અફઘાનિસ્તાનમાં અચાનક પૂર આવતાં 300થી વધુના મોત, ભારે વરસાદથી 1000 ઘરોને નુકસાન
Afghanistan Flooding : અફઘાનિસ્તાનમાં અચાનક આવેલા પૂરના કારણે જમ-જીવન ખોરવાઈ ગયું છે. માહિતી પ્રમાણે હાલમાં બગલાન પ્રાંતમાં પૂર આવતાં આશરે 300થી વધુ લોકોના મોત થયા હતા. જ્યારે પૂરના કારણે 1 હજારથી વધુ મકાનો ધરાશાયી થયા છે. યુનાઈટેડ નેશન્સનું ફૂડ ઓર્ગેનાઈઝેશન પૂર પીડિતોની મદદ કરવા આવી પહોચ્યું છે.
એક રિપોર્ટ પ્રમાણે સંયુક્ત રાષ્ટ્રના ખાદ્ય સંગઠને આજે 11 મે, શનિવારે જણાવ્યું હતું કે, અફઘાનિસ્તાનમાં અતિ ભારે મોસમી વરસાદને કારણે 300 થી વધુ લોકો મોત થયા છે, અને 1,000 થી વધુ ઘરો નાશ પામ્યા હતા. સંગઠને કહ્યું કે, તે છેલ્લા કેટલાક અઠવાડિયામાં અફઘાનિસ્તાનમાં આવેલા અનેક પૂરથી અસરગ્રસ્ત લોકોને ફોર્ટિફાઇડ બિસ્કિટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.
સેંકડો લોકો પૂરનો ભોગ બન્યા - ઝબીહુલ્લા મુજાહિદ
પડોશી તખાર પ્રાંતમાં આવેલા પૂરમાં આશરે 20 લોકોના મોત થયા છે. આ દરમિયાન તાલિબાન સરકારના મુખ્ય પ્રવક્તા ઝબીહુલ્લા મુજાહિદે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટ લખી હતી. જેમા કહ્યું હતું કે, "સેકડોની સંખ્યામાં અમારા નાગરિકો પૂરનો ભોગ બન્યા છે, જ્યારે મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા છે."
ઘાયલ અને મૃતકોને બહાર કાઢવામાં વ્યસ્ત તાલિબાન સરકાર – પ્રવક્તા
તાલિબાનના પ્રવક્તાએ કહ્યું કે, બદખ્શાન, બગલાન, ઘોર અને હેરાત પ્રાંત સૌથી વધુ અસર પહોંચી છે. "વરસાદને કારણે થયેલ ભારે વિનાશ"ને કારણે "નોંધપાત્ર નાણાકીય નુકસાન" થયું છે. તેમણે કહ્યું કે, તાલિબાન સરકારે લોકોને બચાવવા, ઘાયલોને સારવાર માટે લઈ જવા અને મૃતકોને બહાર કાઢવા માટે તમામ ઉપલબ્ધ સંસાધનો એકત્ર કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
ઘાયલોને મિલિટરી હોસ્પિટલમાં દાખલ કરાયા
તાલિબાન સંરક્ષણ મંત્રાલયે શનિવારે એક નિવેદન આપતાં કહ્યું કે, વાયુસેનાએ પહેલાથી જ બગલાનમાં મૃત્યુ પામેલા લોકોને બહાર કાઢવાનું શરૂ કરી દીધું છે અને પૂરગ્રસ્ત વિસ્તારોમાં ફસાયેલા લોકોને બચાવી લેવામાં આવ્યા છે. જેમાં 100 ઘાયલ લોકોને મિલિટરી હોસ્પિટલમાં પહોચાડવામાં આવ્યા છે. એપ્રિલમાં દેશમાં ભારે વરસાદ અને પૂરના કારણે ઓછામાં ઓછા 70 લોકોના મોત થયા હતા. લગભગ 2,000 ઘરો, ત્રણ મસ્જિદો અને ચાર શાળાઓને પણ નુકસાન થયું છે.
Comments
Post a Comment