હવે ઘૂસણખોરી રોકશે મધમાખીઓ, બોર્ડર પર CAPFએ બનાવ્યો 'Beehive Model', લોકોને રોજગાર પણ મળશે


Beehive Model on Border : કેન્દ્રીય ગૃહ મંત્રાલયે તમામ કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળ (CAPF)ને બંગાળમાં બોર્ડર સુરક્ષા (BSF)ની એક યૂનિટ દ્વારા શરૂ કરાયેલી 'બોર્ડરની વાડ પર મધપૂડા લગાવવાની' પહેલ કરવાના નિર્દેશ આપ્યા છે.

BSFની યૂનિટે આ પહેલ સ્થાનિક લોકો માટે રોજગારીના અવસર વધારવા અને સુરક્ષા મજબૂત કરવા માટે તેમની સાથે સદભાવ સ્થાપિત કરવા માટે કરી છે. સરકારી સૂત્રોએ જણાવ્યું કે, 'વૈજ્ઞાનિક મધુમાખી પાલન અને મધ મિશન' પર એપ્રિલમાં કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાની અધ્યક્ષતામાં નોર્થ બ્લોક સ્થિત તેમના કાર્યાલયમાં થયેલી બેઠકમાં આ નિર્દેશ અપાયા.

એક વરિષ્ઠ CAPF અધિકારીએ જણાવ્યું કે, 'બેઠકમાં બંગાલના નાદિયા જિલ્લામાં ભારત-બાંગ્લાદેશ ઇન્ટરનેશનલ બોર્ડર પર તૈનાત BSFની 32મી બટાલિયન દ્વારા તૈયાર કરેલ અને અમલમાં મુકેલ મોડેલની પ્રશંસા કરાઈ. તમામ CAPFને તેમના દાયિત્વ વાળા ક્ષેત્રમાં તેને અપનાવવાનો નિર્દેશ અપાયો.'

BSFના મોડલને અપનાવવાનો ઉદ્દેશ્ય રોજગારી આપવાનો

તેમણે જણાવ્યું કે, 'સશસ્ત્ર બોર્ડર દળ (નેપાળ અને ભૂટાન બોર્ડર) અને ભારત-તિબ્બત બોર્ડર પોલીસ (ચીનથી જોડાયેલ LAC) જેવી બોર્ડર સુરક્ષા કરનારા અન્ય દળો કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળ (CRPF) અને કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ (CISF) જેવા CAPF અને આસામ રાઇફલ્સ, નેશનલ સિક્યોરિટી ગાર્ડ અને નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) જેવા અન્ય દળ પોતાની જવાબદારીઓની પ્રકૃતિના અનુસાર આ મોડલનો ઉપયોગ કરી શકે છે. BSFના આ મોડલને અપનાવવાના ઉદ્દેશ્ય દૂરના સ્થળોએ રોજગારી પેદા કરવાનો અને સ્થાનિક લોકોમાં મિત્રો અને સદ્ભાવના બનાવવાનો છે, કારણ કે આ લોકો સુરક્ષાના દૃષ્ટિકોણથી આ વિસ્તારોમાં 'આંખો અને કાન' તરીકે કામ કરે છે.'

'વાડ પર મધપૂડા'ની પહેલ

નાદિયામાં BSFના યૂનિટે ગત વર્ષ નવેમ્બરમાં આ પહેલ કરી હતી અને અત્યાર સુધી વાડ પર લગભગ 200 મધપૂડા લગાવાયા છે. તેને લગાવવાનો ઉદ્દેશ્ય પશુ, સ્વર્ણ અને નશીલા પદાર્થોની તસ્કરી અને વાડને કાપવાની ઘટનાઓ રોકવાનો પણ છે. આ બટાલિયનના કમાન્ડિંગ ઓફિસર કમાન્ડેન્ટ સુજીત કુમારે પૂર્વમાં જણાવ્યું હતું કે, 'વાડ પર મધપૂડા'ની પહેલનો ઉદ્દેશ્ય સ્થાનિક લોકોને વેચાણ માટે મધ ઉત્પાદન લગાવવા, મધમાખીઓ માટે ફૂલ અને ફળ આપનારા વૃક્ષો લગાવવા અને જળ સંગ્રહ માટે આ ક્ષેત્રમાં બનાવવામાં આવી રહેલી ખાડા દ્વારા મત્સ્ય પાલન સામેલ છે.

એક CAPF અધિકારીએ જણાવ્યું કે, 'ઉપરનું મોડલ લોન્ચ થયા બાદથી નાદિયાના બોર્ડર વિસ્તારમાં BSF કર્મચારી, આયુષ મંત્રાલય અને સેંકડો સ્થાનિક લોકોની ભાગીદારીથી એક લાખથી વધુ રોપાઓ વાવવામાં આવ્યા છે.'


Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો