દીપક ચહરને ધોની કરતા વધારે પૈસા મળ્યા, ઈશાન કિશન તેમજ હર્ષલને ખરીદવા પણ કેમ પૈસાનો વરસાદ થયો, જાણો
નવી દિલ્હી, તા. 13. ફેબ્રુઆરી 2022 રવિવાર
આઈપીએલની આગામી સીઝન માટે બેંગ્લોરમાં ખેલાડીઓની હરાજી ચાલી રહી છે અને તેમાં પહેલા દિવસે 10 પ્લેયર એવા હતા જેમને 10 કરોડ રુપિયા કરતા વધારે રકમ મળી છે.
આ પૈકી દીપક ચહરને ધોની કરતા વધારે કરમ મળી છે.જ્યારે ઈશાન કિશને બુમરાહને પાછળ છોડી દીધો છે.હર્ષલ પટેલને આરસીબીના પ્રમુખ બોલર સિરાજ કરતા વધારે પૈસા મળ્યા છે.
ચેન્નાઈએ ધોનીને 12 કરોડ અને મુંબઈએ બુમરાહને 12 કરોડ રુપિયામાં રીટેન કર્યો છે.ચેન્નાઈની ટીમે ચહરને 14 કરોડ તો મુંબઈએ કિશનને 15.25 કરોડ રુપિયા આપ્યા છે.આરસીબીએ હર્ષલ પટેલને 10.75 કરોડ રુપિયામાં પાછો ખરીદયો છે.બેંગ્લોરે સિરાજને સાત કરોડ રુપિયા આપ્યા છે.
દીપકને 2018માં ચેન્નાઈએ માત્ર 80 લાખ આપ્યા હતા અને આજે તેને 18 ગણા વધારે પૈસા મળ્યા છે.ચહરની બોલને સ્વિંગ કરાવવાની ક્ષમતાના કારણે ચેન્નાઈએ તેને આટલી મોટી રકમ ચુકવી છે.
જ્યારે ક્વિન્ટન ડી કોકને ગુમાવ્યા બાદ મુંબઈને એક એવા વિકેટ કીપરની જરુર હતી જે સ્ફોટક બેટિંગ પણ કરી શકે.છેલ્લી ત્રણ સિઝનથી ઈશાન કિશન મુંબઈ માટે પોતાની જાતને સાબિત કરી ચુકયો છે.તે ઓપનિંગ કે મિડલ ઓર્ડરમાં રમી શકે છે.જેના પગલે મુંબઈએ તેના માટે ભારે મોટી રકમ ચુકવી છે.
હર્ષલ પટેલની વાત કરવામાં આવે તો હર્ષલે ગઈ સિઝનમાં 32 વિકેટો લીધી હતી.ડેથ ઓવરમાં તે અસરકારક યોર્કર અને ધીમા બોલ પણ ફેંકી શકે છે.જેના કારણે આરસીબી તેને કોઈ પણ કિંમત પર પાછો લેવા માંગતી હતી.
Comments
Post a Comment