રશિયાએ પાંચને ઠાર કર્યા, યુક્રેને તોપમારો કરી ચોકી ઉડાવી


રશિયાએ યુક્રેન પર આક્રમણનો આદેશ આપી દીધો હોવાનો અમેરિકાનો દાવો 

પુતિન આજે પૂર્વીય યુક્રેનને માન્યતા આપવાની જાહેરાત કરશે : કાળા સમુદ્રમાં લશ્કરી કવાયત કરીને રશિયાનું શક્તિપ્રદર્શન

મોસ્કો : રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધની શક્યતા ઘેરી બની  ગઈ છે. ઘણાં અહેવાલોમાં તો બંને વચ્ચે યુદ્ધ ફાટી નીકળ્યું હોવાના દાવા પણ થયા હતા. રશિયન આર્મીએ જાહેરાત કરી હતી કે રશિયન સરહદમાં ઘૂસીને આતંક મચાવતા પાંચ યુક્રેની નાગરિકોને ઠાર કર્યા હતા.

આ નાગરિકો સૈનિકો હતા કે કેમ તે બાબતે હજુ સુધી કોઈ સ્પષ્ટતા થઈ ન હતી. રશિયન આર્મીએ દાવો કર્યો હતો કે રશિયાની સરહદમાં ઘૂસીને આતંક મચાવનારા યુક્રેનના પાંચ આતંકવાદીઓને ઠાર કર્યા હતા.

એ પહેલાં યુક્રેને તોપમારો કરીને રશિયાની ચોકીને તોડી પાડી હતી. આ ઘટનાઓ પછી બંને દેશ વચ્ચેની તંગદિલી યુદ્ધમાં પરિવર્તન થવાની પૂરી શક્યતા વ્યક્ત થઈ રહી છે. સેટેલાઈટ ઈમેજના આધારે એવો દાવો થયો હતો કે યુક્રેન-રશિયાની સરહદે હિલચાલ ખૂબ જ તીવ્ર થઈ ગઈ છે. તોપો, ટેન્કો, સૈનિકોની તૈનાતી સતત વધી રહી છે.

યુક્રેન સાથે સંઘર્ષ વચ્ચે રશિયન પ્રમુખ પુતિને બળતામાં ઘી હોમતા હોય તેમ પૂર્વીય યુક્રેનને માન્યતા આપવા મુદ્દે સોમવારે સિક્યોરિટી કાઉન્સિલ સાથે બેઠક યોજી હતી. રશિયન સંસદે પૂર્વી યુક્રેનને માન્યતા આપવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે.

હવે પ્રમુખ વ્લાદિમિર પુતિન આજે પૂર્વીય યુક્રેનને માન્યતા આપવાની જાહેરાત કરશે. આ અંગે ટૂંક સમયમાં કરાર પર હસ્તાક્ષર કરાશે. જર્મની તથા ફ્રાન્સને પણ તેની માહિતી આપી દેવામાં આવી છે. પુતિને કહ્યું હતું કે રશિયાએ વિવાદ ઉકેલવા પ્રયાસો કર્યા છે.

યુક્રેન પર આક્રમણ કરવાની અમારી કોઈ યોજના નથી. નાટો કે અમેરિકાના આશ્વાસનોની જરૂર નથી એમ પણ રશિયન પ્રમુખે ઉમેર્યું હતું. પૂર્વી યુક્રેન ઉપર રશિયન સમિર્થક અલગતાવાદીઓનો અંકુશ છે. રશિયાએ યુક્રેનનું નાક દબાવવા એ મુદ્દે સંસદમાંથી ઠરાવ પણ પસાર કર્યો છે. પુતિને એ મુદ્દે સુરક્ષા પરિષદની બેઠક બોલાવીને ચર્ચા શરૂ કરી છે.

અમેરિકન ગુપ્તચર વિભાગના અિધકારીઓએ એવો દાવો કર્યો હતો કે યુક્રેન ઉપર હુમલાનો આદેશ રશિયાએ આપી દીધો છે. વ્હાઈટ હાઉસના અિધકારીઓએ પણ એવો જ દાવો કર્યો હતો કે રશિયાએ યુદ્ધની તૈયારીની આખરી ઓપ આપ્યો છે અને ગમે તે ઘડીએ યુદ્ધ જાહેર થશે. એ બધા વચ્ચે યુક્રેનના પ્રમુખે રશિયન પ્રમુખ સાથે વાતચીતનો પ્રસ્તાવ આપ્યો તે પછી પણ સરહદે બંને દેશો વચ્ચેનું ઘર્ષણ ઘટયું ન હતું.

અમેરિકાના પ્રમુખ જો બાઈડને રશિયન પ્રમુખ પુતિન સાથે મંત્રણા કરવાની તૈયારી બતાવી છે. વ્હાઈટ હાઉસના એક નિવેદનમાં કહેવાયું હતું કે પ્રમુખ બાઈડન એ બાબતે સ્પષ્ટ છે કે જો રશિયા યુક્રેન ઉપર હુમલો ન કરવાની ખાતરી આપે તો રશિયન પ્રમુખ પુતિન સાથે વાતચીત કરવા તૈયાર છે. અમેરિકાએ રાજદ્વારી રીતે આ કટોકટીનો રસ્તો કાઢવાના દરવાજા હજુય ખુલ્લા રાખ્યા છે.

ફ્રાન્સના પ્રમુખ ઈમાન્યુઅલ મેક્રોંએ જણાવ્યું હતું કે ફ્રાન્સે જે કોન્ફરન્સનો પ્રસ્તાવ મૂક્યો છે એમાં પુતિન અને બાઈડન સંવાદ કરવા તૈયાર થાય. કટોકટીમાંથી રસ્તો કાઢવો હશે તો સંવાદ એકમાત્ર રસ્તો  બચ્યો છે. એ પહેલા ફ્રાન્સના પ્રમુખ ઈમાન્યુઅલ મેક્રોંએ રશિયન પ્રમુખ પુતિન સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી.

બંને વચ્ચે યુક્રેન કટોકટી બાબતે 105 મિનિટ સુધી ફોનમાં વાતચીત કરી હોવાનું ફ્રાન્સે કહ્યું હતું. મેક્રોંએ યુક્રેનના અલગતાવાદીઓને સમર્થન ન આપવાની પુતિનને અપીલ કરી હતી. તો પુતિને આ સમગ્ર સિૃથતિ માટે યુક્રેન જવાબદાર હોવાની દલીલ કરી હતી. આ ઘટનાક્રમ વચ્ચે રશિયન આર્મીએ બ્લેક સીમાં રશિયન નેવીએ શક્તિ પ્રદર્શન કર્યું હતું. 

યુદ્ધની આશંકાએ મોસ્કો ઇન્ડેક્સમાં કડાકો

યુક્રેન સાથે યુદ્ધની આશંકાએ સોમવારે રશિયાના શેરબજારના વિવિધ ઇન્ડેક્સીસમાં કડાકો બોલ્યો હતો.આરટીએસ ઇન્ડેક્સ 13.21 ટકા ઘટી 1,207 .50 થયો હતો. મોએક્સ બ્રોડમાર્કેટ ઇન્ડેક્સ 10.42 ટકા ઘટી 2,192.94 પોઇન્ટ થયો હતો. મોએક્સ બ્લુ ચિપ ઇન્ડેક્સ 10.67 ટકા ઘટી 19,835.06 થયો હતો.  જ્યારે રશિયન વોલેટાલિટી ઇન્ડેક્સ 5.04 ટકા ઘટીને 87.65 થયો હતો.

યુક્રેન કટોકટી વચ્ચે ઈમરાન ખાન આજથી રશિયાની મુલાકાતે

પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન 23 અને 24 ફેબુ્રઆરી રશિયામાં રહેશે. પાકિસ્તાન સરકારે એક સત્તાવાર નિવેદનમાં કહ્યું હતું કે રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિનના આમંત્રણથી ઈમરાન ખાન રશિયા પહોંચશે. બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય સંબંધો મજબૂત બનાવવા ચર્ચા થશે.

કેટલાક આિર્થક રોકાણો પાકિસ્તાનમાં થાય તે માટેના પ્રયાસો પણ ઈમરાન ખાન કરશે. પાકિસ્તાન ગંભીર આિર્થક કટોકટીમાંથી પસાર થઈ રહ્યું હોવાથી રશિયન રોકાણ માટે ઈમરાન ખાને પ્રયાસો હાથ ધર્યા હતા. 1999માં નવાઝ શરિફે રશિયાની મુલાકાત કરી હતી. એ પછી લગભગ 23 વર્ષ પછી રશિયા જનારા ઈમરાન ખાન પહેલા વડાપ્રધાન બનશે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

તાઈવાને તોડી પાડ્યુ ચીનનુ સુખોઈ-35 વિમાન? ચીન-તાઈવાન વચ્ચેનો વિવાદ ઉગ્ર બનશે