'અમે માફ કરીએ છીએ, પરંતુ...', પરશોત્તમ રૂપાલા સામેના આંદોલનને મોકૂફ રાખવા મુદ્દે પદ્મિનીબાનું મોટું નિવેદન


Parshottam Rupala Controversy : લોકસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન પરશોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ અંગે નિવેદન આપ્યું હતું. ગઈકાલે (16 મે) ક્ષત્રિય સંકલન સમિતિની બેઠક મળી હતી. જેમાં આંદોલન મોકૂફ રાખવાની જાહેરાત કરાઈ હતી. આ મુદ્દે ક્ષત્રિય આગેવાન પદ્મિનીબા વાળાએ પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં તેમણે રૂપાલાને માફ કરવાની વાત કરી છે અને સંકલન સમિતિ દ્વારા આંદોલન સ્થગિત કરવાની જાહેરાત મુદ્દે સવાલ ઉઠાવ્યા છે.

કરણસિંહ ચાવડાએ કોની સલાહ પર આંદોલન સ્થગિત કરવાનો નિર્ણય લીધો : પદ્મિનીબા વાળા

ક્ષત્રિય સંકલન સમિતિની જાહેરાત અંગે પદ્મિનીબા વાળાએ કહ્યું હતું કે, 'કરણસિંહ ચાવડાએ જે નિર્ણય લીધો છે તે કોની સલાહ પર લીધો? તે કઈ રીતે અને કોના કહેવાથી લીધો છે? આપણા પોતાનાથી કોઈ નિર્ણય લેવામાં આવતો જણાતો નથી. ક્ષત્રિય સમાજનો વિરોધ કોનો હતો? કરણસિંહ બેવડી વાત કરી રહ્યો છે. અગાઉ સંકલન સમિતિના સભ્ય પી.ટી.જાડેજાએ પણ ઓડિયો બહાર પાડ્યો હતો. જેમાં પી.ટી.જાડેજાએ સંકલન સમિતિના તૃપ્તિબા રાઓલ વિશે વાત કરી હતી. પરંતુ પી.ટી.જાડેજા હવે ક્યાં છે?'

અમે તો રૂપાલાને માફ કરીએ છીએ : પદ્મિનીબા વાળા

રૂપાલાને માફી અંગે પદ્મિનીબાએ કહ્યું હતું કે, 'બહેન-દીકરીઓની અસ્મિતાને લઈને આ લડાઈ હતી. ચૂંટણી પછી પણ રૂપાલાએ કહ્યું હતું કે નારી શક્તિને સમજું છું અને માફી માંગું છું. અમે તો રૂપાલાને માફ કરી દઈએ છીએ. એક નિર્ણય હોવો જરૂરી છે. પરંતુ સંકલન સમિતિએ રૂપાલાને માફ નથી કરતા તો રાહુલ ગાંધી અને ઉમેશ મકવાણાને માફ શું કામ કર્યા? મારૂં સ્ટેન્ડ એ જ છે. અતિની ગતિ ન હતો. અમને પણ રોષ અને ગુસ્સો હતો. મહાસંમેલનો પણ થયા, સરકારે માન ન રાખ્યું. પરંતુ હવે શું? આખો સમાજ વિચારી રહ્યો છે કે હવે શું? હવે રૂપાલા પાસે ટિકિટ રદ્દ નથી કરાવી શક્યા તો રાજીનામું અપાવે તેવી સંકલન સમિતિની ત્રેવડ નથી કે તેઓ રાજીનામું અપાવી શકશે. સંકલન સમિતિએ અમને હાથો બનાવ્યો. મારી ટીમને હાથો બનાવ્યો. પોતે બધી પાર્ટી પાસે સારા રહ્યા.

ક્ષત્રિય સમાજનું આંદોલન એક રીતે નિષ્ફળ ગયું : પદ્મિનીબા વાળા

સંકલન સમિતિ પર આક્ષેપ કરતાં પદ્મિનીબા વાળાએ કહ્યું હતું કે, 'સમાજે હવે પોતાનો માર્ગ બદલી નાખ્યો છે. તમે તમારી બહેનો અને દીકરીઓને ટેકો આપીને રાજનીતિ કરો છો. જો ક્ષત્રિયોમાં 120 સંસ્થાઓ હોય તો કઈ કહો? રૂપાલાને માફ કરો કે વિરોધ કરો. પોત્રામાં રેતી ન રાખવી. ક્ષત્રિય સમાજનું આંદોલન એક રીતે નિષ્ફળ ગયું છે. સમાજ એક થયો છે પરંતુ સમાજ ગેરમાર્ગે દોરાયો છે. સમાજ હેરાન થઈ ગયો છે. જે ભાઈઓ-બહેનો ભાજપમાં હતા તેમના રાજીનામાં અપાવી દીધા. હવે સંકલન સમિતિ શું કરવાની છે એજ ખબર નથી પડતી. સંકલન સમિતિ સ્પષ્ટ બોલતી જ નથી. સંકલન સમિતિએ સમાજને ગુમરાહ કર્યો છે. સંકલન સમિતિએ યોગ્ય સમયે નિર્ણય લેવો પડે. રૂપાલાએ પાંચમી વખત માફી માગી છે. તો સંકલન સમિતિએ શું કરવું છે એજ ખબર નથી પડતી. આંદોલન પૂરૂ થઈ ગયું છે. રૂપાલાએ ફોર્મ ભર્યું ત્યારથી જ આંદોલન પૂરૂ થઈ ગયું. હું ક્ષત્રિય સમાજને કહેવા માંગું છું કે હવે સંકલન સમિતિનું આગળનું આંદોલન હશે તે ટિકિટ માટે જ હશે.'

સંકલન સમિતિએ કોંગ્રેસ પાર્ટીને ઉભી કરી દીધી : પદ્મિનીબા વાળા

સંકલન સમિતિ પર સવાલ ઉઠાવતા પદ્મિનીબાએ કહ્યું હતું કે, 'સંકલન સમિતિએ ઝંડો હાથમાં લીધો છે તો વ્યવસ્થિત બધું કરો. સમાજને ગેરમાર્ગે લઈ ગયા અને પથારી ફેરવાઈ ગઈ. કોંગ્રેસ પાર્ટીને ઉભી કરી દીધી. અમે સામાજિક છીએ રાજકીય નથી. તો તેમાં ટિકિટ ક્યાંથી આવી. અમે આવતી ચૂંટણીમાં ટિકિટની માંગ કરીશું. રાજ શેખાવતે પણ માંગ મૂકી હતી. જેપી ભાઈએ પણ માંગ મૂકી હતી. સામાજિક છો તો સમાજિક જ રહો.'

હું અને મારી ટીમ પરશોત્તમ રૂપાલાની મુલાકાત લઈશું : પદ્મિનીબા વાળા

પરશોત્તમ રૂપાલા અંગે પદ્મિનીબા વાળાએ કહ્યું હતું કે, 'જો પરશોત્તમ રૂપાલા ઈચ્છશે તો હું અને મારી નારીશક્તિ ટીમ તેમની મુલાકાત લઈશું. સામેથી ફોન કરશો તો મળીશું. જયરાજસિંહ જાડેજાએ બરાબર કર્યું. સંકલન સમિતિએ આખરે એવું જ કર્યું.'

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો