EVM ઓકે છે, તેની ચિપ પર નજર રાખો...: મમતા બેનર્જીએ ચૂંટણીની વચ્ચે ફરી લગાવ્યા ગંભીર આક્ષેપ


Lok Sabha Elections 2024: પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ચૂંટણી પંચ અને ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. થોડા દિવસો પહેલા જ સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે VVPAT સાથે EVMનું 100 ટકા મેચિંગ કરવાની કોઈ જરૂર નથી. મમતાએ તેનાથી એક કદમ આગળ વધી કાર્યકર્તાઓને કહ્યું કે ઈવીએમ બરાબર છે, તેની ચિપ પર નજર રાખો. રાત્રે ભાજપના લોકો તાળા તોડીને EVM મશીનો બદલી રહ્યા છે. તેની જગ્યાએ તેઓ ભાજપને આપેલા વોટવાળા મશીનો રાખી રહ્યા છે.

મમતા બેનર્જીએ તેમના આરોપોને સાબિત કરવા માટે કહ્યું કે, પહેલા અને બીજા તબક્કાના મતદાન ટકાવારીના આંકડા આપવામાં વિલંબ પર અત્યાર સુધી ચૂંટણી પંચ દ્વારા કોઈ સત્તાવાર અને સ્પષ્ટ જવાબ આપવામાં નથી આવ્યો. ચૂંટણી પંચ દ્વારા આંકડા આપવામાં વિલંબ પર વિપક્ષે સવાલ ઉઠાવ્યા છે. ચૂંટણી પંચના શરુઆતના આંકડા અને છેલ્લા આંકડા વચ્ચે 6 ટકાનો તફાવત છે, અને છેલ્લા આંકડા આપવામાં આવ્યા તે મોડા આપ્યા છે. ભાજપ રાજ્યભરમાં EVM બદલી રહી છે.

તો સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, EVM સુરક્ષિત છે

સુપ્રીમ કોર્ટે ગયા અઠવાડિયે ઈવીએમ સાથે છેડછાડની શંકાને "પાયાવિહોણી" ગણાવીને અરજી ફગાવી દીધી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે ઈવીએમ "સલામત" છે અને તે મતદાન મથકો અને નકલી મતદાન થતું અટકાવ્યું છે.  જો કે, સુપ્રીમ કોર્ટે ચૂંટણીમાં બીજા અને ત્રીજા સ્થાન મેળવનારા અસફળ ઉમેદવારોને દરેક વિધાનસભા મતવિસ્તારમાં પાંચ ટકા ઈવીએમની 'માઈક્રો કંટ્રોલર ચિપ'ની ચકાસણીની માંગ કરવાની મંજૂરી આપી હતી.

'VVPAT સ્લિપ આપવાથી સમસ્યા સર્જાઈ શકે છે'

ઉમેદવારોએ તેના માટે આયોગને લેખિત અરજી આપવાની રહેશે, અને તેના માટે ફી ચૂકવવાની રહેશે. કોર્ટે કહ્યું હતું કે, સિસ્ટમના કોઈપણ પાસાને " આંખ મીચીને અવિશ્વાસ કરવો"  અનુચિત શંકા પેદા કરી શકે છે. કોર્ટે કહ્યું કે મતદારોને 'VVPAT' સ્લિપ આપવાથી સમસ્યાઓ પેદા થઈ શકે છે. આ અવ્યવહારુ છે અને આ તેનો દુરુપયોગ કરવો તથા વિવાદો પણ વધી શકે છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

તાઈવાને તોડી પાડ્યુ ચીનનુ સુખોઈ-35 વિમાન? ચીન-તાઈવાન વચ્ચેનો વિવાદ ઉગ્ર બનશે