UP Election 2022: 5મા તબક્કાનું મતદાન, મૌર્યએ કહ્યું- 'સાઈકલ' બંગાળની ખાડીમાં પડશે


- ગાંધી પરિવારના ગઢ ગણાતા રાયબરેલી અને અમેઠી જિલ્લા ઉપરાંત સુલતાનપુર સહિત 12 જિલ્લાની 61 બેઠકો પર મતદાન

લખનૌ, તા. 27 ફેબ્રુઆરી, 2022, રવિવાર

ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં આજે 5મા તબક્કા માટે મતદાન થઈ રહ્યું છે. પ્રયાગરાજ, અયોધ્યા, અમેઠી, સુલતાનપુર, ચિત્રકૂટ, ગોંડા, બહરાઈચ, શ્રાવસ્તી, રાયબરેલી, પ્રતાપગઢ, કૌશાંબી, બારાબંકી જિલ્લામાં મતદાન થઈ રહ્યું છે. આ તબક્કામાં 12 જિલ્લાની 61 વિધાનસભા બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. આ 61 બેઠકો પર 692 ઉમેદવારો મેદાનમાં છે. 

ઉત્તર પ્રદેશની ચૂંટણીના 5મા તબક્કામાં યુપી સરકારના નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય, યોગી સરકારમાં મંત્રી મોતી સિંહ, નંદ ગોપાલ ગુપ્તા નંદી, સિદ્ધાર્થ નાથ સિંહ, રમાપતિ શાસ્ત્રી, ચંદ્રિકા પ્રસાદ ઉપાધ્યાયની કિસ્મત પર દાવ લાગ્યો છે. કોંગ્રેસના આરાધના મિશ્રા મોના અને જનસત્તા દળના અધ્યક્ષ રઘુરાજ પ્રતાપ સિંહ ઉર્ફે રાજા ભૈયા ઉપરાંત અપના દળ (કમેરાવાદી)ના અધ્યક્ષ કૃષ્ણા પટેલના ભવિષ્ય અંગે પણ નિર્ણય લેવાશે. 

વડાપ્રધાન મોદીની ટ્વિટ

વડાપ્રધાન મોદીએ ટ્વિટમાં લખ્યું હતું કે, ઉત્તર પ્રદેશમાં લોકશાહીના ઉત્સવનો આજે 5મો તબક્કો છે. તમામ મતદારોને મારૂં નિવેદન છે કે, તેઓ પોતાના મતાધિકારનો પ્રયોગ કરે અને પોતાનો કિંમતી મત અવશ્ય આપે.

કેશવ મૌર્યએ અખિલેશ પર સાધ્યું નિશાન

નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યએ વિધાનસભા ચૂંટણીના 5મા તબક્કા વચ્ચે કૌશામ્બી ખાતે પોતાના નિવાસસ્થાને પૂજા કરી હતી. તેઓ સિરાથૂ મતક્ષેત્ર ખાતેથી ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે. મીડિયા સાથેની વાતચીત દરમિયાન તેમણે જણાવ્યું કે, મારા મતે સિરાથૂના લોકો કમળ ખીલવશે અને સિરાથૂના દીકરાને મોટા અંતરથી વિજય અપાવશે. ભાજપ સરકાર યુપીના 24 કરોડ લોકોના કલ્યાણ માટે કામ કરી રહી છે. માટે લોકોએ નક્કી કરી લીધું છે કે, કમળ ખીલવવું છે. 10મી માર્ચે લોકોના આશીર્વાદથી અહંકારના આસમાનમાં ઉંચી ઉડાન ભરનારા અખિલેશ યાદવની સાઈકલ બંગાળની ખાડીમાં પડશે. તેમની સાઈકલ પહેલા સૈફઈ માટે ઉડી હતી અને હવે બંગાળની ખાડીમાં જશે. 

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો