Posts

Showing posts from May, 2024

‘પરિણામ મશીનો બંધ થયા છે...’ એક્ઝિટ પોલ અંગે કોંગ્રેસનો મોટો નિર્ણય, પાર્ટી નેતાઓને આપ્યા આ નિર્દેશ

Image
Lok Sabha Elections 2024 Exit Poll : દેશભરમાં લોકસભા ચૂંટણીનાં છ તબક્કામાં શાંતિપૂર્ણ મતદાન સમાપ્ત થયા બાદ આવતીકાલે સાતમા (Election Phase 7) અને અંતિમ તબક્કામાં 57 બેઠકો માટે મતદાન યોજાવાનું છે, ત્યારબાદ એક્ઝિટ પોલ આવવાનું શરૂ થશે. જોકે કોંગ્રેસે એક્ઝિટ પોલ અંગે મોટો નિર્ણય લીધો છે અને પાર્ટીના નેતાઓને દિશા-નિર્દેશ જારી કર્યા છે. કોંગ્રેસ એક્ઝિટ પોલની કોઈપણ ચર્ચામાં સામેલ નહીં થાય કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા પવન ખેડા (Pawan Khera)એ આજે (31 મે)એ જાહેરાત કરી છે કે, કોંગ્રેસ (Congress) ટીવી પર એક્ઝિટ પોલની ચર્ચામાં સામેલ નહીં થાય. તેમના જણાવ્યા મુજબ કોંગ્રેસ પરિણામ પહેલાની અટકળોમાં સામેલ થવા ઈચ્છતી નથી. પવન ખેડાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક્ઝિટ પોલમાં પાર્ટી દ્વારા ભાગ ન લેવાના નિર્ણય અંગે પાર્ટીનું વક્તવ્ય શેર કર્યું છે. आगामी एग्जिट पोल डिबेट्स में पार्टी द्वारा भाग ना लिये जाने के निर्णय पर हमारा वक्तव्य : मतदाताओं ने अपने मत दे दिया है एवं मतदान के परिणाम मशीनों में बंद हो चुके हैं। 4 जून को परिणाम सबके सामने होंगे। भारतीय राष्ट्रीय कांग्रेस की नज़रों में परिणाम घोषि...

કેરળમાં એક જ દિવસમાં 16,000 સરકારી કર્મચારી નિવૃત્ત ! રાજ્ય સરકારની મુશ્કેલી વધી

Image
Kerala Government Employees Retired : કેરળમાં આજે (31 મે)એ 16 હજારથી વધુ સરકારી કર્મચારીઓ નિવૃત્ત થયા છે. આ સાથે નાણાંકીય સંકટનો સામનો કરી રહેલી રાજ્યની પિનરાઈ વિજયન સરકારની મુશ્કેલી વધી છે. ગત વર્ષે 11,800 કર્મચારીઓ નિવૃત્ત થયા હતા આજે જે 16,000થી વધુ સરકારી કર્મચારીઓ નિવૃત્ત થયા છે, તેમાં રાજ્ય સચિવાલય સહિત વિવિધ સરકારી કાર્યાલયોમાં કાર્યરત ડોકટરો, પોલીસ અધિકારીઓ, શિક્ષકો, કારકુનો, ડ્રાઇવરો, પટાવાળા અને અન્ય લોકોનો સમાવેશ થાય છે. જ્યારે ગત વર્ષે 31 મેએ 11,800 સરકારી કર્મચારીઓ નિવૃત્ત થયા હતા. કેરળમાં નિવૃત્તની વય 56 વર્ષ કેરળ રાજ્યમાં સેવાનિવૃત્તની વયમર્યાદા 56 વર્ષ છે. રસપ્રદ વાત એ છે કે, એક જ દિવસમાં આટલી મોટી સંખ્યામાં નિવૃત્તિનું કારણ દાયકાઓ પહેલા તેમના માતા-પિતા દ્વારા સ્કૂલ પ્રવેશ વખતે નોંધાવેલી જન્મ તિથિ છે.  પિનરાઈ વિજયન સરકારની મુશ્કેલી વધી આટલી મોટી સંખ્યામાં કર્મચારીઓ નિવૃત્ત થતા રાજ્ય સરકારની મુશ્કેલી વછી છે. પિનરાઈ વિજયન સરકાર આર્થિક સંકટ સામે ઝઝુમી રહી છે અને હવે તેમણે 16,000 નિવૃત્ત કર્મચારીઓ માટે વધારાના 9000 કરોડ રૂપિયાની વ્યવસ્થા કરવાની છે.

ચારધામમાં વીઆઈપી દર્શન માટે હવે આ તારીખ સુધી પ્રતિબંધ, ઉત્તરાખંડના સીએમ ધામીની જાહેરાત

Image
Uttarakhand Char Dham Yatra: ચારધામ યાત્રામાં વીઆઈપી દર્શન પરની રોક 10 જૂની સુધી લંબાવાઈ છે. ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીના આદેશ પછી મુખ્ય સચિવે તમામ રાજ્યના મુખ્ય સચિવોને આ માહિતી આપતો પત્ર મોકલ્યો છે. આ પહેલા 30મી મે સુધી વીઆઈપી દર્શન બંધ રાખવાનો આદેશ કરાયો હતો. રજિસ્ટ્રેશન કરવું ફરજિયાત ઉત્તરાખંડના પોલીસ મહાનિર્દેશક (DGP) અભિનવ કુમારે જણાવ્યું કે, 'ચારધામ  યાત્રા માટે વ્યાપક વ્યવસ્થા કરવામાં આવી છે. હરિદ્વાર અને દેહરાદૂનમાં રજિસ્ટ્રેશન વગરના મુસાફરોને રોકવા અને તેમનું રજિસ્ટ્રેશન કરાવવાની વ્યવસ્થા કરવામાં આવી છે. ઋષિકેશમાં જો ભીડ હશે તો રજિસ્ટ્રેશન કરેલા મુસાફરોને રોકવામાં આવશે.' 14 લાખથી વધુ શ્રદ્ધાળુઓ ઉત્તરાખંડ પહોંચી ચૂક્યા 10મી મેથી શરૂ થયેલી ચારધામ યાત્રામાં અત્યાર સુધીમાં 14 લાખથી વધુ શ્રદ્ધાળુઓ ઉત્તરાખંડ પહોંચી ચૂક્યા છે. ગુરુવારે (30મી મે) ચારધામ યાત્રાના પ્રવેશદ્વાર હરિદ્વાર પહોંચેલા ઉત્તરાખંડના પોલીસ મહાનિર્દેશક અભિનવ કુમારે દાવો કર્યો હતો કે, 'કોરોના પછી આ પહેલીવાર છે કે ચારધામ યાત્રાની શરૂઆતમાં ભક્તોની આટલી ભીડ એકઠી થઈ હોય. મુસાફરોની સંખ્યા 1...

'આ ફક્ત ચર્ચામાં બની રહેવા માટે...' વિપક્ષે PM મોદીના 'મેડિટેશન' સામે ચૂંટણી પંચમાં કરી ફરિયાદ

Image
Image : IANS Lok Sabha Elections 2024: લોકસભા ચૂંટણીના છેલ્લા સાતમા તબક્કાનો પ્રચાર પૂરો થયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની આધ્યાત્મિક યાત્રા માટે કન્યાકુમારી જશે, જ્યાં 1 જૂન સુધી વિવેકાનંદ રૉક મેમોરિયલમાં 'ધ્યાન' કરશે. આ માહિતી સામે આવતા જ વિપક્ષે સવાલોનો મારો ચલાવ્યો હતો અને આ મામલે ચૂંટણી પંચ સમક્ષ ફરિયાદ કરી દીધી.  સીપીઆઈએ કરી ચૂંટણીપંચને ફરિયાદ  આ ઘટનાક્રમમાં સીપીઆઈ (એમ) તમિલનાડુના સચિવ કે. બાલક્રિષ્નને મુખ્ય ચૂંટણી કમિશનરને પત્ર લખીને કન્યાકુમારીમાં પીએમના 'ધ્યાન' (મેડિટેશન) દરમિયાન તેનાથી સંબંધિત સમાચાર પ્રસારિત કરવા પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી છે. બાલક્રિષ્નને પોતાની ફરિયાદમાં કહ્યું કે પીએમ મેડિટેશન કરવા માંગે છે, તે તેમની અંગત પસંદગી છે. પરંતુ મીડિયા દ્વારા તેનું જીવંત પ્રસારણ મોદી અને ભાજપ માટે એક મોટી પ્રચાર સામગ્રી બની જશે. તેમણે એ પણ ભારપૂર્વક કહ્યું કે ચૂંટણીના દિવસ સુધી વડાપ્રધાનનું હેડલાઇન્સમાં રહેવું એ આચાર સંહિતાનું ગંભીર ઉલ્લંઘન છે. કોંગ્રેસના પ્રતિનિધિમંડળની ચૂંટણીપંચ સાથે મુલાકાત  સીપીઆઈ (એમ)ના સચિવ ઉપરાંત કોંગ્રેસનું પ્રતિનિધિ...

કોંગ્રેસના દિગ્ગજ નેતાના PA સામે સોનાની તસ્કરીનો આરોપ, દુબઈથી આવતા દિલ્હી એરપોર્ટ પર ધરપકડ

Image
Shashi Tharoor PA Arrested in Delhi: કેરળના તિરુવનંતપુરમના કોંગ્રેસના સાંસદ શશિ થરૂરના સહાયક (PA)ની દિલ્હી એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી છે. આ મામલો સોનાની દાણચોરી સાથે જોડાયેલો હોવાની માહિતી મળી રહી છે. તેના પર નિર્ધારિત મર્યાદા કરતાં વધુ સોનું રાખવાનો આરોપ છે. તે દુબઈથી પરત ફરી રહ્યો હતો. આ મામલે તપાસ શરૂ કરી દેવામાં આવી છે. દુબઈથી પાછા ફરતી વખતે પકડાયા  આ મામલા વિશે માહિતી આપતા કસ્ટમ વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે શશિ થરૂરના સહાયક શિવકુમાર દુબઈથી પરત ફરતી વખતે દિલ્હી એરપોર્ટ પર પકડાયા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર અધિકારીઓએ શિવ કુમાર પાસેથી મોટી માત્રામાં સોનું જપ્ત કર્યું છે અને તેની પાસેથી જપ્ત કરાયેલા સોના સાથે સંબંધિત દસ્તાવેજો પણ માંગ્યા છે.  કેટલાં રૂપિયાનું સોનું જપ્ત કરાયું?  સોનાની સત્યતા જાણવા માટે પણ તપાસ શરૂ કરવામાં આવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે કસ્ટમ વિભાગે શિવ કુમાર પાસેથી લગભગ 30 લાખ રૂપિયાનું સોનું રિકવર કર્યું છે.

‘મોદી સરકાર પોતાને વિશ્વગુરુ અને ચીનને...’ ભારતની પ્રગતિથી ગ્લોબલ ટાઈમ્સને કેમ મરચું લાગ્યું?

Image
Chinese Global Times Attack on Modi Government : એકતરફ ભારત વિશ્વગુરુ બનતા તરફ આગળ વધી રહ્યું છે, ઘણા દેશો ભારતને વિશ્વગુરુ માની રહ્યા છે, ત્યારે ચીનના સત્તાધારી કોમ્યુનિસ્ટ પાર્ટીનું અખબાર ગ્લોબલ ટાઈમ્સને ભારતને વિશ્વગુરુ કહેડાવતા મરચું લાગ્યું છે. ગ્લોબલ ટાઈમ્સના એક ઓપિનિયન લેખમાં લખાયું છે કે, ‘ભારતે એવું સમજવાનું બંધ કરી દેવું જોઈએ કે, તે એક વિશ્વગુરુ છે અને ચીન તેનું વિદ્યાર્થી છે. આ ઉપરાંત ભારતમાં બરછટ અનાજની ઉત્પત્તિ થઈ હોવાના દાવાથી પણ ડ્રેગનના અખબારને ખોટું લાગ્યું છે. તેણે લખ્યું છે કે, બરછટ અનાજની ઉત્પત્તિના અવશેષો સૌપ્રથમ ચીનમાં શોધવામાં આવ્યા હતા. અખબારમાં રવિન્દ્રનાથ ટાગોરનો ઉલ્લેખ ચીન (China)ના અખબારમાં લેખની શરૂઆતમાં લખાયું છે કે, ‘સો વર્ષ પહેલા ચીનના સાંસ્કૃતિક સમાજની દિગ્ગજ હસ્તિઓએ પ્રસિદ્ધ ભારતીય કવિ અને લેખક રવિન્દ્રનાથ ટાગોરને ચીન આવવા આમંત્રણ આપ્યું હતું. આ ચીન અને ભારતના સાંસ્કૃતિક ક્ષેત્રમાં એક મહત્વની ઘટના હતી. ટાગોરની ચીનની મુલાકાત એ બે પ્રાચીન સંસ્કૃતિઓ વચ્ચે પરસ્પર સમજણ અને નવા સંબંધો સ્થાપિત કરવાના પ્રયાસનું પ્રતીક હતું.’ ‘બંને દેશો વચ્ચે 1954 સુધી ગાઢ...

દેશની પ્રથમ અંડરવૉટર સી ટનલમાં ઉદઘાટનના બે મહિનામાં જ લીકેજ, તંત્રની આબરૂના ધજાગરા

Image
Mumbai Tunnel News | મુંબઈનાં મહત્વકાંક્ષી પ્રોજેકટ પૈકી મુંબઈ મહાનગરપાલિકાએ 14 હજાર કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ કરેલા કોસ્ટલ રોડમાં ટનલમાં ગળતર શરૂ થતો વિડિયો સોશ્યલ મિડિયામાં વાઈરલ થયો હતો. હજુ તો આ કોસ્ટલ રોડ ની એક લેન શરુ થયે માડ બેથી અઢી મહિના થયા છે ત્યાં કોસ્ટલ રોડમાં થયેલા ગળતરની ગંભીર નોંધ લઈને છેક મુખ્યપ્રધાન એકનાથ શિંદે ખુદ જાત તપાસ માટે દોડતાં મહાપાલિકાનું સમગ્ર તંત્ર રઘવાયું બન્યું હતું.  મુખ્યપ્રધાને મહાપાલિકાને તત્કાળ અને કાયમી સ્વરુપે આ લીકેજ બંધ કરવા આદેશ આપ્યા છે. જોકે, સાથે સાથે એવો દાવો પણ થઈ રહ્યો છે કે ટનલના ઉપરી આવરણમાં જ ગળતર છે અને મૂળ સ્ટ્રક્ચરને કોઈ નુકસાન થયું નથી. મહાપાલિકાના અધિકારીઓએ એક રાતમાં જ સમારકામ કરી ગળતર અટકાવી દેવાયું હોવાનો દાવો કર્યો હતો. જોકે, સીએમની આજની મુલાકાત દરમિયાન પણ ગળતના ચિહ્નો જણાયાં હતાં.  મુંબઈ કોસ્ટલ રોડનો પૂરેપૂરો તૈયાર ન થયો હોવા છતાં લોકસભા ચૂંટણીના પ્રચારમાં લાભ ખાટવા ખાતર ગઈ તા. 11મી માર્ચથી વરલીથી મરીન ડ્રાઈવ સુધીનો એક તરફી માર્ગ જ ખોલવામાં આવ્યો છે. 11 કિ.મી. લાંબા અંતરમાં 2.07 કિલો મીટર લાંબી ટનલ બાંધી છે. જેમ...

દિલ્હીમાં તાપમાન 50 ડિગ્રી, રાજસ્થાનમાં 25 વર્ષનો રેકોર્ડ તૂટયો

Image
- ઉત્તર-પશ્ચિમ ભારતમાં આગ વરસી, કેરળમાં ભારે વરસાદ - જૈસલમેરમાં તાપમાન 50ને પાર જતા વિંડમિલમાં ભારે આગ, અનેક જિલ્લામાં રેડ એલર્ટ, હીટસ્ટ્રોકના 3622 કેસ - ઠંડો પ્રદેશ ગણાતા કાશ્મીરના કાઝીગુંડમાં ગરમીએ 43 વર્ષ જ્યારે પહલગામમાં ૨૨ વર્ષનો રેકોર્ડ તોડયો - ગામડા કરતા શહેરોમાં હીટવેવની વધુ અસર, ઇમારતો વધતા રાત્રે ગરમી બહાર નિકળવામાં ભારે મુશ્કેલી : અભ્યાસ નવી દિલ્હી : દેશમાં અનેક રાજ્યોમાં આ ઉનાળામાં તાપમાને તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. રાજધાની દિલ્હીમાં તાપમાન ૫૦ ડિગ્રી સુધી પહોંચી ગયું હતું, મંગળવારે દિલ્હીના મુંગેશપુર અને નારેલામાં તાપમાન ૪૯.૯ ડિગ્રી રેકોર્ડ થયું છે જ્યારે નજફગઢમાં તાપમાન ૪૯.૮ ડિગ્રી નોંધાયું હતું. દિલ્હીમાં આ ઉનાળાનું સૌથી ઉંચુ તાપમાન નોંધાયું છે. દિલ્હીના અન્ય ત્રણ વિસ્તારોમાં ૪૮ ડિગ્રીથી વધુ જ્યારે ચાર વિસ્તારોમાં ૪૬ ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું છે. દરમિયાન રાજસ્થાનમાં ગરમીએ ૨૫ વર્ષનો રેકોર્ડ તોડયો છે. રાજસ્થાનના પિલાનીમાં તાપમાન ૪૯ ડિગ્રી તાપમાન નોંધાયું હતું જે ૨૫ વર્ષમાં સૌથી વધુ છે. જ્યારે ચુરુમાં ૫૦.૮ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જ્યારે કેરળમાં પ્રિ-મોનસૂનનો ભ...

રાજકોટ અગ્નિકાંડ : ગેમ ઝોનના મુખ્ય આરોપી પ્રકાશ જૈનનું પણ મોત, માતાના DNA મેચ થયા

Image
Rajkot Game Zone Fire  : રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલી આગમાં 28 લોકોના મોત થયા બાદ હાલ મૃતકોના DNA મેચ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. ત્યારે અગ્નિકાંડના મુખ્ય આરોપી પ્રકાશ જૈનનું પણ આગમાં મોત થયાના સમાચાર સામે આવ્યા છે. ડીએનએ રિપોર્ટમાં ખુલાસો થયો છે. પ્રકાશ જૈન બનાવના દિવસથી ગાયબ હતા. બે દિવસ તેમની કોઇપણ ભાળ ન મળતા પરિવારજનોએ ગુમ થયાની પોલીસ ફરિયાદ લખાવી હતી.  માતાના ડીએનએ મેચ થયા અગ્નિકાંડના મુખ્ય આરોપી પ્રકાશ જૈનના માતાના ડીએનએ સેમ્પલ લેવામાં અવ્યા હતા અને ગાંધીનગર FSLમાં મોકલવામાં આવ્યાં હતા, જ્યાં કાટમાળમાંથી મળેલા મૃતદેહ સાથે પ્રકાશ જૈનના પરિવારજનના ડીએનએ મેચ થતા અગ્નિકાંડમાં પ્રકાશ જૈનનું પણ મોત થયાની પુષ્ટિ થઇ છે. ત્યારે અત્યાર સુધીમાં કુલ 19 મૃતદેહોના ડીએનએન મેચ થયા હોવાની વિગતો સામે આવી છે. અત્યાર સુધીમાં 19 લોકોના મૃતદેહ તેમના સ્વજનોને સોંપાયા છે. આ ઉપરાંત રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે ગેમ ઝોનમાં વેલ્ડિંગ કરનાર મહેશ રાઠોડ નામના શખસની અટકાયત કરી છે. આરોપી ધવલ ઠક્કરના 13 દિવસના રિમાન્ડ મંજૂર મંગળવારે (28મી મે) આરોપી ધવલ ઠક્કરને ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ બી.પી. ઠાકરન...

આ વર્ષે ચોમાસું સારું રહેશે, ખેડૂતોને રાહતનો વરતારો

Image
- હવામાન વિભાગની સારા વરસાદની આગાહી વચ્ચે જૂનમાં ગરમીના હાહાકારની ચેતવણી - દક્ષિણ-મધ્ય ભારતમાં સરેરાશ કરતાં વધુ વરસાદ પડશે : રાજસ્થાન, ગુજરાત સહિત ઉત્તર-પશ્વિમના રાજ્યોમાં જૂન માસમાં વાવણીને અનુકૂળ છ ઈંચ મેઘ મહેર થશે - 49.4 ડિગ્રી સાથે રાજસ્થાનનું ફલોદી સૌથી ગરમ સ્થળ : ધૂણી ધખાવી પ્રચંડ ગરમીમાં તપસ્યા કરી રહેલા સાધુ અને બીએસએફના જવાન સહિત ત્રણનાં મોત નવી દિલ્હી : હવામાન વિભાગના કહેવા પ્રમાણે આ વર્ષે દેશમાં ચોમાસું સારું રહેશે. સરેરાશ ૧૦૬ ટકા વરસાદ થવાની શક્યતા છે. દક્ષિણના રાજ્યોમાં સરેરાશ કરતાં થોડો વધારે વરસાદ થશે, પણ જૂન માસમાં ગરમીમાં ખાસ રાહત મળવાની શક્યતા નથી. હીટવેવની સ્થિતિ જૂન મહિનામાં પણ યથાવત રહેશે. ગરમી વચ્ચે થોડા રાહતના સમાચાર એ છે કે આગામી પાંચ દિવસમાં કેરળમાં ચોમાસું બેસવાની શરૂઆત થઈ જશે અને વરસાદને અનુકૂળ વાતાવરણ બનશે. હવામાન વિભાગના વડા મૃત્યુંજય મહોપાત્રાએ વર્ચ્યુઅલ પ્રેસ કોન્ફરન્સમાં આ વર્ષના ચોમાસા અંગેનો અહેવાલ આપ્યો હતો. તેમના કહેવા પ્રમાણે ચાલુ વર્ષે દેશના મોટાભાગના રાજ્યોમાં ચોમાસું સારું રહેશે. ખેતીને અનુકૂળ વરસાદ થશે. થોડા સમય પહેલાં હવામાન વિભાગની આગાહીથ...

દિલ્હીની આ સાત બેઠક નક્કી કરે છે કેન્દ્રની ખુરશી, જે અહીં જીતશે તેની બને છે સરકાર, જાણો રાજકીય ગણિત

Image
India All Lok Sabha Elections History : લોકસભા ચૂંટણીનાં છ તબક્કામાં 487 બેઠકો પર શાંતિપૂર્ણ મતદાન સમાપ્ત થયા બાદ હવે પહેલી જૂને 57 બેઠકો માટે સાતમાં અને છેલ્લા તબક્કાનું મતદાન યોજાશે અને ચોથી જૂને પરિણામો જાહેર થશે. જોકે તે પહેલા રાજકીય ક્ષેત્રે નવી સરકારની ચર્ચાઓ શરૂ થવાની સાથે જુદા જુદા દાવાઓ કરવામાં આવી રહ્યા છે. જોકે આગામી સરકાર કોની બનશે, તેની સચોટ આગાહી ‘દિલ્હીની કંઈ બેઠક પર કયા પક્ષનો વિજય થયો?’ તેની ઉપરથી કરી શકાય છે. લોકસભા ચૂંટણી-2019માં દિલ્હીની તમામ બેઠકો પર એક જ પાર્ટીએ નવ વખત જીત હાંસલ કરી છે. અગાઉની લોકસભા ચૂંટણીઓના પરિણામોના વિશ્લેષણો દર્શાવે છે કે, દેશમાં યોજાયેલી 17 લોકસભા ચૂંટણીઓમાંથી 1967, 1989, 1991 સિવાયની વાત કરીએ તો જે પક્ષે દિલ્હીમાં સૌથી વધુ બેઠકો જીતી હોય છે, તેની જ સરકાર બને છે. 1952થી 2019 સુધી • 1952 માં દેશની પ્રથમ લોકસભા ચૂંટણી યોજાઈ હતી, ત્યારે દિલ્હીમાં ત્રણ બેઠકો હતી, જેમાં એક બેઠક પર બે સાંસદો ચૂંટવામાં આવતા હતા. જેમાંથી કોંગ્રેસે ત્રણ બેઠકો જીતી કેન્દ્રમાં પ્રથમ સરકાર બનાવી હતી અને જવાહરલાલ નહેરુને વડાપ્રધાન બનાવ્યા હતા. • 1957 માં બીજી લોકસભ...

દિલ્હીમાં પહેલી જૂને યોજાનાર I.N.D.I.A ગઠબંધનની બેઠકમાં સામેલ નહીં થાય TMC, મમતાએ કહ્યું કારણ

Image
Lok Sabha Elections 2024 : લોકસભા ચૂંટણી વચ્ચે દિલ્હીમાં પહેલી જૂને I.N.D.I.A ગઠબંધનની બેઠક યોજાવાની છે, જો તે પહેલા તૃણમૂલ કોંગ્રેસે (Trinamool Congress) બેઠકમાં સામેલ થવાનો ઈન્કાર કરી દીધો છે. આ માટે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી (West Bengal CM Mamata Banerjee)એ કારણ પણ જણાવ્યું છે. પહેલી જૂને લોકસભા ચૂંટણીનું સાતમાં અને અંતિમ તબક્કાનું મતદાન યોજાવાનું છે, જેના કારણે તમામ પક્ષોના વડાઓ વ્યસ્ત રહેશે. ઈન્ડિયા ગઠબંધનની બેઠકના દિવસે પશ્ચિમ બંગાળમાં મતદાન સૂત્રોના જણાવ્યા મુજબ કોંગ્રેસ (Congress) અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે (Mallikarjun Kharge)એ પહેલી જૂને બપોરે ઈન્ડિયા ગઠબંધનમાં સામેલ તમામ પક્ષોની બેઠક બોલાવી છે. TMCના સૂત્રોએ કહ્યું કે, બેઠકના દિવસે પશ્ચિમ બંગાળની નવ બેઠકો પર મતદાન થવાનું છે, જેમાં કોલકાતાની બે બેઠકો (કોલકાતા દક્ષિણ અને કોલકાતા ઉત્તર) સામેલ છે અને આ બંને બેઠકો પાર્ટી માટે ખૂબ જ મહત્વની છે. મમતા બેનરજીએ બેઠકમાં ન સામેલ થવાનું કારણ જણાવ્યું મમતા બેનરજી દિલ્હીમાં પહેલી જૂને યોજાનાર ઈન્ડિયા ગઠબંધન (I.N.D.I.A Alliance)ની બેઠકમાં સામેલ નહીં થાય. તેમણે કહ્યું કે, ...

'PM મોદી સત્તા માટે જુઠ બોલે છે, તે કંઈ પણ કરી શકે છે', પંજાબમાં પ્રિયંકા ગાંધીએ કર્યા આકરા પ્રહાર

Image
Lok Sabha Elections 2024 |  કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધીએ રવિવારે કેન્દ્રની ભાજપ સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદી સત્તામાં રહેવા માટે કોઇ પણ હદ સુધી જઇ શકે છે. પંજાબમાં ન્યાય સંકલ્પ રેલીને સંબોધતા પ્રિયંકા ગાંધીએ કહ્યું હતું કે નરેન્દ્ર મોદીને ખેડૂતો પ્રત્યે કોઇ જ આદર કે સન્માન નથી. તેઓ સત્તા માટે કઇ પણ કરી શકે છે. કૃષિ કાયદા સામેના આંદોલનમાં 700 ખેડૂતોએ જીવ ગુમાવ્યો. જ્યારે ઉત્તર પ્રદેશમાં ચૂંટણી યોજાવાની હતી તેના થોડા સમય પહેલા જ મોદીએ આ કાયદા પરત લીધા, જે દર્શાવે છે કે ખેડૂતો માટે કઇ નહીં પણ સત્તા માટે મોદી કઇ પણ કરી શકે છે. સત્તા મેળવવા માટે મોદી જુઠ બોલી રહ્યા છે.    ફતેહગઢમાં કોંગ્રેસના ઉમેદવાર ડો. અમરસિંહ માટે યોજાયેલી પ્રચાર રેલીને સંબોધતા પ્રિયંકાએ વધુમાં કહ્યું હતું કે ખેડૂતોનું સન્માન જાળવવું તે દેશની પરંપરા રહી છે. જોકે છેલ્લા 10 વર્ષમાં વર્તમાન કેન્દ્ર સરકારે માત્ર ઠાલા વચનો જ આપ્યા છે કઇ કર્યું નથી. જો કેન્દ્રમાં કોંગ્રેસ સત્તા પર આવશે તો ટેકાના ભાવ માટે કાયદો ઘડવામાં આવશે, પાકના નુકસાનની ...

IPL 2024 : કોલકાતા ત્રીજી વખત ચેમ્પિયન, ફાઈનલ મેચમાં હૈદરાબાદને હરાવ્યું, વેંકટેશ ઐય્યરની ફિફ્ટી

Image
IPL 2024 Final KKR vs SRH Match : આજે આઈપીએલ-2024ની ફાઈનલ મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સે સનરાઈઝર્સ હૈદરાબાદ હરાવી આઈપીએલના ઈતિહાસમાં ત્રીજી વખત ચેમ્પિયન બન્યું છે. સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમ 18.3 ઓવરમાં માત્ર 113 રનમાં ઓલઆઉટ થઈ ગઈ છે, જેના જવાબમાં કોલકાતાની ટીમે 10.3 ઓવરમાં બે વિકેટે 114 રન નોંધાવી વિજય મેળવ્યો છે. આ પહેલા કોલકાતાની ટીમ વર્ષ 2012 અને 2019માં ચેમ્પિયન બની હતી. કોલકાતાનું ઓલરાઉન્ડર પ્રદર્શન, વેંકટેશ ઐય્યરની ફિફ્ટી કોલકાતાની ટીમે બીજી ઓવરમાં સુનીલ નારાયણની વિકેટ ખોઈ હતી, જોકે ત્યારબાદ રહમાનુલ્લા ગુરબાજ અને વેંકટેશ ઐય્યરની વિસ્ફોટ બેટીંગ જોવા મળી હતી. સુનીલ નારાયણ 6 રને આઉટ થયો હતો. ગુરબાજે 32 બોલમાં 5 ફોર અને 2 સિક્સ સાથે 39 રન, વેંકટેશ ઐય્યરે 26 બોલમાં 4 ફોર અને 3 સિક્સ સાથે અણનમ 52 રન, શ્રેયસ ઐય્યરે 3 બોલમાં 1 ફોર સાથે અણનમ 6 રન નોંધાવ્યા હતા. કોલકાતા બેટરોએ હૈદરાબાદના બોલરોને ધોયા આજની મેચમાં હૈદરાબાદના બેટ્સમેનોનો ફ્લોપ શો બાદ બોલરોનું પણ કંગાળ પ્રદર્શન જોવા મળ્યું હતું. કોલકાતાના બોલરોએ તરખાટ મચાવ્યા બાદ ટીમના બેટ્સમેનોએ પણ વિસ્ફોટ બેટિંગ કરી હતી. હૈદરાબાદનો ટી.નટર...

પશ્ચિમ બંગાળમાં ‘રેમલ’ ચક્રવાતનો ખતરો, પ્રતિ કલાક 130ની ગતિએ કોલકાતાના સમુદ્રમાં લેન્ડફોલ કરશે

Image
Cyclone Remal: ચક્રવાતી તોફાન રેમલનો ખતરો ઝડપથી વધી રહ્યો છે. ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, ચક્રવાત રેમલ આજે (26મી મે) મોડી રાત્રે પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશના દરિયાકાંઠે ત્રાટકશે. આ દરમિયાન કોલકાતા શહેરના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. બંગાળના રાજ્યપાલે લોકોને ચક્રવાતને લઈને સાવચેત રહેવાની સલાહ આપી છે. રાજ્યપાલ  ડો. સી.વી. આનંદ બોઝે જણાવ્યું હતું કે, 'અમે પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યા છે અને તેનો સામનો કરવા માટે રાજ્ય અને કેન્દ્રીય નિષ્ણાતોના સતત સંપર્કમાં છે. દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રેમલ ચક્રવાતનો સામનો કરવાની તૈયારીઓને લઈને સમીક્ષા બેઠક પણ કરી હતી.' દક્ષિણ બંગાળમાં એનડીઆરએફની 14 ટીમ તહેનાત એનડીઆરએફના કમાન્ડર ગુરમિન્દર સિંહે જણાવ્યું હતું કે, 'ચક્રવાત રેમલ આજે મોડી રાત્રે લેન્ડફોલ કરે તેવી સંભાવના છે.' હવામાન વિભાગ અનુસાર, લેન્ડફોલ સમયે પવનની ગતિ 120-130 કિમી પ્રતિ કલાકની રહેશે. દક્ષિણ બંગાળમાં એનડીઆરએફની 14 ટીમો તહેનાત કરવામાં આવી છે. ચક્રવાતી તોફાનના કારણે ભારે વરસાદ થઈ શકે છે. જો કે, આ સુપર ચક્રવાત એમ્ફાન જેટલું ગંભીર નહીં હોય. ...

પશ્ચિમ બંગાળમાં ઈવીએમ પર ભાજપના ટેગ કેમ છે? વાયરલ તસવીર અંગે ચૂંટણી પંચે કરી સ્પષ્ટતા

Image
Image: Twitter Lok Sabha Elections 2024: લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કામાં પશ્ચિમ બંગાળની આઠ બેઠકો પર મતદાન થયું. આ દરમિયાન મમતા બેનર્જીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસે ભારતીય જનતા પાર્ટી પર ગંભીર આરોપ લગાવતા દાવો કર્યો કે બાંકુડાના એક મતદાન કેન્દ્ર પર પાંચ ઈવીએમ પર ભાજપના ટેગ લાગેલા છે. તૃણમૂલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર ભાજપના ટેગ લાગેલા ઈવીએમની તસવીરો શેર કરતા લખ્યું કે, 'મમતા બેનર્જીએ વારંવાર તેનો ઉલ્લેખ કર્યો છે કે ભાજપ ઈવીએમમાં છેડછાડ કરીને વોટમાં હેરાફેરી કરવાનો પ્રયત્ન કરી રહી હતી. આજે બાંકુરાના રઘુનાથપુરમાં પાંચ ઈવીએમ પર ભાજપના ટેગ લાગેલા મળ્યા છે.' ચૂંટણી પંચે જવાબ આપ્યો તૃણમૂલના આરોપોનો જવાબ આપતા ચૂંટણી પંચે આ ટેગને યોગ્ય ઠેરવ્યો છે. ચૂંટણી પંચે કહ્યું કે કમિશનિંગ દરમિયાન ઉમેદવારો અને તેમના એજન્ટોથી કોમન એડ્રેસ વાળા ટેગ પર હસ્તાક્ષર કરાવવામાં આવે છે. કમિશનિંગ વખતે માત્ર ભાજપ ઉમેદવારોના પ્રતિનિધિ હાજર હતા. તેથી ઈવીએમ અને વીવીપેટ પર માત્ર તેમના હસ્તાક્ષર લેવામાં આવ્યા. આ સમગ્ર પ્રક્રિયા સીસીટીવી કેમેરાની નજર હેઠળ કરાય છે. કમિશનિંગ વખતે તમામ ધોરણોનું પાલન કરવામાં આવ...

ઉત્તર ભારતમાં હીટવેવ જ્યારે બંગાળમાં ચક્રાવાત તોફાન મતદાન પર અસર કરશે

Image
- ગરમી અને તોફાને ચૂંટણી પંચની ચિંતા વધારી - હરિયાણા, દિલ્હીથી ઓડિશા સુધી 40 થી 47 ડિગ્રી સુધી તાપમાન રહેવાની સંભાવના નવી દિલ્હી : દેશના અનેક ભાગોમાં હીટવેવના પગલે અગનવર્ષા થઈ રહી છે ત્યારે ચૂંટણી પંચે ચૂંટણી અધિકારીઓ અને રાજ્યના તંત્રને ગરમીની વિપરિત અસરો સામે પર્યાપ્ત પગલાં લેવા નિર્દેશ આપ્યા છે. દેશમાં ભયાનક ગરમીના કારણે અગાઉના પાંચ તબક્કાઓમાં મતદાન એકંદરે ઓછું થયું હોવાના અહેવાલો વચ્ચે શનિવારે મતદાનના સમયે હવામાને ચૂંટણી પંચની ચિંતા વધારી છે.  છઠ્ઠા તબક્કામાં જે રાજ્યોમાં મતદાન થવાનું છે તેમાં હરિયાણા હાલ હીટવેવનો સામનો કરી રહ્યું છે અને આગામી પાંચ દિવસ સુધી તાપમાન ૪૪થી ૪૭ ડિગ્રી સુધી રહેવાની આશંકા છે. દિલ્હીમાં પણ હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કરી છે. ઉત્તર પ્રદેશમાં પણ મહત્તમ તાપમાન ૪૫ ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતા છે.  બીજીબાજુ વિધાનસભા અને લોકસભા ચૂંટણી યોજાઈ રહી છે તે ઓડિશામાં તાપમાન ૪૦થી ૪૪ ડિગ્રી વચ્ચે રહી શકે છે.  ગરમીના આકરા પ્રકોપ વચ્ચે પશ્ચિમ બંગાળમાં ચક્રવાતી તોફાન રેમલના કારણે વરસાદથી મતદાન પર અસર થવાની આશંકા છે.  બંગાળના દરિયા કિનારાના વિસ્તા...

ચીન તરફી નેતા મોહમ્મદ મુઇજ્જૂએ લીધો યૂ-ટર્ન, હવે લઈ રહ્યા છે ભારતની મદદ

Image
India-Maldives Tension: ભારતની સાથે બગડેલા સંબંધ વચ્ચે માલદીવે એક મોટો નિર્ણય લીધો છે. ચીન તરફી વલણ ધરાવતા મોહમ્મદ મુઇજ્જૂની સરકારે નિર્ણય લીધો છે કે તેઓ ટુંક સમયમાં પોતાના દેશમાં ભારતની RuPay કાર્ડ સિસ્ટમ શરૂ કરશે. તેનાથી માલદીવના નાણાને મદદ મળવાની આશા છે. આ નિર્ણય એવા સમયે લેવાયો છે જ્યારે માલદીવ અને ભારત વચ્ચે દ્વિપક્ષીય સંબંધો થોડા બગડેલા છે. NPCIના RuPay ભારતમાં વૈશ્વિક કાર્ડ ચૂકવણી નેટવર્કમાં સામેલ પહેલું કાર્ડ છે. તેને ભારતમાં ATM, સામાનની ખરીદી-વેચાણમાં ચૂકવણી કરવા અને ઈ-કોમર્સ વેબસાઈટ પર મોટા પ્રમાણમાં માન્યતા મળેલી છે. આર્થિક વિકાસ અને વ્યાપાર મંત્રી મોહમ્મદ સઈદે ભારતની RuPay સેવા શરૂ કરવાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, 'ભારત અને ચીન દ્વિપક્ષીય વેપારમાં સ્થાનિક કરન્સીનો ઉપયોગ કરવા પર સહમત થયા છે. સઈદે બુધવારે સરકારી સમાચાર ચેનલ 'PSM ન્યૂઝ' સાથે વાત કરતા કહ્યું કે, ભારતની RuPay સેવાની શરૂઆતથી માલદીવની રૂફિયા (MVR)ને પ્રોત્સાહન મળવાની આશા છે.' RuPayનો ઉપયોગ કરશે માલદીવ તેમણે એમ પણ કહ્યું કે, 'ડૉલરના મુદ્દાનું સમાધાન કરવું અને સ્થાનિક ચલણને મજબૂત બના...

મુંબઈમાં MIDCની ફેક્ટરીમાં વિસ્ફોટથી લાગી ભીષણ આગ, સાત લોકોના મોત, 57ને ઈજા

Image
Maharashtra Fire Breaks Out : મહારાષ્ટ્રમાં ડોંબિવલીના MIDC વિસ્તારમાં આવેલી એક ફેક્ટરીમાં બૉયલર ફાટવાથી આગ લાગી ગઈ. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં સાત લોકોના મોત થયા છે, જ્યારે 55થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઘટનાસ્થળ પર રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે. જણાવાયું છે કે, બપોરે 1.40 વાગ્યે અમુદાન કેમિકલ ફેક્ટરીમાં બૉયલર ફાટવાથી આગ લાગી હતી. મહારાષ્ટ્રના ઉદ્યોગ મંત્રી ઉદય સામંતે જણાવ્યું કે, અત્યાર સુધીમાં ઘટનાસ્થળેથી ચાર મૃતદેહોને કબજે કરાયા છે. ઇજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરાયા છે. બીજી તરફ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ એલાન કર્યું છે કે ઈજાગ્રસ્તોની સારવારનો ખર્ચ રાજ્ય સરકાર આપશે. એક કિલોમીટર સુધી સંભળાયો વિસ્ફોટનો અવાજ એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે, વિસ્ફોટનો અવાજ એક કિલોમીટર દૂર સુધી સંભળાયો હતો. વિસ્ફોટના કારણે આસપાસની બિલ્ડિંગ્સની કાચની બારીઓ તૂટી ગઈ અને કેટલાક ઘરને નુકસાન થયું. ઈજાગ્રસ્તોને સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરાયા છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગના અધિકારી યાસીન તાડવીનું કહેવું છે કે, બપોરે 1.40 વાગ્યે બ્લાસ્ટનો અવાજ સંભળાયો હતો. વિસ્ફોટ બાદ આસપાસની ત્રણ ફેક્ટ...

I.N.D.I.A. ગઠબંધન કેન્સર કરતાં ઘાતક, સત્તામાં આવશે તો અમારા કરેલા કામ બગાડશે : PM મોદી

Image
Lok Sabha Elections 2024 |  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દાવો કર્યો હતો કે જો ઇન્ડિયા ગઠબંધન સત્તામાં આવશે તો અમારી સરકાર દ્વારા જે પણ કામ કરવામાં આવ્યા છે તેને બંધ કરી દેશે, અમે બનાવી આપેલા ઘર પરત લઇ લેશે, વીજળી કનેક્શન કાપી નાખશે. લોકોના જનધન ખાતા બંધ કરાવી દેશે. સાથે જ મોદીએ ઇન્ડિયા ગઠબંધનને કેંસર કરતા પણ ઘાતક બીમારી ગણાવી હતી. અને વિપક્ષને જાતિવાદી, કોમવાદી, વંશવાદી ગણાવ્યો હતો.   ઉત્તર પ્રદેશના શ્રવસ્તીના ભાજપના ઉમેદવાર સાકેત મિશ્રા માટે પ્રચાર રેલીને સંબોધતા નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે કોંગ્રેસ કહે છે કે દેશના સંસાધનો પર પ્રથમ અધિકાર મુસ્લિમોનો છે. જોકે હું માનુ છુ કે દેશની સંપત્તિ અને સંસાધનો પર પ્રથમ અધિકાર દેશના ગરીબ લોકોનો છે. છેલ્લા 10 વર્ષમાં ચાર કરોડ ગરીબોને અમે ઘર બનાવી આપ્યા, હવે સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ અમારા કામોને પલટાવવા માગે છે અને આ ચાર કરોડ ગરીબોના મકાનોને તાળા મારી દેવા માગે છે. મોદીએ વધુમાં જણાવ્યું હતું કે અમે ૫૦ કરોડ લોકોના જનધન ખાતા ખોલી આપ્યા છે. ઇન્ડિયા ગઠબંધને નક્કી કર્યું છે કે તેઓ આ ખાતા બંધ કરીને લોકોના નાણા ઉપાડી લેશે. અમે દરેક ગામમ...

'નિષ્પક્ષ તપાસ થાય અને ન્યાય મળે...', સ્વાતિ માલીવાલ કેસ મામલે પહેલીવાર બોલ્યા CM કેજરીવાલ

Image
Swati Maliwal Case : આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ સાથે કથિત મારામારીના મામલે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે બુધવારે પોતાની પહેલી પ્રતિક્રિયા આપી છે. કેજરીવાલે કહ્યું છે કે, તેઓ ઈચ્છે છે કે કેસની નિષ્પક્ષ તપાસ થાય અને ન્યાય મળે. તો સ્વાતિ માલીવાલે આરોપ લગાવતા કેજરીવાલના નિવેદન પર સવાલ ઉઠાવ્યા છે. સ્વાતિ માલીવાલનો આરોપ છે કે જ્યારે તેઓ 13 મેના રોજ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને મળવા તેમના સત્તાવાર નિવાસ સ્થાને ગયા હતા. તો કેજરીવાલના ખાનગી સચિવ વિભવ કુમારે તેમની સાથે મારપીટ કરી હતી. પોલીસે આ અંગે ફરિયાદ નોંધીને વિભવની ધરપકડ કરી છે. ન્યૂઝ એજન્સી, PTI સાથે વાત કરતા કેજરીવાલે કહ્યું કે, 'આ મામલો હાલમાં વિચારણા હેઠળ છે અને તેમની ટિપ્પણીઓ કાર્યવાહીને અસર કરી શકે છે.' 'કેસની નિષ્પક્ષ તપાસ થવી જોઈએ' તેમણે કહ્યું કે, 'મને આશા છે કે, કેસની નિષ્પક્ષ તપાસ થશે. ન્યાય મળવો જોઈએ. કેસના બે વર્જન છે. પોલીસને બંને વર્જનની નિષ્પક્ષ તપાસ કરવી જોઈએ અને ન્યાય થવો જોઈએ.' તેમના પીએ વિભવ કુમાર આ મામલે પાંચ દિવસની પોલીસ કસ્ટડીમાં છે. આ પહેલા બુધવારે માલીવાલે આર...

વિરાટ કોહલીએ IPLમાં રચ્યો ઈતિહાસ, 8000 રન પૂરા કરનારો પ્રથમ ખેલાડી બન્યો

Image
Image Twitter  Virat Kohli IPL Record : IPL 2024 ની એલિમિનેટર મેચ રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાઈ હતી. આ મેચમાં વિરાટ કોહલી IPLના ઈતિહાસમાં 8000 રન પૂરા કરનાર પ્રથમ ખેલાડી બન્યો છે. તેણે રાજસ્થાન સામે પોતાની ઇનિંગ્સમાં 30 રન બનાવીને આ ઐતિહાસિક રેકોર્ડ બનાવ્યો છે. કોહલીએ 8 હજાર રનનો આંકડો તેની 252મી આઈપીએલ મેચમાં પૂરો કર્યો છે. કોહલીએ 8 હજાર રન પૂરા કરવા સાથે- સાથે 8 સદી અને 55 અડધી સદી પણ પૂરી કરી છે. કોહલીએ એલિમિનેટર મેચમાં 24 બોલમાં 33 રનની ઇનિંગ રમી હતી. 𝗘𝗜𝗚𝗛𝗧 𝗧𝗛𝗢𝗨𝗦𝗔𝗡𝗗 𝗜𝗣𝗟 𝗥𝗨𝗡𝗦! 🤯 The first ever batter to reach this milestone 🫡🫡 Congratulations, Virat Kohli 👏👏 Follow the Match ▶️ https://t.co/b5YGTn7pOL #TATAIPL | #RRvRCB | #Eliminator | #TheFinalCall | @imVkohli pic.twitter.com/fZ1V7eow0X — IndianPremierLeague (@IPL) May 22, 2024 7000થી વધુ રન બનાવનાર એકમાત્ર ખેલાડી કોહલી IPLમાં વિરાટ કોહલીનો એટલો દબદબો છે, કે અત્યાર સુધીમાં તે 7000 કે તેથી વધારે રન બનાવનાર એકમાત્ર ખેલાડી...

મનીષ સિસોદિયાની જામીન અરજી દિલ્હી હાઈકોર્ટે ફગાવી, કહ્યું- 'આરોપી પ્રભાવશાળી, પૂરાવા સાથે છેડછાડની આશંકા'

Image
Delhi Liquor Policy Case: દિલ્હી લિકર પૉલિસી મામલે મંગળવારે (21 મે) દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા મનીષ સિસોદિયાને હાઈકોર્ટથી મોટો ઝટકો લાગ્યો છે. દિલ્હી હાઈકોર્ટે તેમની જામીન અરજી ફગાવી દીધી છે. દિલ્હી હાઈકોર્ટે અરજી પર સુનાવણી કરતા 14 મેના રોજ ચુકાદો અનામત રાખ્યો હતો. હવે તેના પર ચુકાદો સંભળાવ્યો છે. પહેલા નિચલી કોર્ટે તેમની કસ્ટડી વધારી દીધી અને હવે દિલ્હી હાઈકોર્ટથી પણ મનીષ સિસોદિયાને જામીન ન મળ્યા. દિલ્હી હાઈકોર્ટ દ્વારા કહેવાયું છે કે, સુપ્રીમ કોર્ટના આદેશથી ટ્રાયલ કોર્ટના અધિકાર પર અસર નથી કરતું. તેને મેરિટના આધારે જ નિર્ણય લેવાનો હતો. માત્ર ટ્રાયલમાં વિલંબ જામીનનો આધાર ન બની શકે. જસ્ટિસ સ્વર્ણકાંતા શર્માની કોર્ટે કહ્યું કે, મનીષ સિસોદિયાએ પોતાની શક્તિનો દુરૂપયોગ કર્યો અને એક્સાઇઝ પૉલિસી તૈયાર કરવામાં જનતાનો વિશ્વાસ તોડ્યો. સિસોદિયા ખુબ પ્રભાવશાળી છે અને જમીન મળવા પર પૂરાવા સાથે છેડછાડ થઈ શકે છે. જામીન પર મુક્ત થવા પર સિસોદિયા દ્વારા પૂરાવા સાથે છેડછાડની સંભાવનાને નજરઅંદાજ ન કરી શકાય, સાક્ષીઓને પ્રભાવિત કરવાની શક્યતાઓ પણ છે. સિસોદિયા નાયબ મુખ્યમંત્ર...

ઈરાનના રાષ્ટ્રપતિ સહિત નવ લોકોના મોત મામલે અમેરિકા પર લાગ્યો મોટો આરોપ, રશિયાએ કર્યું મદદનું એલાન

Image
Iran President died in Helicopter crash: ઈરાનના રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ રઈસી અને વિદેશ મંત્રી સહિત નવ લોકોના હેલિકોપ્ટર દુર્ઘટનામાં નિધન થયા છે. તેઓ અઝરબૈઝાનથી પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન અઝરબૈઝાનના ઝોલ્ફાની નજીક દુર્ઘટના બની, જે ઈરાનની રાજધાની તેહરાનથી 600 કિલોમીટર દૂર છે. આ વચ્ચે ઈરાને અમેરિકા પર મોટો આરોપ લગાવ્યો છે. તો બીજી તરફ રશિયાએ દુર્ઘટનાની તપાસમાં મદદનું એલાન કર્યું છે. ઈરાનનો અમેરિકા પર મોટો આરોપ ઈરાને હેલીકોપ્ટર દુર્ઘટના માટે અમેરિકાન જવાબદાર ગણાવ્યું છે. જોકે, તેને લઈને હજુ સુધી સત્તાવાર નિવેદન જાહેર નથી કરાયું. ઈરાન ચીફ ઓફ સ્ટાફે તપાસના આદેશ આપ્યા છે. કાર્યવાહક વિદેશ મંત્રીએ કહ્યું કે, આ દુર્ઘટનાની તપાસ બાદ બધુ સામે આવશે. તો ઈરાનના કાર્યવાહક રાષ્ટ્રપતિ સાથે રશિયાના રાષ્ટ્રપતિ પુતિને વાત કરી છે. પુતિનનું કહેવું છે કે, તેઓ તપાસમાં ઈરાનની મદદ કરશે. ભારતમાં એક દિવસનો રાજકીય શોક દિવંગત વ્યક્તિઓના સન્માનમાં ભારત સરકારે પણ એક નિર્ણય લીધો છે. વિદેશ મંત્રાલયે માહિતી આપી છે કે 21 મેના રોજ આખા ભારતમાં એક દિવસનો રાજકીય શોક રહેશે. શોકના દિવસે સમગ્ર દેશમાં રાષ્ટ્રીય ધ્વજ અડધો ઝૂ...