આજથી રેલવેના મુસાફરોએ પ્રવાસ માટે ટિકિટ દીઠ વધારે પૈસા ચૂકવવા તૈયાર રહેવું પડશે


મોટા ભાગની એસી અને પ્રીમિયમ ટ્રેનોના ભાડામાં જ વધારો કરાયો

1447 કિ.મી. અંતર કાપનાર દિલ્હી-કોલકાતા રાજધાનીની ટિકિટમાં રૂ.58નો વધારો

નવી દિલ્હી, તા. 31 ડિસેમ્બર, 2019, મંગળવાર

ડૂંગળી અને ટામેટાએ  પ્રજાની ખીસ્સામાં મોટો કાપ મૂક્યા પછી હવે સરકારે નવા વર્ષની સાંજથી જ રેલવેમાં મુસાફરી કરનારાઓ પર બોજ નાંખ્યો હતો. પહેલી જાન્યુઆરીથી રેલેવના કેટલાક વર્ગની ટિકિટોનાં ભાવમાં વધારો થશે. ખાસ તો લાંબા અંતરની મુસાફરી કરનારને વધારે પૈસા ચૂકવવા પડશે.

રેલવેએ કિલોમીટરના પૈસા દીઠ ભાવ વધારો કર્યો હતો. રેલવેએ મેલ અને એક્સપ્રેસ ટ્રનના ભાવમાં કિલો મીટરદીઠ બે પૈસાનો વધારો કર્યો હતો .એસી ટ્રેનના ભાડામાં કિમી. દીઠ ચાર પૈસા વધાર્યા હતા. શતાબ્દી,રાજધાની અને દુરંતો જેવી પ્રિમીયમ  ટ્રેનોમાં મુસાફરી કરનારે પણ નવા વર્ષે વઘારે ચૂકવવાની તૈયારી રાખવી પડશે. 

છેલ્લે 2014-15માં રેલવે ટિકિટોના ભાવમાં  14.2 ટકાનો વધારો કરાયો હતો.જ્યારે રેલવે નુરમાં 6.5 ટકાનો વધારો કર્યો હતો. ત્યાર પછીથી રેલવેએ ફલેક્સી રેટ પધ્ધતી દાખલ કરી હતી જેના કારણે પસંદગીની ટ્રેનોમાં ભાડામાં વધારો કર્યો હતો. ત્યાર પછી વંદે ભારત એક્સપ્રેસ અને તેજસ જેવી નવી ટ્રેનો પણ ખાનગી ધોરણે ચલાવી હતી.

રેલવેએ એક નિવેદનમાં કહ્યું હતું કે વધારેલા ભાડામાંથી મળનારી રકમનો ઉપયોગ માળખાકીય સુવિધાઓ વધારવા અને રેલવેના આધુનિકરણ માટે કરાશે.રેલવેના ભાડા વધારવાનું બીજું કારણ સાતમો પગાર પંચ પણ છે જેના કારણે રેલવે પર પગાર રૂપે બોજ વધશે.

વિવિધ રેલવે સ્ટેશને સુવિધાઓ વધારવા, ટ્રેનોની સંખ્યા વધારવા અને વિશ્વ કક્ષાની સુવિધાઓ પુરી પાડવા રેલવે દ્વારા આ પગલું ભરવામાં આવ્યું હતુંક્ ઓર્ડીનરી નોન એસી ટે્રનમાં સેકંડ કલાસમાં,સ્લીપર કલાસ ઓર્ડીનરી અને ફર્સ્ટ કલાસ ઓર્ડિનરીમાં દરેકમાં કિમી દીઠ એક એક પૈસાનો વધારો કરાયો હતો. જ્યારે મેલ-એક્સપ્રેસ નોન એસી ટ્રેનમાં કિમી દીઠ બબ્બે પૈસાનો વધારો કર્યો હતો. આ ટ્રેનમાં સેકંડ કલાસ (મેલ-એક્સપ્રેસ),સ્લીપર કલાસ (મેલ-એક્સપ્રેસ) અને ફર્સ્ટ કલાસ (મેલ-એક્સપ્રેસ) ટ્રેનોનો સમાવેશ થતો હતો.

એસી કલાસની ટ્રેેનોમાં પણ આ રીતે ભાડો વધાર્યો હતો. એસી કાર ચેરમાં, થ્રી ટાયર એસીમાં અને એસી ટુ ટાયર તેમજ એસી ફર્સ્ટ કલાસ-ઇકોનોમી કલાસમાં તમામમાં ચાર ચાર પૈસાનો વધારો કરાયો હતો. તો ઉપ નગરીય  રેલવે સેવા અને સીઝન ટિકિટોમાં કોઇ પણ જાતનો વધારો કરાયો નથી.જો કે અગાઉ જેમણે ટિકિટો બુક કરાવી લીધી હશે તેમને વધારાની રકમ ભરવી નહીં પડે. ઉપરાંત કેટેરિંગમાં પણ કોઇ જ વધારો કરાયો નથી.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

તાઈવાને તોડી પાડ્યુ ચીનનુ સુખોઈ-35 વિમાન? ચીન-તાઈવાન વચ્ચેનો વિવાદ ઉગ્ર બનશે