હવે ગેરકાયદે રીતે હજ યાત્રા કરનારાઓની ખેર નહીં, સાઉદી અરેબિયાએ જાહેર કર્યા નવા નિયમ


Saudi Arabia Haj Yatra 2024 : સાઉદી અરેબિયાના મક્કામાં મુસ્લિમો દ્વારા થતી પવિત્ર યાત્રા હજની તૈયારીઓ પુરજોશમાં શરૂ થવાની સાથે નવા નિયમો પણ જાહેર થયા છે. સાઉદી હજ અને ઉમરા મંત્રાલયે હજ યાત્રીઓ માટે ‘નસ્ક હજ કાર્ડ (Nusuk Hajj Card)’ જાહેર કર્યા છે. હજ દરમિયાન આ કાર્ડનો ઉપયોગ ફરજીયાત કરાયો છે. ગલ્ફ ન્યૂઝના અહેવાલો મુજબ ગેરકાયદે રીતે હજ યાત્રા પર આવનારા લોકો પર અંકુશ મેળવવા માટે આ સિસ્ટમ લાગુ કરાઈ છે.

ગેરકાયદે યાત્રા કરનારને પવિત્ર સ્થાનમાં પ્રવેશ કરતા અટકાવાશે

નસ્ક હજ કાર્ડથી હજ યાત્રીઓની યાત્રા સરળ બનવાની સાથે ગેરકાયદે બનતી ઘટનાઓને અટકાવવામાં પણ ઉપયોગી નિવડશે. આ ઉપરાંત સાઉદી અરેબિયા સરકાર મક્કામાં થતી ભીડને સરળતાથી મેનેજ કરી શકશે. હજ યાત્રા પર જનારા તમામ હાજીઓને આ કાર્ડ અપાશે, જેનાથી કોઈપણ વ્યક્તિની ઓળખની ચકાસણી કરવી સરળ બનશે. આ ઉપરાંત ગેરકાયદે હજ યાત્રા પર જનારાઓને પવિત્ર સ્થાનમાં પ્રવેશ કરવાતી પણ અટકાવી શકાશે. સાઉદી અરેબિયાનું માનવું છે કે, આ સિસ્ટમથી તીર્થયાત્રીઓની સુરક્ષા વધશે.

‘નસ્ક હજ કાર્ડ’ ડિજિટલ અને પ્રિન્ટ બંને ફોર્મેટમાં ઉપલબ્ધ

હજ અને ઉમરા મંત્રાલયે કહ્યું કે, આ કાર્ડ ડિજિટલ અને પ્રિન્ટ (Digital and Print) બંને ફોર્મેટમાં ઉપલબ્ધ છે. ડિજિટલ કાર્ડ ‘નુસ્ક અને તવાકલાન’ એપ્લિકેશન પર જોઈ શકાશે અને તેની પ્રિન્ટ પણ કાઢી શકાશે. હજ દરમિયાન હજયાત્રીઓએ ડિજિટલ કાર્ડ પર છપાયેલ QR કોડ સ્કેન કરીને સૂચનાઓનું ફરજીયાત પાલન કરવું પડશે. મંત્રાલયે કહ્યું કે, હજ યાત્રીઓને આ કાર્ડથી ઘણી સુવિધાઓ મળશે. આ કાર્ડથી યાત્રીઓની તમામ માહિતીનો રેકોર્ડ મેળવો સરળ બનશે. મંત્રાલયે સાઉદી અરેબિયા અને વિદેશી તીર્થયાત્રિઓને પવિત્ર સ્થળ પર પહોંચ્યા પહેલા કાર્ડ મેળવવાની વિનંતી કરી છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો