોપનીયતાના શપથ લેવડાયા. સીએમની સાથે જ ત્રણ અન્ય નેતાઓએ પણ મંત્રી પદના શપથ લીધા. 

સીએમ હેમંત સોરેનની સાથે કોંગ્રેસ ધારાસભ્ય મંડળ દળના નેતા આલમગીર આલમ, ઝારખંડ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ રામેશ્વર ઉરાંવ અને RJDના નેતા સત્યાનંદ ભોક્તાએ મંત્રી પદના શપથ લીધા. 

અત્યારે સ્પષ્ટ થઈ ગયુ છે કે હેમંત સોરેનના મંત્રીમંડળમાં કોંગ્રેસના 2 અને RJDના 1 ધારાસભ્યને મંત્રી પદ મળ્યુ છે. RJDએ સાત બેઠકો પર ચૂંટણી લડી હતી અને એક બેઠક પર જ સફળતા પ્રાપ્ત કરી છે જ્યારે કોંગ્રેસે 16 બેઠકો જીત મેળવી છે. 

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો