યુદ્ધના ભયથી શેરબજારમાં કડાકો: સેન્સેકસ 1200 પોઇન્ટ તૂટ્યો
અમદાવાદ, તા. 14 ફેબ્રુઆરી, 2022, સોમવાર
યુક્રેન ઉપર રશિયા ચડાઈ કરશે એવી ભીતિ વચ્ચે સોમવારે વૈશ્વિક શેરબજારોમાં ઘટાડો જોવા મળ્યો હતો તેની સાથે ભારતીય શેર પણ તૂટયા હતા. બજારમાં ટ્રેડિંગ શરૂ થયું ત્યારે સેન્સેકસ 1200 પોઇન્ટ અને નિફ્ટી 330 પોઇન્ટ ઘટી ગયા હતા. યુદ્ધના કારણે ક્રૂડ ઓઇલના ભાવ નવી ઊંચી સપાટી 95.7 ડોલરને પાર કરી ગયા હતાં. સોનું 1854 ડોલર અને ભારતમાં 51,300ની સપાટી એ હતું. શુક્રવારે અમેરિકન શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો હતો અને તેની સાથે આજે એશિયાઇ શેરબજારમાં પણ કડાકો જોવા મળ્યો છે.
Comments
Post a Comment