રાજ્યો કોરોનાના વધારાના નિયંત્રણો દૂર કરી શકે : કેન્દ્ર


દેશમાં 21 જાન્યુઆરી પછી કોરોનાના કેસોમાં સતત ઘટાડો : એક દિવસમાં કોરોનાના નવા 30,615  કેસ વધુ 514નાં મોત

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે રાજ્યોને પત્ર લખી કોવિડ-19ના નવા કેસોની સંખ્યાને આધારે વધારાના પ્રતિબંધો હળવા કરવા કહ્યું

કોરોનાના કેસો વધારે હતાં ત્યારે રાજ્યોએ પોતાની રીતે એરપોર્ટ અને સરહદો પર વધારાના નિયંત્રણો અને નાઇટ કરફ્યુ જેવા પ્રતિબંધો લાગુ કર્યા હતાં

નવા રિકોમ્બિનન્ટ વેરિઅન્ટથી હાલના તબક્કે ગભરાવાની જરૂર નથી : નિષ્ણાતો

નવી દિલ્હી : કેન્દ્રે રાજ્યોને પોતાના ક્ષેત્રમાં કોરોનાના નવા કેસોની સંખ્યાના દર પર વિચાર કર્યા પછી કોવિડ-19ના વધારાના પ્રતિબંધોની સમીક્ષા કરવા, સંશોધન કરવા આૃથવા તેમને દૂર કરવા  જણાવ્યું છે. દેશમાં સતત ઘટી રહેલા કોરોનાના કેસોને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યનો આ નિર્દેશ આપવામાં આવ્યા છે. 

કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે આ સંદર્ભમાં રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને પત્ર લખ્યો છે. આ પત્રમાં જણાવવામાં આવ્યું છે કે 21 જાન્યુઆરી, 2022 પછી દેશમાં કોરોનાના કેસોમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. 

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે વધુમાં જણાવ્યું છે કે શરૂઆતના મહિનાઓમા જ્યારે કોરોનાના કેસો વધારે હતાં ત્યારે કેટલાક રાજ્યોએ પોતાની સરહદો અને એરપોર્ટ પર વધારાના પ્રતિબંધો મૂક્યા હતાં. કોરોનાનો સામનો કરવાની સાથે એ પણ જરૂરી છે કે લોકોની અવરજવર અને આિર્થક પ્રવૃત્તિઓને અસર ન થાય.

હવે જ્યારે દેશમાં કોરોનાના કેસો ઘટી રહ્યાં છે ત્યારે રાજ્યોને તેમના દ્વારા મૂકવામાં આવેલા વધારાના પ્રતિબંધોની સમીક્ષા કર્યા પછી તેમાં સંશોધન આૃથવા દૂર કરવા જણાવવામાં આવ્યું છે. 

આ દરમિયાન દેશમાં આજે કોરોનાના નવા 30,615 કેસો નોંધવામાં આવ્યા હતાં. આ સાથે જ દેશમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા વધીને 4,27,23,558 થઇ ગઇ છે. એક્ટિવ કેસોની સંખ્યા પણ ઘટીને 3,70,240 થઇ ગઇ છે તેમ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડામાં જણાવવામાં આવ્યું છે. 

દેશમાં વધુ 514 લોકોનાં કોરોનાને કારણે મોત થતાં દેશમાં કોરોનાનો કુલ મૃત્યુઆંક વધીને 5,09,872 થઇ ગયો છે. છેલ્લા દસ દિવસથી કોરોનાના દૈનિક કેસો એક લાખથી ઓછા નોંધવામાં આવે છે.  છેલ્લા 24 કલાકમાં કોરોનાના એક્ટિવ કેસોમાં 52,887કેસોનો ઘટાડો જોવા મળ્યો છે.  

દેશમાં કોરોનાનો દૈનિક પોઝિટિવ રેટ 2.45 ટકા અને સાપ્તાહિક પોઝિટિવ રેટ 3.32 ટકા થયો છે. રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ કોરોના વેક્સિનના અપાયેલા ડોઝની કુલ સંખ્યા 173.86 કરોડને પાર થઇ ગઇ છે. 

આજે નોંધાયેલા 514 મોતમાં કેરળના 304 અને મહારાષ્ટ્રના 35 કેસોનો સમાવેશ થાય છે. દેશમાં કોરોનાને કારણે કુલ 5,09,872 લોકોના મોત થયા છે. તેમાં મહારાષ્ટ્રના 1,43,451 લોકો, કેરળના 62,681, કર્ણાટકના 39,691 લોકો, તમિલનાડુના 37,946, દિલ્હીના 26,081, ઉત્તર પ્રદેશના 23,404 અને પશ્ચિમ બંગાળના 21,061 લોકોનો સમાવેશ થાય છે. 

આ દરમિયાન કોરોનાના ડેલ્ટા અને ઓમિક્રોન વેરિએન્ટના પુન:સંયોજનથી નવા વેરિએન્ટના કેસો સપાટી પર આવ્યા હોવાના અહેવાલ મળ્યા છે. જો કે આ નવા વેરિઅન્ટથી હાલના તબક્કે ગભરાવાની જરૂર નથી તેમ સીએસઆઇઆર ઇન્સ્ટીટયૂટ ઓફ જિનોમિક્સ એન્ડ ઇન્ટરગ્રેટિવ બાયોલોજીના વૈજ્ઞાાનિક વિનોદ સ્કારિયાએ જણાવ્યું છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો