રાહુલ ગાંધી મૂર્ખ શિરોમણી છે, તેમને CAA શું છે તેની સમજ જ નથી: નાયબ સિંહ સૈની

કૈથલ (ઉત્તર પ્રદેશ) તા.31 ડિસેંબર 2019, મંગળવાર

ભાજપના ઉત્તર પ્રદેશના કુરુક્ષેત્ર વિસ્તારના સાંસદ નાયબ સૈનીએ નાગરિકતા સુધારા કાયદા અંગે બોલતાં કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને મૂર્ખશિરોમણી ગણાવ્યા હતા.

કૈથલના જાહેર બાંધકામ ખાતાના રેસ્ટ હાઉસમાં સ્થાનિક લોકોની સમસ્યા જાણવા ગયેલા સાંસદ મિ઼ડિયા સાથે વાતચીત કરી રહ્યા હતા ત્યારે બોલ્યા કે સીએએ શું છે એની રાહુલને કશી સમજ નથી. એ મનમાં આવે એવો બડબડાટ કર્યે જાય છે.

સાંસદે કહ્યું કે કોઇ પણ નવા કાયદા વિશે બોલતાં પહેલાં સમજવાની કોશિશ કરવી જોઇએ કે આ શું છે અને શા માટે છે. માત્ર બોલવા ખાતર બોલીને પોતાની અક્કલનું પ્રદર્શન ન કરવું જોઇએ.

તેમણે એવો દાવો કર્યો હતો કે સુપ્રીમ કોર્ટે પરવાનગી આપ્યા બાદ આસામમાં એનઆરસી લાગુ પાડવાની જાહેરાત થઇ હતી. આખા દેશમાં એનઆરસી લાગુ પાડવાની યોજના છે. અગાઉની સરકારે લીધેલા આ નિર્ણયનો અમે માત્ર અમલ કરી રહ્યા છીએ.

હરિયાણામાં મનોહરલાલ ખટ્ટરે પોતે પણ એનઆરસી લાકુ પાડવાની વાત સ્વીકારી છે એવું પણ તેમણે કહ્યું હતું.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

તાઈવાને તોડી પાડ્યુ ચીનનુ સુખોઈ-35 વિમાન? ચીન-તાઈવાન વચ્ચેનો વિવાદ ઉગ્ર બનશે