મંત્રણા નિષ્ફળ, નાટો સક્રિય, યુદ્ધ વકરવાની શક્યતા
યુક્રેનની રશિયન દળો પાછા ખેંચવા માંગ, બેલારૂસ રશિયા તરફે જ્યારે લેટવિયા યુક્રેનની પડખે યુક્રેન સામે યુદ્ધનો અંત લાવવા પુતિનની ત્રણ શરતો રશિયાના લોકોએ બેન્કોની બહાર લાઇનો લગાવી કીવ : યુક્રેન અને રશિયા વચ્ચેની શાંતિ મંત્રણા નિષ્ફળ જતાં યુદ્ધ વકરવાની શક્યતા છે. તેની સાથે નાટો પણ સક્રિય થઈ ગયું છે. યુક્રેનના રશિયા સાથેના યુદ્ધમાં મોડે-મોડેથી જાગેલા નાટોએ સક્રિયતા દાખવવા લાગતા યુક્રેનને શસ્ત્રોનો પુરવઠો પહોંચાડવા માંડયો છે. તેના પગલે રશિયા સામે જીવ પર આવીને લડતા યુક્રેનના લશ્કરના જીવ આવ્યો છે. પણ નાટો સક્રિય થતાં પુતિન આક્રમક થયા છે અને તેમણે રશિયાની ન્યુક્લિયર ફોર્સને હાઇ એલર્ટ પર રાખી છે. આના પગલે ત્રીજા વિશ્વયુદ્ધનો તખ્તો તૈયાર થઈ ગયો છે. આ ઉપરાંત રશિયાનું સાથીદાર બેલારૂસ ગમે ત્યારે ઉતરી શકે તેમ મનાય છે. આ સંજોગોમાં નાટો દેશો પણ મેદાનમાં ઉતરી શકે છે. પુતિન અને ફ્રાન્સના પ્રમુખ વચ્ચે દોઢ કલાક વાટાઘાટો થઇ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાડીમીર પુતિને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને સ્પષ્ટ જણાવી દીધું છે કે યુક્રેનની સાથે સમાધાન ત્યારે જ શક્ય છે જ્યારે રશિયાના સુરક્ષા હિતોને સશર્ત માન