કેરળમાં એક જ દિવસમાં 16,000 સરકારી કર્મચારી નિવૃત્ત ! રાજ્ય સરકારની મુશ્કેલી વધી
Kerala Government Employees Retired : કેરળમાં આજે (31 મે)એ 16 હજારથી વધુ સરકારી કર્મચારીઓ નિવૃત્ત થયા છે. આ સાથે નાણાંકીય સંકટનો સામનો કરી રહેલી રાજ્યની પિનરાઈ વિજયન સરકારની મુશ્કેલી વધી છે.
ગત વર્ષે 11,800 કર્મચારીઓ નિવૃત્ત થયા હતા
આજે જે 16,000થી વધુ સરકારી કર્મચારીઓ નિવૃત્ત થયા છે, તેમાં રાજ્ય સચિવાલય સહિત વિવિધ સરકારી કાર્યાલયોમાં કાર્યરત ડોકટરો, પોલીસ અધિકારીઓ, શિક્ષકો, કારકુનો, ડ્રાઇવરો, પટાવાળા અને અન્ય લોકોનો સમાવેશ થાય છે. જ્યારે ગત વર્ષે 31 મેએ 11,800 સરકારી કર્મચારીઓ નિવૃત્ત થયા હતા.
કેરળમાં નિવૃત્તની વય 56 વર્ષ
કેરળ રાજ્યમાં સેવાનિવૃત્તની વયમર્યાદા 56 વર્ષ છે. રસપ્રદ વાત એ છે કે, એક જ દિવસમાં આટલી મોટી સંખ્યામાં નિવૃત્તિનું કારણ દાયકાઓ પહેલા તેમના માતા-પિતા દ્વારા સ્કૂલ પ્રવેશ વખતે નોંધાવેલી જન્મ તિથિ છે.
પિનરાઈ વિજયન સરકારની મુશ્કેલી વધી
આટલી મોટી સંખ્યામાં કર્મચારીઓ નિવૃત્ત થતા રાજ્ય સરકારની મુશ્કેલી વછી છે. પિનરાઈ વિજયન સરકાર આર્થિક સંકટ સામે ઝઝુમી રહી છે અને હવે તેમણે 16,000 નિવૃત્ત કર્મચારીઓ માટે વધારાના 9000 કરોડ રૂપિયાની વ્યવસ્થા કરવાની છે.
Comments
Post a Comment