યુક્રેન કટોકટી વકરી: ક્રૂડ ઓઇલ ઉછળ્યું, શેરમાં કડાકો


અમદાવાદ, તા. 22 ફેબ્રુઆરી, 2022, મંગળવાર

યુરોપમાં યુક્રેન ઉપર સંભવિત હુમલો થવાની વધી ગયેલી શક્યતા તેમજ યુક્રેનના એક પ્રાંતને રશિયાએ આપેલી માન્યતા વચ્ચે યુદ્ધની ભીતિ વધી છે. યુધ્ધ જોખમ વધી જતાં પુરવઠો ઘટશે એવી ચિંતામાં ક્રૂડ ઓઇલના ભાવ 97 ડોલર પ્રતિ બેરલ થઈ ગયા છે. બીજી તરફ એશીયાઇ શેરબજરોમાં કડાકો બોલી ગયો છે. જાપાનમાં નીક્કાઈ ઇન્ડેક્સ 600 પોઇન્ટ, હોંગકોંગમાં હેંગ સેંગ 727 પોઇન્ટ, દક્ષિણ કોરિયામાં કોસ્પી 60 પોઇન્ટ તૂટયા છે.

 ભારતમાં શેરબજરમાં ઘટાડો જોવા મળે એવી શક્યતા છે કારણ કે સિંગાપોરમાં નિફ્ટી ફ્યુચર ઇન્ડેક્સ 218 પોઇન્ટ ઘટેલો છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

તાઈવાને તોડી પાડ્યુ ચીનનુ સુખોઈ-35 વિમાન? ચીન-તાઈવાન વચ્ચેનો વિવાદ ઉગ્ર બનશે