અમેરિકામાં જેહાદ નથી જોઈતું, હું ચૂંટણી હાર્યો તો આ દેશ નહીં બચે : ઈઝરાયલ વિરુદ્ધ પ્રદર્શન પર ભડક્યાં ટ્રમ્પ


US Universities Protest : ગાઝા પર ઈઝરાયલ દ્વારા હુમલાના વિરોધમાં અમેરિકામાં પ્રદર્શન થઈ રહ્યા છે. વિદ્યાર્થીઓ રસ્તા પર છે. અમેરિકાની કેટલીક યુનિવર્સિટીમાં ઈઝરાયલ સમર્થક અને વિરોધી સમૂહો વચ્ચે ઘર્ષણ થયું. આ વચ્ચે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ પ્રોટેસ્ટને લઈને મોટું નિવેદન આપ્યું છે.

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું, કે 'કોલંબિયા યુનિવર્સિટીની એક બિલ્ડિંગમાં પેલેસ્ટાઈન સમર્થક વિદ્યાર્થીઓએ કબજો કરી લીધો હતો, જે રીતે ન્યૂયોર્ક પોલીસે આ વિદ્યાર્થીઓને પાઠ ભણાવ્યો. તેને જોઈને ખુબ મજા આવી. ટ્રમ્પે આ પ્રદર્શનકારીઓને પાગલ અને હમાસના સમર્થક ગણાવતા કહ્યું, કે 'આપણે અમેરિકામાં જેહાદની જરૂર નથી.'

2024ની રાષ્ટ્રપતિ ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટી તરફથી ઉમેદવાર ટ્રમ્પે કહ્યું, કે 'શું કોઈ પણ પરિસ્થિતિમાં આપણે ગાઝા જેવા હમાસ નિયંત્રિત આતંકવાદી ગઢથી હજારો શરણાર્થીઓને અમેરિકામાં લાવવા જોઈએ. આપણે એવું ન કરી શકીએ. આપણે આપણો દેશ પણ ચલાવવાનો છે. આ દેશ સારો રહેવો જોઈએ. આપણે દેશ સંકટમાં છે.'

'હું ચૂંટણી હાર્યો તો આ દેશ નહીં બચે'

ટ્રમ્પે કહ્યું હતું, કે 'મને નથી લાગતું કે જો અમે ચૂંટણી હારીશું તો આ દેશ બચી શકશે. મને ઘણા સમયથી અનુભવ થઈ રહ્યો હતો. આપણે ઘણા મુસ્લિમ દેશોનો સામનો કરવાનો છે. અમેરિકામાં જેહાદ નથી જોઈતો, અમે નથી ઈચ્છતા કે આપણાં શહેર આતંકવાદના ગઢ બની જાય.'

ટ્રમ્પે કહ્યું, કે 'એકવાર રાષ્ટ્રપતિ બની ગયા બાદ ફરી ટ્રાવેલ બેન પર કામ કરીશું, શરણાર્થીઓને અમેરિકા આવવા પર રોક લાગશે અને આતંકવાદીઓને આ દેશથી દૂર રાખવામાં આવશે.'

ઈઝરાયેલ વિરોધી દેખાવો માટે અમેરિકન યુનિવર્સિટીઓને નોટિસ

વાત બહુ સ્પષ્ટ છે. અમેરિકા બહારથી જે કહે તે પરંતુ હાર્દથી ઈઝરાયલ તરફી રહ્યું છે. બીજી તરફ અમેરિકાની યુનિવર્સિટીઓમાં ઈઝરાયલ વિરોધી દેખાવો જોર પકડતા જાય છે. પેલેસ્ટાઈન તરફી વિદ્યાર્થીઓ અને ઈઝરાયલ તરફી વિદ્યાર્થીઓ વચ્ચે સંઘર્ષ થતા રહે છે. યહુદી વિદ્યાર્થીઓ ઉપર પેલેસ્ટાઈન તરફી વિદ્યાર્થીઓ હુમલા કરી રહ્યા છે. આ બાબત પ્રમુખ જો બાયડેન સુધી પણ પહોંચી છે. આ તોફાનો વિશેષત: એલ યુનિવર્સિટી, યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા- લોસ-એન્જલ્સ અને યુનિવર્સિટી ઓફ મીશીગનમાં વ્યાપક પ્રમાણમાં થઈ રહ્યા છે. પેલેસ્ટાઈન તરફી દેખાવકારો તંબુઓ નાખી કોલેજ કેમ્પસમાં પડયા હતા. તો તેમની ઉપર ઈઝરાયલ તરફી વિદ્યાર્થીઓ તૂટી પડયા હતા. તેમના તંબુઓ ઉખેડી નાખ્યા હતા. આમ રમખાણો હાથ બહાર જતા જોઈ ''ચેરપર્સન ઓફ ધી હાઉસ એજ્યુકેશન એન્ડ વર્કફોર્સ કમિટિ'' વર્જીનિયા ફોક્સે ચેતવણી આપતા યુનિવર્સિટીઓ જ કમિટીના હાથમાં લેવાનું કહી દીધું. સાથે પેલેસ્ટાઈન તરફી દેખાવકાર વિદ્યાર્થીઓને 'લવારા કરનારા' અને 'નકામા' કહી દીધા હતા. તેઓએ કહ્યું ''કોલેજો કે તોફાની તરૂણો માટેની નાટકની રંગભૂમિ નથી કે કટ્ટરવાદી વિદ્યાર્થીઓ માટેની યુદ્ધભૂમિ પણ નથી.''

બીજી તરફ કોલેજ-કેમ્પસમાં ઘૂસીને પોલીસે તે ટેન્ટોમાંથી વિદ્યાર્થીઓને બળજબરીથી બહાર કાઢ્યા હતા અને જે ટેન્ટો હજી ઈઝરાયલ તરફીઓએ ઉખેડયા ન હતા. તે પણ ઉખેડી નાખ્યા હતા.

હાઉસ ઓફ રેપ્રિઝેન્ટેટીવ્સના સ્પીકર માઈક જ્હોનસને આ ઘટના અંગે તપાસ યોજવા કોંગ્રેસે સમિતિ સ્થાપવાના લીધેલા નિર્ણયની પ્રશંસા કરી હતી. જ્યારે 80 વર્ષના નોર્થ કેરોલિનાના પ્રતિનિધિઓ અને હાઉસ કમિટીમાં ચેરપર્સન વર્જીનીયા ફોકસે વિદ્યાર્થીઓને ચેતવણી આપતા કહ્યું હતું કે કોલેજોની દિવાલો ઉપર ચીતરામણ કરવાની (પેલેસ્ટાઈન તરફી લખાણો લખવાની) તેમજ કેમ્પસની ગોંદરી (લોન) કે વૃક્ષો ઉપર પણ (પેલેસ્ટાઈન તરફી ચીતરામણ કરવાની કોઈપણ કાર્યવાહી ચલાવી નહીં લેવાય. આવી કાર્યવાહી કરનારને સખત નશ્યત કરવામાં આવશે. આ સાથે ફરી એકવાર તેઓએ યહુદી વિદ્યાર્થીઓના રક્ષણની ખાતરી ઉચ્ચારી હતી. (વાત સીધી છે યુએસ ઈઝરાયલ તરફી જ છે)

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

તાઈવાને તોડી પાડ્યુ ચીનનુ સુખોઈ-35 વિમાન? ચીન-તાઈવાન વચ્ચેનો વિવાદ ઉગ્ર બનશે