યુદ્ધની ભીતિ વચ્ચે રશિયાએ જાપાન નજીક ૨૫ યુદ્ધજહાજો અને સબમરીનની તૈનાતી કરી
જાપાન-અમેરિકા વચ્ચે સંરક્ષણ સહયોગ મજબૂત છે. જાપાન પ્રશાંત મહાસાગરમાં અમેરિકાને સમર્થન ન આપે તે માટે રશિયાએ કડક મેસેજ આપ્યો હતો. રશિયાએ જાપાનના દરિયા નજીક એક બે નહીં, પણ ૨૪ યુદ્ધજહાજોની તૈનાતી કરી દીધી છે. તે ઉપરાંત સબમરીનને પણ દરિયામાં ઉતારી દીધી છે. જાપાને આ ઘટનાને અસાધારણ ગણાવી હતી.
જાપાન-અમેરિકાના ડિફેન્સ રીલેશન જોતાં રશિયાએ જાપાન નજીક ૨૪ યુદ્ધજહાજોની તૈનાતી કરી દીધી હતી. કુરિલ ટાપુ સમુહ નજીક જાપાનની દુખતી નસ ઉપર રશિયાએ હાથ મૂક્યો છે. એટલું જ નહીં, સબમરીનને પણ દરિયામાં ઉતારી દીધી હતી. જાપાનના નિષ્ણાતોએ આ તૈનાતીને અસાધારણ ગણાવી હતી. જાપાનને યુદ્ધમાં ન જોતરાવવાનો મેસેજ આપીને રશિયાએ આ તૈનાતી કરી હોવાની શક્યતા છે. રશિયા પૂર્વ અને પશ્વિમ બંને મોરચે લડી લેવાના મૂડમાં હોય એ રીતે આ તૈનાતી કરવામાં આવી હતી. રશિયાએ ગત ૧લી ફેબુ્રઆરીથી જ જાપાન નજીકના દરિયામાં યુદ્ધઅભ્યાસ શરૃ કર્યો હતો. જાપાનના સંરક્ષણ મંત્રી નોબુઓ કિશીએ કહ્યું હતું કે રશિયાએ આ અભ્યાસથી એવું બતાવવા માગતું હોય એ શક્ય છે કે બંને મોરચે તે સૈન્ય ઓપરેશન પાર પાડી શકવા સક્ષમ છે.
Comments
Post a Comment