ભારતમાં કોરોનાની ચોથી લહેર ૨૨ જૂનની આસપાસ આવશે અને ૨૪ ઓક્ટો. સુધી ચાલશે



મુંબઇ, તા. ૨૭

કોરોનાની ત્રીજી લહેરની ઝડપ ઘટી ગઇ છે. આ સ્થિતિમાં વૈજ્ઞાાનિકો હવે ચોથી લહેરની શક્યતાઓ અંગે સંશોધન કરી રહ્યાં છે. આઇઆઇટી, કાનપુરના વૈજ્ઞાાનિકોના જણાવ્યા અનુસાર ભારતમાં કોવિડ-૧૯ની આગામી એટલે ચોથી લહેર ૨૨ જૂનની આસપાસ આવશે અને જે ૨૪ ઓક્ટોબર સુધી ચાલશે.

ઉલ્લેખનીય છે કે આ અગાઉ આઇઆઇટી શોધકર્તાએઆએ કોવિડ-૧૯ અંગે કરેલી તમામ આગાહીઓ સાચી પડી છે. ઓમિક્રોન પછી ચોથી લહેર કેટલી ખતરનાક હશે તે નવા વેરિઅન્ટ અને કેટલા લોકોને વેક્સિન અને બૂસ્ટર ડોઝ લગાવવામાં આવ્યા છે તેના પર નિર્ભર કરશે.

આ અંગે પ્રકાશિત થયેલા અહેવાલ અનુસાર વૈજ્ઞાાનિકોના અંદાજ મુજબ ચોથી લહેરની પીક ૧૫ ઓગસ્ટથી ૩૧ ઓગસ્ટની વચ્ચે હશે. ત્યારબાદ કેસ ઘટવા લાગશે. ઓમિક્રોન પછીવર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન(ડબ્લ્યુએચઓ)ના વૈજ્ઞાાનિકોના જણાવ્યા અનુસાર આ અંતિમ વેરિઅન્ટ નથી. નવો વેરિઅન્ટ આવવામાં સમય લાગી શકે છે પણ ચોક્કસ આવશે.

આ દરમિયાન ભારતમાં નવા કોરોનાના નવા ૧૦,૨૭૩ કેસો સપાટી પર આવ્યા છે. આ સાથે જ દેશમાં કોરોનાના કેસો વધીને ૪,૨૯,૧૬,૧૧૭ થઇ ગયા છે. એક્ટિવ કેસોની સંખ્યા પણ ઘટીને ૧,૧૧,૪૭૨ થઇ ગઇ છે તેમ આરોગ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડામાં જણાવવામાં આવ્યું છે. 

નવા ૨૪૩ લોકોના મોત સાથે દેશમાં કોરોનાનો કુલ મૃત્યુઆંક વધીને ૫,૧૩,૭૨૪ થઇ ગયો છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના એક્ટિવ કેસોમાં ૧૦,૪૦૯ કેસોનો ઘટાડો નોંધાયો છે. દેશમાં કોરોના વેક્સિનના અપાયેલા ડોઝની સંખ્યા વધીને ૧૭૭.૪૪ કરોડ થઇ ગઇ છે. 

બીજી તરફ સિરમ ઇન્સ્ટીટયૂટ ઓફ ઇન્ડિયાએ કોવિડ-૧૯ વેક્સિન કોવોવેક્સનો પુખ્ત વયના લોકોમાં બૂસ્ટર ડોઝ તરીકે ઉપયોગ કરવામાં લેવા માટે ત્રીજા તબક્કાનો અભ્યાસ કરવાની મંજૂરી ડ્રગ્સ કન્ટ્રોલર પાસે માગી છે. 

ડ્રગ્સ કન્ટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા(ડીસીજીઆઇ)એ ૨૮ ડિસેમ્બરના રોજ ઇમરજન્સીની સ્થિતિમાં પુખ્તોને કોવોવેક્સ આપવાની મંજૂરી આપી હતી. જો કે રાષ્ટ્રીય રસીકરણ અભિયાનમાં તેનો સમાવેશ કરવામાં આવ્યો નથી.


Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો