યુક્રેન માટે આગામી 24 કલાક કટોકટી ભર્યા : પ્રમુખ ઝેલેન્સ્કી


યુરોપીયન યુનિયનમાં સામેલ થવા યુક્રેને અરજી કરી

રશિયાના 5300થી વધુ જવાનો માર્યા ગયા, રશિયન જવાનો પરત જતા રહે : યુક્રેનના રાષ્ટ્રપતિ

યુક્રેનના મુખ્ય શહેરોમાં કરફ્યૂ યથાવત, માત્ર કારમાં અનુમતી સાથે બહાર નિકળી શકાશે

યુદ્ધમાં રશિયાના 816 યુદ્ધ વાહનો, 60 ફ્યૂલ ટેંકો, 29 વિમાનો, 29 હેલિકોપ્ટર, 21 ગ્રેડ રોકેટ લોંચરોનો નાશ 

કીવ : રશિયાએ યુક્રેનના રાષ્ટ્રપતિની હત્યા માટે કાવતરૂ ઘડયું છે. આ માટે યુક્રેનમાં સક્રિય પોતાના માણસોની મદદથી રશિયા યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સ્કીની હત્યા કરાવી શકે છે. તેવા સૃથાનિક મીડિયા દ્વારા દાવા થઇ રહ્યા છે.

યુક્રેન સાથેના યુદ્ધમાં અત્યાર સુધીમાં રશિયાના 5300થી વધુ જવાનો માર્યા ગયા છે. આ સાથે જ રશિયાએ 816 યુદ્ધ વાહનો, 291 કાર, 191 ટેંક, 60 ફ્યૂલ ટેંકો, 29 વિમાનો, 29 હેલિકોપ્ટર, 21 ગ્રેડ રોકેટ લોંચર, પાંચ એન્ટી એરક્રાફ્ટ વોરફેર, 3 ડ્રોનનો પણ યુક્રેને નાશ વાળ્યો છે. 

કટોકટીના સમયે યુક્રેનના રાષ્ટ્રપતિ અન્ય દેશોની મદદ માગી રહ્યા છે. તેઓએ એક વીડિયોના માધ્યમથી યુરોપિયન યુનિયનને અપીલ કરી છે કે તે યુક્રેનને ઇયુમાં સભ્ય પદ આપે. આ સભ્યપદ મળી ગયા બાદ ઇયુના દેશો યુક્રેનને મદદ માટે આગળ આવે તેવી આશા છે. 

રશિયાના સૈનિકોના મોતનો આંકડો 5300ને પાર પહોંચ્યો છે. આ જાણકારી આપતી વેળાએ યુક્રેનના રાષ્ટ્રપતિએ રશિયાના જવાનોને અપીલ કરી છે કે તેઓ યુદ્ધના મેદાનને છોડી દે અને પરત જતા રહે, તેઓએ એમ પણ કહ્યું છે કે રશિયાના નેતાઓના આદેશોનું જવાનો પાલન ન કરે. 

યુક્રેનના રાષ્ટ્રપતિએ બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોન્સન અને પોલિશ પ્રમુખ એન્ડ્રેઝ દુદા સાથે વાત કરી હતી. બ્રિટનના વડાપ્રધાને યુક્રેનના જવાનો અને નાગરિકોની બહાદુરીના વખાણ કર્યા હતા જ્યારે યુક્રેનના રાષ્ટ્રપતિએ તેમને કહ્યું હતું કે આગામી 24 કલાક નિર્ણાયક સાબિત થઇ શકે તેમ છે. 

યુક્રેનના શહેરોમાં કરફ્યૂ લાગુ કરાયો છે. માત્ર અનુમતી સાથે જ કારમાં જ બહાર નિકળવાની છુટ અપાઇ છે જ્યારે શરણ લેવા કે મદદ માટે જ લોકોને બહાર નિકળવા દેવાશે. રશિયા દ્વારા હવાઇ હુમલાની ભીતિને પગલે આ નિર્ણય લેવાયો છે. 

યુક્રેન પર હુમલાને પગલે રશિયા સાથે અન્ય દેશો સંબંધો તોડવા લાગ્યા છે જેમાં જાપાનનો પણ સમાવેશ થાય છે. રશિયન મધ્યસૃથ બેંક વિરૂદ્ધ લાગુ કરાયેલા પ્રતિબંધોમાં જાપાન પણ જોડાયું છે. આ ઉપરાંત રશિયા પર પણ કેટલાક પ્રતિબંધો લાગુ કરવાની વાત કરી હતી.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો