વિરાટ કોહલીએ IPLમાં રચ્યો ઈતિહાસ, 8000 રન પૂરા કરનારો પ્રથમ ખેલાડી બન્યો
Image Twitter |
Virat Kohli IPL Record: IPL 2024 ની એલિમિનેટર મેચ રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાઈ હતી. આ મેચમાં વિરાટ કોહલી IPLના ઈતિહાસમાં 8000 રન પૂરા કરનાર પ્રથમ ખેલાડી બન્યો છે. તેણે રાજસ્થાન સામે પોતાની ઇનિંગ્સમાં 30 રન બનાવીને આ ઐતિહાસિક રેકોર્ડ બનાવ્યો છે. કોહલીએ 8 હજાર રનનો આંકડો તેની 252મી આઈપીએલ મેચમાં પૂરો કર્યો છે. કોહલીએ 8 હજાર રન પૂરા કરવા સાથે- સાથે 8 સદી અને 55 અડધી સદી પણ પૂરી કરી છે. કોહલીએ એલિમિનેટર મેચમાં 24 બોલમાં 33 રનની ઇનિંગ રમી હતી.
𝗘𝗜𝗚𝗛𝗧 𝗧𝗛𝗢𝗨𝗦𝗔𝗡𝗗 𝗜𝗣𝗟 𝗥𝗨𝗡𝗦! 🤯
— IndianPremierLeague (@IPL) May 22, 2024
The first ever batter to reach this milestone 🫡🫡
Congratulations, Virat Kohli 👏👏
Follow the Match ▶️ https://t.co/b5YGTn7pOL #TATAIPL | #RRvRCB | #Eliminator | #TheFinalCall | @imVkohli pic.twitter.com/fZ1V7eow0X
7000થી વધુ રન બનાવનાર એકમાત્ર ખેલાડી કોહલી
IPLમાં વિરાટ કોહલીનો એટલો દબદબો છે, કે અત્યાર સુધીમાં તે 7000 કે તેથી વધારે રન બનાવનાર એકમાત્ર ખેલાડી છે. આ લીગના ઈતિહાસમાં સૌથી વધુ રન બનાવવાના મામલે શિખર ધવન બીજા નંબરે છે, જેણે હાલમાં 222 મેચોમાં 6,769 રન બનાવ્યા છે. એટલે કે પહેલા અને બીજા સ્થાને રહેલા કોહલી અને ધવન વચ્ચે 1,235 રનનો મોટો તફાવત છે. તે પછી ત્રીજા નંબર પર રહેલા રોહિત શર્માએ અત્યાર સુધી 257 મેચમાં 6,628 રન બનાવી ચુક્યો છે. આ આંકડા દર્શાવે છે, કે સૌથી વધુ રન બનાવવાના મામલે અન્ય કોઈ ખેલાડી કોહલીની નજીક પણ નથી.
સિઝનમાં બીજીવાર 700 રન
આઈપીએલ 2024 ની શરૂઆતથી જ ઓરેન્જ કેપ મોટાભાગે વિરાટ કોહલી પાસે જ રહી છે. કોહલીએ આ સિઝનમાં અત્યાર સુધી 15 મેચમાં 67ની એવરેજથી 737 રન બનાવ્યા છે. ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં આ બીજી વખત છે, કે જ્યારે વિરાટ કોહલીએ એક જ સિઝનમાં 700 કે તેથી વધુ રન બનાવ્યા હોય. આ અગાઉ 2016માં તેણે 16 મેચમાં 973 રન બનાવ્યા હતા. IPLની કોઈપણ બે સિઝનમાં 700 કે તેથી વધુ રન બનાવનાર પ્રથમ ખેલાડી ક્રિસ ગેલ હતો, કે જેણે 2012 અને 2013માં આવું કર્યું હતું.
Comments
Post a Comment