ઘીના ઠામમાં ઘી પડયું : અજિત પવાર 38 દિવસમાં ફરી નાયબ મુખ્યમંત્રી : આદિત્ય ઠાકરે કેબિનેટ મંત્રી


અગાઉ મુખ્યમંત્રી રહી ચૂકેલા અશોક ચવ્હાણે કેબિનેટ પદ સ્વીકાર્યું

(વિશેષ પ્રતિનિધિ) મુંબઇ, તા. 30 ડિસેમ્બર, 2019, સોમવાર

મહારાષ્ટ્રમાં શિવસેના, એનસીપી અને કોંગ્રેસની ગઠબંધન વાળી સરકાર બન્યાના મહિના બાદ કેબિનેટનું વિસ્તરણ કરવામાં આવ્યું હતું જેમાં મોટા ફેરફાર કરાયા છે. મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ પોતાની કેબિનેટમાં બીજા 36 મંત્રીઓનો સમાવેશ કર્યો છે. જેમાં ઉદ્ધવના પુુત્ર આદિત્ય ઠાકરેનો પણ સમાવેશ થાય છે. સૌથી ચોંકાવનારી નિમણુંક અજીત પવારની હતી. કેમ કે અજીત પવારને મહારાષ્ટ્રના ઉપ મુખ્ય પ્રધાન બનાવી દેવામાં આવ્યા છે.

આ એ જ અજીત પવાર છે કે જેઓ મહિના પહેલા જ ભાજપ સાથે જોડાઇને ઉપ મુખ્ય પ્રધાન બની ગયા હતા અને બાદમાં ભાજપ બહુમત સાબિત ન કરી શકી અને અજીત પવાર પરત આવી ગયા હતા. જે પણ નવા મંત્રીઓએ શપથ લીધા છે તેમાં એનસીપીના 14, કોંગ્રેસના 10 અને શિવસેનાના 12 મંત્રીઓનો સમાવેશ થાય છે. આ સાથે જ ઉદ્ધવ ઠાકરેના મંત્રીમંડળમાં હવે કુલ 43 મંત્રી થઇ ગયા છે. 

ઉદ્ધવ ઠાકરેએ મહાવિકાસ આઘાડીના નેતા તરીકે મુખ્ય પ્રધાનપદની શપથ લીધા અને એમના સાથે એકનાથ શિંદે, સુભાષ દેસાઇ, જયંત પાટીલ, છગન ભુજબળ, બાળાાહેબ થોરાત અને ડો. નિતિન રાઉતે પ્રધાન પદની શપથ લીધા બાદ બરાબર 32 દિવસ પછી આજે બપોરે એક વાગે ઉદ્ધવ ઠાકરે સરકારના પ્રધાનમંડળનું વિસ્તરણ થયું હતું.

23 નવેમ્બરે દેવેન્દ્ર ફડણવીસ સાથે નાયબ મુખ્ય પ્રધાનપદની શપથ લેનારા એનસીપીના નેતા અજિત પવારે 38 દિવસ પછી બીજી વાર અને કુલ ચોથીવાર મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન પદના શપથ લીધા છે. વિધાનભવન પ્રાંગણમાં આલીશાન શામિયાણામાં રાજ્યપાલ ભગતસિંહ કોસિયારેએ 36 પ્રધાનોને પદ અને ગૌપનિયતાના શપથ લેવડાવ્યા હતા.

પ્રચંડ પોલીસ સુરક્ષામાં આજે બપોરે ઠાકરે સરકારના પ્રધાન મંડળનું વિસ્તરણ થયું ત્યારે શિવસેનાના સંજય રાઠોડ, ગુલાબરાવ રપાટીલ, દાદા ભુસે, સંદીપાન ભુમરે, અનિલ  પરબ, ઉદય સામંત, આદિત્ય ઠાકરેએ કેબિનેટ પ્રધાન તરીકે અને અબ્દુલ સત્તાર, શંભુરાજ દેસાઇ, રાજ્યકક્ષાના પ્રદાન બન્યા છે. 

પ્રહાર સંઘટનાના બચ્ચુ કડુએ શિવસેનાના ક્વોટામાંથી રાજ્યકક્ષાના પ્રધાન તરીકે સ્થાન મેળવ્યું છે. એનસીપીના અજિત પવારે નાયબ મુખ્ય પ્રધાન પદના સોગંદ લીધા ત્યારે દિલીપ વળસે- પાટિલ,  ધનંજય મુંડે, અનિલ દેશમુખ, હસન મુશ્રીફ, રાજેન્દ્ર શિંગણે, નવાબ મલિક, રાજેશ ટોપે, જીતેન્દ્ર આવ્હાડે કેબિનેટ પ્રધાન તરીકે શપથ લીધા ત્યારે દત્તા ભરણે, અદિતી તટકરે, પ્રસાદ તનપુરે રાજ્યકક્ષાના પ્રધાન તરીકે શપથ લીધા હતાં.

અજિત પવાર સાથે આઠ પ્રધાનો અને રાજ્યકક્ષાના પ્રધાનોએ ગાંભીર્ય પૂર્વક શપથ લીધા હતા. 24 પ્રધાનો અને રાજ્યકક્ષાના પ્રધાનોએ ઇશ્વર  સાક્ષીએ શપથ લીધા હતા. બચ્ચુ કડુએ તિરંગા સાથે શપથ લીદી અને હસન મુશ્રીફે, નવાબ મલિક, અબ્દુલ સત્તારે અલ્લાને સાક્ષી માનીને શપથ લીધા હતાં. 

રાજ્યપાલ  ગુસ્સે થયા એડ. કે.સી. પાડવીએ ફરીથી સોગંદ લેવા પડયા

કોંગ્રપેસના એડ. કે.સી. પાડવી (અક્કલકુવા- નંદુરબાર) એ કેબિનેટ પ્રધાન પદના શપથ લેવા ઉભા થયા. તેમણે જે ફોર્મેટમાં શપથ લેવાયા હતા એ લીધા પછી કુદરત, મતદારો અને તમામ લોકોનો આભાર માનવાની શરૂઆત કરતા રાજ્યપાલ ભગતસિંહ કોશિયારી ગુસ્સે થયા હતા. અને ડીતના લિખકે દિયા ઉતના હી પઢો ઉસકે અલાવા મત પઢો યહાં આપકે સિનિયર ખર્ગેજી બૈઠે હૈ' ઉન્હે પૂછો એ કરેગે તો મૈં નહી કહુંગા વાપસ પઢો એવું કહ્યું અને એડ. કે.સી. પાડવીએ ફરીથી પૂર્ણ શપથ લેવા પડયા હતા.

વર્ષા ગાયકવાડ અને જીતેન્દ્ર આવ્હાડએ પણ શપથ સિવાય બોલવાના પ્રયાસ કરતા રાજ્યપાલ કોશિયારીએ આંખ ઉચી કરી. પાડવીને કહેતા તેમણે મુખ્ય પ્રધાન તરફ કટાક્ષ કર્યો ત્યારે ઉદ્ધવ ઠાકરેએ ઉભા રહીને પાડવીને શપથ લેવા સૂચન કર્યું છે. 

મુખ્ય પ્રધાન રહી ચૂકેલા અશોક ચવ્હાણ કેબિનેટમાં

(વિશેષ પ્રતિનિધિ) મુંબઇ, તા.30

મુખ્ય પ્રધાન પદે બિરાજમાન થયેલા નેતાએ પછી પ્રધાનપદ મેળવવાની શંકરરાવ ચવ્હાણ, ડો. શિવાજીરાવ પાટિલ નિસંગેકર, નારાયણ રાણેની પરંપરા અશોક ચવ્હાણે આજે જાળવી રાખી હોવાનું જાણવા મળે છે.

અશોક શંકરરાવ ચવ્હાણ જેમણે 8 ડિસેમ્બર 2008થી નવેમ્બર 2009 અને 7 નવેમ્બર 2009થી 11 નવેમ્બર 2010 સુધી મુખ્ય પ્રધાન પદ ભોગવ્યું હતું. તેમણે આદર્શ કૌભાંડમાં સંડોવવાના કારણે મુખ્ય પ્રધાન પદ છોડવું પડયું અને આજે ઉદ્ધવ ઠાકરેના સરકારમાં 30 ડિસેમ્બર 2019ના દિવસે પ્રધાનપદ મેળવ્યું હતું. 

આદિત્ય  ઠાકરે અને અમિત દેશમુખ કેબિનેટ પ્રધાન

પ્રધાનમંડળમાં પરિવારવાદને પ્રાધાન્ય

(વિશેષ પ્રતિનિધિ) મુંબઇ, તા.30

ઠાકરે પરિવારના શીર્ષષ્ઠ નેતા પ્રબોધનકાર ઠાકરે અને બાળાસાહેબ ઠાકરેએ કદી પણ કોઇ સંવિધાનિક હોદ્દો સ્વીકાર્યો નહોતો, પણ ઠાકરે ખાનગાનની ત્રીજી પેઢીના ઉદ્ધવ ઠાકરે શિવસેના પક્ષ પ્રમુખની સાથે સાથે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન પણ બન્યા છે. તેમજ ઠાકરે ખાનદાનની ચોથી પેઢીના  યુવાસેના પ્રમુખ આદિત્ય કેબિનેટ પ્રધાન પણ બની ગયા છે. એક જ પ્રધાનમંડળમાં પિતા મુખ્ય પ્રધાન અને પુત્ર કેબિનેટ પ્રધાન એવું મહારાષ્ટ્રના ઇતિહાસમાં પહેલીવાર બન્યું છે.

જો કે પંજાબમાં એવી ઘટના બની હતી, એવું જાણવા મળ્યું છે.કોંગ્રેસના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન વિરાસરાવ દેશમુખના પુત્ર અમિત વિલાસરાવ દેશમુખ ઠાકરે સરકારમાં કેબિનેટ પ્રધાન બન્યા છે તેમજ કોંગ્રેસના દિવંગત નેતા ભૂતપૂર્વ પ્રધાન ડો. પંતગરાવ કદમના પુત્ર વિશ્વજીત કદમ રાજ્યકક્ષાના પ્રધાન બન્યા છે.

ભૂતપૂર્વ પ્રધાન બાબાસાહેબ કેદારના પુત્ર સુનીલ કેદાર કેબિનેટ પ્રધાન બન્યા છે. એનસીપીના ભૂતપૂર્વ પ્રદેશાધ્યક્ષ સાંસદ સુનિલ તટકરેની પુત્રી અદિતી તટકરે પહેલીજવાર વિધાનસભા ઉપર ચૂંટાઇ આવ્યા અને રાજ્યકક્ષાના પ્રધાન બન્યા છે. તેઓ જિલ્લાપરિષદના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો