IPL Auction Live: લિવિંગસ્નટોન 11.50 કરોડમાં વેચાયો, મૉર્ગન-ફિંચ-પુજારા અનસોલ્ડ
- પહેલા દિવસની હરાજીમાં ઈશાન કિશન સૌથી મોંઘો ખેલાડી બની રહ્યો અને મુંબઈએ તેને 15.25 કરોડ રૂપિયામાં ખરીદ્યો
બેંગલુરૂ, તા. 13 ફેબ્રુઆરી, 2022, રવિવાર
આજે આઈપીએલ 2022 મેગા ઓક્શનનો બીજો દિવસ છે. આજે અનકૈપ્ડ ખેલાડીઓ અને એવા કૈપ્ડ ખેલાડીઓની હરાજી થશે જેઓ પહેલા દિવસે ન વેચાઈ શક્યા. આજે તમામ ખેલાડીઓની ખૂબ જ ઝડપી હરાજી થશે. આજે મહત્તમ 143 ખેલાડીઓ વેચાશે. પહેલા દિવસની હરાજીમાં તમામ ટીમોએ અનેક દિગ્ગજ ખેલાડીઓને ખરીદ્યા છે અને પોતાની કોર ટીમ બનાવી લીધી છે. હવે તેઓ ઓછી કિંમતે વધુ ખેલાડીઓ ખરીદવા પ્રયત્ન કરશે. બીજા દિવસના ઓક્શન સાથે સંકળાયેલી અપડેટ માટે અમારા સાથે જોડાયેલા રહો.
બીજા દિવસની હરાજીની શરૂઆત થઈ ગઈ છે અને ચારૂ શર્મા જ બીજા દિવસની ઓક્શન કરાવી રહ્યા છે.ઉલ્લેખનીય છે કે, ગઈકાલે એટલે કે, હરાજીના પહેલા દિવસે હ્યૂજ એડમીડ્સ ઓક્શન દરમિયાન સ્ટેજ પરથી પડી ગયા હતા અને તેમને હોસ્પિટલ લઈ જવા પડ્યા હતા.
- ઓડિયન સ્મિથઃ
- ક્રિસ જૉર્ડનઃ અનસોલ્ડ
- વિજયશંકરઃ 1.4 કરોડ, ગુજરાત ટાઈટન્સ
- જયંત યાદવઃ 1.70 કરોડ, ગુજરાત ટાઈટન્સ
- જેમ્સ નીશમઃ અનસોલ્ડ
- ડૉમિનિક ડ્રેક્સઃ 1.1 કરોડ, ગુજરાત ટાઈટન્સ
- લિયામ લિવિંગસ્ટોનઃ 11.50 કરોડમાં પંજાબ કિંગ્સે ખરીદ્યો
- ડેવિડ મલાનઃ અનસોલ્ડ
- મોર્ગન, સૌરભ તિવારી, લાબુશેન, ચેતેશ્વર, એરોન અનસોલ્ડ
ઓસ્ટ્રેલિયાનો માર્નસ લાબુશેન, ઈંગલેન્ડનો કેપ્ટન ઈયોન મૉર્ગન અને ભારતનો સૌરભ તિવારી અનસોલ્ડ રહ્યા. તિવારી પાછલી સીઝનમાં મુંબઈ ઈન્ડિયન્સનો હિસ્સો હતો. ચેતેશ્વર પુજારાને પણ કોઈ ખરીદાર ન મળ્યા. ચેન્નાઈ સુપરકિંગ્સે ગત વખતે પુજારાને 50 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. ઓસ્ટ્રેલિયાને વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટન એરોન ફિંચ પણ ન વેચાયો.
- ભારતના બેટ્સમેન મંદીપ સિંહને દિલ્હી કેપિટલ્સે 1.10 કરોડમાં ખરીદ્યો. પાછલી વખતે તે પંજાબ કિંગ્સ માટે રમ્યો હતો
- ઈંગ્લેન્ડનો ટી-20 સ્પેશિયાલિસ્ટ ડેવિડ મલાન અનસોલ્ડ રહ્યો
- અજિંક્ય રહાણેઃ ગત વખતે દિલ્હી કેપિટલ્સ માટે રમ્યા હતા. આ વખતે કોલકાતા નાઈટ રાઈડર્સે બેઝ પ્રાઈસ 1 કરોડમાં ખરીદ્યો
- એડન મારક્રમઃ 2.60 કરોડ, સનરાઈઝર્સ હૈદરાબાદ
ઉલ્લેખનીય છે કે, કોરોના કાળમાં તમામ ટીમને વધારે ખેલાડીઓની જરૂર રહેશે કારણ કે, ખેલાડીઓ ઘણી વખત કોરોના સંક્રમિત થઈ જતા હોય છે. તેવામાં બેકઅપ ખેલાડીઓની જરૂર રહે છે. આજે અંડર-19 ટીમના સિતારાઓ હરાજીનો હિસ્સો બનશે તથા અનેક ખેલાડીઓને બેઝ પ્રાઈસ કરતા અનેક ગણી વધારે રકમ મળી શકે છે.
પહેલા દિવસની હરાજીની ખાસ વાતો
પહેલા દિવસે 97 ખેલાડીઓ હરાજીમાં સામેલ થયા હતા. તેમાંથી 74 ખેલાડીઓ વેચાયા જ્યારે 23 ખેલાડીઓને કોઈ ખરીદાર ન મળ્યું. પહેલા દિવસની હરાજીમાં ઈશાન કિશન સૌથી મોંઘો ખેલાડી બની રહ્યો અને મુંબઈએ તેને 15.25 કરોડ રૂપિયામાં ખરીદ્યો. જ્યારે દીપક ચાહર બીજો સૌથી મોંઘો ખેલાડી બની રહ્યો અને ચેન્નાઈ સુપર કિંગ્સે તેને 14 કરોડ રૂપિયામાં ખરીદ્યો. કોલકાતા નાઈટ રાઈડર્સે શ્રેયસ અય્યરને 12.25 કરોડ રૂપિયામાં ખરીદ્યો. અનસોલ્ડ ખેલાડીઓમાં સુરેશ રૈના, સ્ટીવ સ્મિથ, ડેવિડ મિલર, શાકિબ અલ હસન પ્રમુખ છે.
Comments
Post a Comment