દાઉદનું ભારતના મોટા નેતાઓ, ઉદ્યોગપતિઓની હત્યાનું કાવતરૂં


ભારતમાં ડી કંપની ફરી સક્રિય, હુમલા કરવા સ્પેશિયલ યુનિટ બનાવ્યાનો ઘટસ્ફોટ

મોટા હુમલા કરાવી દાઉદ ભારતમાં હિંસા ફેલાવવા માગે છે, મહારાષ્ટ્ર અને દિલ્હી તેના મુખ્ય ટાર્ગેટ હોવાનો રિપોર્ટ

રાજસ્થાન, જમ્મુ કાશ્મીર, દિલ્હી સહિત અનેક સ્થળોએ  દરોડા, જૈશના 10 આતંકી સહિત 28ની ધરપકડ

ભારતમાં કેટલાક નેતાઓ દાઉદની ગેંગને ફંડ પુરૂ પાડી રહ્યા હોવાનો દાઉદના ભાઇની પૂછપરછમાં ખુલાસો

નવી દિલ્હી : નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઇએ)એ અન્ડર વર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમ અંગે એક મોટો ઘટસ્ફોટ કર્યો છે. એજન્સીની તપાસમાં સામે આવ્યું છે કે દાઉદ ઇબ્રાહિમે ભારતીય નેતાઓ અને મોટા બિઝનેસમેનને નિશાન બનાવવા એક લિસ્ટ તૈયાર કર્યું છે.

આ સાથે જ એવો પણ ખુલાસો થયો છે કે એજન્સીને એવા પણ નેતાઓની જાણકારી મળી છે કે જે દાઉદ ઇબ્રાહિમને હુમલા અને અન્ય દેશ વિરોધી કામો કરવામાં નાણાકીય મદદ કરતા રહ્યા છે. 

એનઆઇએની તપાસમાં સામે આવ્યું છે કે દાઉદ ઇબ્રાહિમે ભારતમાં એક સ્પેશિયલ યુનિટની રચના કરી છે. જેનો મુુખ્ય ટાર્ગેટ વિસ્તાર દિલ્હી અને મંુબઇ છે. દાઉદ ઇબ્રાહિમે સમગ્ર ભારતમાં હિંસા ભડકાવવાના ઇરાદાથી એક મોટા હુમલાનું આયોજન પણ કર્યું હતું.

હાલ દાઉદના માણસો મહારાષ્ટ્રની સાથે દિલ્હીમાં પણ સક્રિય થઇ ગયા છે. જેઓ ખંડણી ઉઘરાવવાથી લઇને ગેંગવોરને ફન્ડિંગ કરવામાં પણ સામેલ છે. દાઉદની આ ગેંગની પણ એજન્સીઓ અને પોલીસ શોધખોળ કરી રહી છે. 

એનઆઇએની રડારમાં દિલ્હી અને મહારાષ્ટ્રના કેટલાક રાજનેતાઓ અને બિઝનેસમેન પણ છે. તપાસમાં ખુલ્યું છે કે દાઉદ ઇબ્રાહિમનું આ સ્પેશિયલ યુનિટ છેલ્લા કેટલાક વર્ષથી સક્રિય છે અને ભારત વિરોધી પ્રવૃત્તિઓ કરવા લાગ્યું છે.

ગયા મહિને સાતમી તારીખે મુંબઇ પોલીસ સમક્ષ આ મામલે ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે. જેમાં આરોપી તરીકે દાઉદ ઇબ્રાહિમ અને તેના અન્ય સમર્થકોનો સમાવેશ થાય છે. આ કેસ યુએપીએ કાયદા અંતર્ગત દાખલ કરવામાં આવ્યો છે. 

દિલ્હી અને મહારાષ્ટ્રના કેટલાક હાઇ લેવલના નેતાઓ અને બિઝનેસમેન દાઉદ ઇબ્રાહિમને મદદ કરી રહ્યા છે. જ્યારે સાથે જ એ પણ ખુલાસો થયો છે કે દાઉદ ઇબ્રાહિમની હિટલિસ્ટમાં એવા પણ મોટા બિઝનેસમેન, રાજનેતાઓ અને જાણીતા વ્યક્તિઓ છે કે જેના પર તે ગમે ત્યારે હુમલો કરાવી શકે છે.  એજન્સી દાઉદ ઇબ્રાહિમની ડી કંપની સામે મની લોન્ડરિંગ મુદ્દે પણ તપાસ કરી રહી છે.

હાલમાં જ દાઉદના ભાઇ ઇકબાલ કાસકરને 24મી સુધી ઇડી દ્વારા કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો, જેની પૂછપરછમાં અનેક મોટા ખુલાસા થઇ શકે છે. ઇડીને હાલમાં જે તાજેતરના ઇનપૂટ મળ્યા છે તે મુજબ મહારાષ્ટ્રમાં કેટલાક ગેંગસ્ટર્સ અને માફિયાઓ દ્વારા મોટા પાયે જમીન પચાવી પાડવામાં આવી છે.

હાલ હવાલા બિઝનેસ, ખંડણી, ડ્રગ્સ તસ્કરી વગેરેની પણ તપાસ સંયુક્ત રીતે કરી રહી છે તેથી મોટા ખુલાસાની શક્યતાઓ છે. બીજી તરફ એનઆઇએ દ્વારા દિલ્હી, રાજસૃથાન, જમ્મુ કાશ્મીર સહિત આઠ સૃથળોએ દરોડા પાડવામાં આવ્યા હતા. જે દરમિયાન કુલ 28 લોકોની ધરપકડ કરવામાં આવી છે. 

તપાસ દરમિયાન મોબાઇલના સિમકાર્ડ, ડોક્યુમેન્ટ્સ, અન્ય ડિજિટલ ડીવાઇસ, ડિજિટલ સ્ટોરેજ ડિવાઇસ પણ જપ્ત કર્યા હતા. આતંકી હુમલાનું કાવતરૂ ઘડવાની જાણકારી પણ એજન્સીને મળી છે. ખાસ કરીને કાશ્મીર, દિલ્હી અને મુંબઇ સહિત કેટલાક મુખ્ય શહેરો આતંકીઓના નિશાના પર હતા. જે કુલ 28 લોકોની ધરપકડ કરવામાં આવી છે તેમાં જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલા 10 આતંકીઓનો પણ સમાવેશ થાય છે. 

ડી કંપની હુમલાની વાતચીત ઇન્ટરનેટની મદદથી કરી રહી છે

એનઆઇએના જણાવ્યા મુજબ ડી કંપની સાથે જોડાયેલા લોકો પોતાના કાવતરાઓને અંજામ આપવા માટે એકબીજાની સાથે વાતચીત કરવા માટે ઇન્ટરનેટ મીડિયાના વિવિધ પ્લેટફોર્મનો ઉપયોગ કરી રહ્યા છે.

તપાસ એજન્સીના જણાવ્યા મુજબ ડી કંપનીના માણસો વચ્ચે થયેલી કેટલીક વાતચીત હાથ લાગી છે. તેઓ એવા મેસેજિંગ એપ્લિકેશનનો ઉપયોગ કરે છે કે જેને આંતરવી મુશ્કેલ હોય છે. આ વાતચીત પરથી એવી પણ સ્પષ્ટતા થાય છે કે ડી કંપની ભારતમાં મોટા હુમલાની ફિરાકમાં છે. આ હુમલાનું આયોજન ઓનલાઇન ઇન્ટરનેટના માધ્યમથી પણ તેઓ કરી રહ્યા છે. 

એનઆઇએમાં 11 વર્ષ કામ કરી ચુકેલા આઇપીએસની એનઆઇએ દ્વારા જ ધરપકડ

એનઆઇએ દ્વારા 2011ની બેંચના આઇપીએસ અિધકારી અરવિંદ દિગ્વિજય નેગીની ધરપકડ કરવામાં આવી છે. જેને પગલે હિમાચલ પ્રદેશની પોલીસ પર અનેક સવાલો ઉઠી રહ્યા છે. આ અિધકારી ખુદ એનઆઇએમાં કામ કરી ચુક્યા છે અને હવે તેમની જ એનઆઇએ દ્વારા ધરપકડ કરાઇ છે.  આઇપીએસ અિધકારી નેગી હિમાચલના કિન્નૌરના રહેવાસી છે.

તેમના પર લશ્કરને માહિતી લીક કરવાના આરોપો લગાવવામાં આવ્યા છે. જેને પગલે તેમની ધરપકડ કરવામાં આવી છે. હવે સરકાર એસડીઆરએફના એસપી અરવિંદ નેગી સામે કાર્યવાહી કરી શકે છે. હાલ તેમની ધરપકડ કરી લેવાઇ છે અને જો તેઓ 48 કલાક સુધી તપાસ એજન્સીની કસ્ટડીમાં રહેશે તો તેમને ડીમ્ડ સસ્પેંડ માનવામાં આવશે. એક પ્રોપર્ટી ડીલરના માધ્યમથી એજન્સી નેગી સુધી પહોંચી હતી.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો