બાઈડેને ઝેનોફોબિક કહ્યા બાદ હવે અમેરિકાએ ભારતીય લોકશાહીની કરી પ્રશંસા, જાણો શું કહ્યું


Lok Sabha Elections 2024 |  ભારતમાં ચાલી રહેલી લોકસભાની ચૂંટણીમાં ભારતના મતદાતાઓએ કરેલાં મતદાન ઉપરથી ભારતની લોકશાહીની પ્રશંસા કરતાં વ્હાઇટ હાઉસે કહ્યું હતું કે ભારત જેવી ઉત્સાહી અને ઊર્જાસભર લોકશાહી બહુ થોડી જોવા મળે છે.

વ્હાઇટ હાઉસના નેશનલ સિક્યોરિટી કોમ્યુનિકેશન્સના સલાહકાર જોન કીર્વીએ પત્રકારોને સંબોધનમાં આ ટિપ્પણી કરી હતી. 

ભારતમાં ચાલી રહેલી ચૂંટણી અંગે આપનો શો પ્રતિભાવ છે ? તેમ પત્રકારોના પ્રશ્નના ઉત્તરમાં તેઓએ કહ્યું હતું કે દેશની 2660 જેટલી નોંધાયેલી પાર્ટીના હજ્જારો ઉમેદવારો પૈકી 545 લોકસભા સાંસદોને ચૂંટી કાઢવા, લાખ્ખો મતદાન મથકોએ તે દેશના 96 લાખ અને 90 હજાર જેટલા મતદારોએ મતદાન કર્યું હતું.

આમ કહેતાં કીર્વીએ જણાવ્યું કે ભારત સિવાય દુનિયામાં આવી ઉત્સાહપૂર્ણ અને ઊર્જા સભર લોકશાહી બહુ થોડી જોવા મળે છે. ભારતની જનતાને તેમના મતની શક્તિ શી છે તેની પૂરી માહિતી છે, તે દ્વારા તેઓ ભાવિ સરકારમાં તેમનો અવાજ પહોંચાડી શકે છે. તેની પણ તેમને ખબર છે. આ સમગ્ર પ્રક્રિયામાં તેઓ પ્રત્યે આપણી શુભેચ્છાઓ.

એક અન્ય પ્રશ્નના ઉત્તરમાં કીર્વીએ કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં શાસન કાળમાં તેમાંયે બાયડેન વહીવટીતંત્રના છેલ્લાં 3 વર્ષમાં ભારત અમેરિકા સંબંધો નિકટના બની રહ્યા. તે ઘણા જ નિકટવર્તી બની ગયા છે. હજી વધુ નિકટવર્તી બની રહ્યા છે. તમે તે છેલ્લી સત્તાવાર મુલાકાત સમયે જોયું હશે.

અમે અનેક નવાં ક્ષેત્રો ઉઘાડયાં છે સાથે ઇમર્જિંગ ક્રીટીકલ ટેકનોલોજીનાં આદાન-પ્રદાન માટે સમજૂતી સાધી છે. સાથે ઇન્ડો પેસિફિક અને ક્વોડમાં આપણે ભારત-સાથે સહભાગી રીતે કામ કરીએ છીએ. તેટલું જ નહીં, પરંતુ નાગરિકો નાગરિકો વચ્ચેના સંબંધો મજબૂત બનાવી રહ્યા છીએ જ. સેનાકીય દ્રષ્ટિએ પણ સહકાર સાધી રહ્યા છીએ. તે ભાગીદારી ઘણી જ સંવેદનશીલ છે, ઘણી જ સક્રિય છે. તેમ પણ જોન કીર્વીએ પત્રકારોને કહ્યું હતું.

ભારત અને જાપાન બંને દેશો કટ્ટર સ્વકેન્દ્રિત છે, કટ્ટર રાષ્ટ્રવાદી (ઝેનોફોનિક) છે તેમા પ્રમુખ જો બાયડેને કરેલ કથન અંગે તમારો શો પ્રતિભાવ છે ? તેવા પત્રકારોના પ્રશ્ને ટાળી નાખવાનો પ્રયત્ન કરતાં જોન કીર્વીએ કહ્યું હતું કે તેઓ સર્વસામાન્ય પ્રકારનાં અને સહજ વિધાનો હતાં. તેને કશું મહત્વ આપવાની જરૂર નથી. વાસ્તવમાં તેઓનું કહેવું તે દર્શાવતું હતું કે 'આપણી લોકશાહી કેટલી સર્વગ્રાહી સર્વસંમત અને સર્વના સહકાર ભરેલી છે.'


Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો