યુક્રેન સરહદે રશિયન સમર્થક બળવાખોરોનો તોપમારો
રશિયાએ યુક્રેન સરહદે નવો પુલ બાંધ્યો, ગમે તે ઘડીએ હુમલો કરશે : સેટેલાઈટ ઈમેજના આધારે અમેરિકાની ચેતવણી
યુક્રેન સરહદેથી સેના પાછી ખેંચી હોવાની રશિયાની વાત ખોટી, વધુ 7000 સૈનિકો તૈનાત કર્યા : અમેરિકાનો દાવો
રોષે ભરાયેલા રશિયન પ્રમુખ પુતિને મોસ્કોમાં અમેરિકન દૂતાવાસમાંથી ટોચના અધિકારીને હાંકી કાઢ્યા
રશિયા-યુક્રેન કટોકટી વચ્ચે અમેરિકાએ જર્મનીમાં એફ-35 લડાકુ વિમાનો તૈનાત કર્યા
કીવ : યુક્રેન સરહદેથી રશિયાએ સૈન્ય પાછું ખેંચવાની શરૂઆત કરી દીધી હોવાના અહેવાલો વચ્ચે અમેરિકાએ સેટેલાઈટ ઈમેજના આધારે દાવો કર્યો હતો કે રશિયન પ્રમુખ પુતિન દુનિયાને ગેરમાર્ગે દોરે છે.
સૈન્ય પાછું ખેંચવાને બદલે સરહદે વધુ 7000 સૈનિકો તૈનાત કર્યા છે અને સરહદે નવો પુલ પણ બાંધી દીધો છે. દરમિયાન રશિયન સમર્થક યુક્રેનના બળવાખોરોએ યુક્રેન સરહદે આવેલા ગામડાંઓમાં તોપમારો કર્યો હતો. તેના કારણે સરહદી વિસ્તારમાં તંગદિલી વધી ગઈ હતી.
વ્હાઈટ હાઉસના પ્રેસ સેક્રેટરી જેન સાકીએ એક નિવેદનમાં દાવો કર્યો હતો કે રશિયા ગમે તે ઘડીએ યુક્રેન ઉપર હુમલો કરે એવી શક્યતા છે. રશિયા-યુક્રેનની કટોકટીના સંદર્ભમાં વિશ્વનું સમર્થન મેળવવા માટે પ્રમુખ જો બાઈડને ઉપપ્રમુખ કમલા હેરિસ અને વિદેશ મંત્રી ટોની બ્લિંકનને મ્યુનિકમાં થનારા સંમેલનમાં મોકલ્યા છે. આ બંને નેતાઓ અમેરિકાનો પક્ષ રજૂ કરીને રશિયા સામે વિશ્વના દેશોની સહમતી મેળવશે.
અમેરિકાએ સેટેલાઈટ ઈમેજના આધારે એવો દાવો કર્યો હતો કે રશિયા યુક્રેન મુદ્દે જૂઠાણું ચલાવે છે. સૈન્ય પાછું ખેંચવાની વાત કરીને પુતિન દુનિયાને ગેરમાર્ગે દોરે છે, પરંતુ હકીકત એ છે કે રશિયાએ સરહદે પુલ બાંધી લીધો છે અને સૈનિકો ઘટાડવાને બદલે વધુ 7000 સૈનિકો તૈનાત કરી દીધા છે. અત્યારે રશિયાના દોઢ લાખ જેટલા સૈનિકો યુક્રેનની સરહદે તૈનાત થઈ ચૂક્યા છે.
દરમિયાન યુક્રેનના શસ્ત્રવિરામના વિસ્તારમાં રશિયન સમર્થક બળવાખોરોએ તોપમારો કર્યો હતો. યુક્રેને દાવો કર્યો હતો કે રશિયાના દોરીસંચારથી યુક્રેનના બળવાખોરોએ સરહદી ગામડાંઓને નિશાન બનાવ્યા હતા અને તોપમારો કરવા ઉપરાંત ફાયરિંગની ઘટના પણ બની હતી.
પૂર્વી યુક્રેનની સરહદે આ તોપમારો થયો હતો. યુક્રેનના સરકારીદળોએ બળવાખોરોને નિશાન બનાવીને 24કલાકમાં ચાર-ચાર વખત ફાયરિંગ કર્યું હોવાનો દાવો બળવાખોર જૂથોએ કર્યો હતો. જોકે, યુક્રેને એ દાવો નકારી દીધો હતો.
રશિયાએ સૈન્ય પાછું બોલાવવાના અહેવાલો પછી પણ અમેરિકાએ દાવો ચાલુ રાખ્યો હતો કે રશિયા ગમે તે ઘડીએ યુક્રેન પર હુમલો કરશે. એનાથી રોષે ભરાયેલા રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિને અમેરિકા સામે પગલાં ભર્યા હતા. પુતિને મોસ્કો સિૃથત અમેરિકન દૂતાવાસના એક ટોચના અિધકારીને હાંકી કાઢતા અમેરિકા લાલઘૂમ થયું હતું.
રશિયન સમાચાર સંસૃથાએ જાણકારી આપી હતી એ પ્રમાણે વિદેશ મંત્રાલયે અમેરિકન દૂતાવાસને નોટિસ પાઠવી હતી. દાવા-પ્રતિદાવા વચ્ચે યુદ્ધની સિૃથતિને ધ્યાનમાં રાખીને અમેરિકાએ જર્મનીમાં એફ-35 લડાકુ વિમાનોને સ્ટેન્ડ બાય રાખી દીધા છે. આ વિમાનો અમેરિકન વાયુસેનાના રીઝર્વ ફોર્સનો હિસ્સો છે.
યુરોપમાં નાટોની શક્તિને વધુ મજબૂત કરવાના ભાગરૂપે અમેરિકાએ આ લડાકુ વિમાનોને જર્મની મોકલ્યા હતા. અમેરિકન વાયુસેનાએ પણ સ્વીકાર્યું હતું કે જર્મનીમાં રીઝર્વ ફોર્સના લડાકુ વિમાનો તૈનાત કરાયા છે, પરંતુ તેની સંખ્યા બાબતે કોઈ જ સ્પષ્ટતા કરવામાં આવી ન હતી. આ ફાઈટર વિમાનો નાટો દળમાં જોડાશે એટલે નાટોની સૈન્ય શક્તિમાં વધારો થશે.
Comments
Post a Comment