પવારનો પાવર : 162 ધારાસભ્યોની 'શપથ-પરેડ'

શરદ પવાર, સુપ્રિયા સુળે, ઉધ્ધવ અને આદિત્ય ઠાકરે, ખડગે , થોરાતની હાજરી, સાંસદો પણ ઉપસ્થિત
(વિશેષ પ્રતિનિધિ) મુંબઈ, તા. 25 નવેમ્બર, 2019, સોમવાર
મહારાષ્ટ્રમાં કોની સત્તા સ્થપાશે એ પ્રશ્ન વચ્ચે આજે મહાવિકાસ ગઠબંધનના 162 ધારાસભ્યોને એક જ ખંડમાં ભેગા કરીને શરદ પવારે શક્તિ પ્રદર્શન કરી દેખાડયું હતું. ' હાલ મહારાષ્ટ્રમાં જે સરકારે ગેરકાનુની રીતે સત્તામાં આવી છે એ લોકોને સંસદીય પદ્ધતિથી દૂર કરીશુ. આ માત્ર 2-3 દિવસની રમત છે. આપણે 162થી પણ વધુ વિધાનસભ્યો એકત્ર છીએ અને મહારાષ્ટ્રમાં સરકાર આપણે જ સ્થાપિત કરીશું.
આપણી સંખ્યા સંખ્યા 162થી પણ વધુ બનશે,' એવા શબ્દોમાં એનસીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ શરદ પવારે આજે રાતના ગ્રૅંડ હયાત આ ફાઈવ સ્ટાર હોટલેમાં શિવસેના, એનસીપી અને કોંગ્રેસના વિધાનસભ્યો, સાંસદો, હોદ્દેદારોને વિશ્વાસ અપાવ્યો તેમ જ ભારતીય જનતા પાર્ટીએ ગેરરીતિથી આ મહારાષ્ટ્રમાં જે કર્યું છે એ મહારાષ્ટ્રના ઈતિહાસમાં આ પહેલાં બન્યું નહોતું. એચલે આપણે મક્કમતાથી ત્રણે પાર્ટીના વિધાનસભ્યો અને તમામ લોકો એકત્ર રહીશું, નવી સરકાર આપણે સંસદીય પદ્ધતિથી રચીશું અને મહારાષ્ટ્રને વિકાસના માર્ગે લઈ જઈશુ, એવો નિર્ધાર વ્યકત કર્યો.
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામો આવીને ગઈકાલે એક મહિનો પૂર્ણ થયો. મહાવિકાસ આઘાડી આ શિવસેનાના નેતૃત્વ હેઠળ એનસીપી અને કોંગ્રેસ તેમ જ એમને સમર્થન આપવાવાળા તમામ લોકો આજે રાતના પહેલી જ વાર ગ્રૅંડ હયાત આ સાંતાક્રૂઝ કાલીના ખાતે આવેલી ફાઈવ સ્ટાર હોટલમાં શક્તિ પ્રદર્શન કરવા માટે ભેગા થયા હતા.
કોંગ્રેસના 44 વિધાનસભ્યો મહારાષ્ટ્રના બહાર મોકલવામાં આવ્યા હતા તેમને આજે સાંજે મુંબઈમાં બોલાવવામાં આવ્યા. એનસીપીના વિધાનમંડળ દળના નેતા અજીત પવારે નાયબ મુખ્યપ્રધાન પદના શપથ લીધા અને એમણે 54 એનસીપીના વિધાનસભ્યો આપણી સાતે હોવાનું પણ રાજ્યપાલશ્રીને આપ્યું હતું.
પણ આજે એમાંથી 51 વિધાનસભ્યો ગ્રાન્ડ હયાત હોટલમાં આવી ગયા હોવાનો દાવો કરવામાં આવ્યો અને શિવસેના, એનસીપી તેમજ કોંગ્રેસ અને અપક્ષ એવા 162થી વધુ વિધાનસભ્યો હોવાનું અને મહાવિકાસ આઘાડી પાસે બહુમતી પુરવાર કરતી હોવાનું દાખવવા માટે ફોટોસેશન કરવામાં આવ્યું શિવસેના પક્ષપ્રમુખ ઉધ્ધવ ઠાકરે, એનસીપીના સર્વેસર્વા શરદ પવાર, કોંગ્રેસના મલ્લિકાર્જુન ખર્ગે, બાળાસાહેબ થોેરાત તેમજ આ ત્રણે પાર્ટીના સાંસદો, હોદ્દેદારો સામે બધા વિધાનસભ્યોએ આવતીકાલના સંવિધાન દિવસની પૂર્વ સંધ્યાએ શપથ લીધા અમે અમારા મતવિસ્તાર, અમારી પાર્ટી, અમારા નેતાઓ સાથે વફાદાર રહીશું એવું એનસીપીના જીતન્દ્ર આવ્હાડે શપથ આપતી સ્પષ્ટ કરાવી લીધું. શિવસેનાના 56, એનસીપીના 51, કોંગ્રેસના 44 અને અન્ય 11 એવા 162 વિધાનસભ્યો એકત્ર હોવાનો દાવો કરવામાં આવ્યો. મહારાષ્ટ્ર રાજકીય ઊતિહાસમાં 'ફાઈવસ્ટાર' ઓળખ પરેડ આજે રાતના ગ્રૅડ હયાતમાં કરવામાં આવી.
રાજ્યપાલને સોંપાયેલા પત્રમાં ઉધ્ધવના નામનો ઉલ્લેખ જ નહીં
મુંબઈ, તા. 25
મહારાષ્ટ્રમાં સરકાર રચવા માટેની ખેંચતાણ ચરમસીમાએ પહોંચી છે ત્યારે આજે એનસીપી, કોંગ્રેસ અને એનસીપી દ્વારા સરકાર રચવાનો દાવો કરતો પત્ર રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીને આપવામાં આવ્યો હતો.
છતાં આશ્ચર્યની વાત એ છે કે આ પત્રમાં શિવસેનાના મોભી ઉધ્ધવ ઠાકરેના નામનો ઉલ્લેખ જ નથી. એટલે કોના નેતૃત્વમાં સરકાર બનાવવામાં આવશે? કોણ મુખ્ય પ્રધાન બનશે કોઈ સંકેત નથી આપતો. એટલે ઉધ્ધવ ઠાકરેને મુખ્ય પ્રધાન બનાવવા માટે સહમતી નથી સધાઈ એવું મનાય છે.
આ પત્રને લીધે વધુ ગુંચવણ ઉભી થવાનો સંભવ છે. મરાઠી ભાષામાં લખાયેલા આ પત્રમાં કોંગ્રેસના વિધાયક દળના નેતાના નહીં પણ કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષના હસ્તાક્ષર છે. આને લીધે એવો સવાલ ઊભો થાય છે કે હજી સુધી કોંગ્રેસ વિધાયક દળના નેતાની વરણી નથી થઈ તો રાજ્યપાલ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષના હસ્તાક્ષરવાલો પત્ર સ્વીકારશે?
અજિત પવારને મનાવવામાં એનસીપી નેતાઓ નિષ્ફળ
એનસીપીના પ્રદેશાધ્યક્ષ જયંત પાટીલ, દિલીપ વળસે પાટીલ, છગન ભુજબળે આજ ેસવાર અજિત પવારને મનાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ 4 કલાકના નિષ્ફળ પ્રયાસ બાદ બપોર પછી અજીત પવારએ નાયબ મુખ્યપ્રધાન પદનો હોદ્દો સંભાળી લીધો તેમજ ભાજપ અને એનસીપીની ગઠબંધન સરકાર પાંચ વર્ષ રાજ્યમાં સ્થિર સરકાર આપશે તેવી જાહેરાત કરી હતી. તેમને એનસીપીના કોઈ પણ ધારાસભ્યનો ટેકો ન હોવા છતાં અજિત પવાર હવે તેમના વલણમાંથી ડગવા તૈયાર નથી જ્યારે પવાર પરિવાર તેમને સતત મનાવવાના પ્રયાસ કરી રહ્યો છે.
અજિતના બળવાને મારા આર્શિવાદ નથી : પવાર
પુણે, તા.25
ભારતીય જનતા પક્ષ સાથે જોડાવાના અજિત પવારના નિર્ણયની પાછળ હું નથી એમ કહી એનસીપીના અધ્યક્ષ શરદ પવારે જણાવ્યું હતું કે મહારાષ્ટ્રમાં આગામી સરકાર રચવા કોંગ્રેસ અને શિવસેના સાથે અમારો પક્ષ સામેલ છે. સતારા જિલ્લાની નિકટ આવેલા કરાડમાં પત્રકારોને સંબોધતા શરદ પવારે જણાવ્યું હતું કે 'ભારતીય જનતા પક્ષ સાથે જોડાવાનો મારા ભત્રીજા અજિત પવારનો નિર્ણય તેનો પોતાનો છે અને નહીં કે એન.સી.પી.નો.' 'આ કઈ પક્ષનો નિર્ણય નથી અને અમે તેને કંઈ માન્ય કર્યો નથી', એમ પવારે જણાવી ઉમેર્યુ ંહતું કે 'અજિત પવારના બળવા પાછળ મારો હાથ છે, એ તદ્દન ખોટી વાત છે.' રાજ્યમાં એન.સી.પી., કોંગ્રેસ અને શિવસેના સાથે મળીને સરકાર રચશે, એવા પૂછાયેલા પ્રશ્નના ઉત્તરમાં તેમણે જણાવ્યું હતું કે 'એમાં કોઈ શંકા જ નથી કે અમે (બધા ભેગા મળીને) મહારાષ્ટ્રમાં સરકાર રચીશું જ.'
મહાવિકાસ ગઠબંધનનો સરકાર રચવાનો રાજભવનને પત્ર
(વિશેષ પ્રતિનિધિ) મુંબઈ, તા.25
મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન તરીકે દેવેન્દ્ર ફડણવીસ અને નાયબ મુખ્યપ્રધાન અજીત પવાર પાસે બહુમતી નથી માટે મહાવિકાસ ગંઠબંધન સરકાર રચવાની તક આપવા ડીમાન્ડ કરી હતી. આજે રાજભવનમાં જઇને ત્રિપક્ષીય ગઠબંધને ફડણવીસ-પવાર સરકારને નિલંબિત કરવાની વિનંતી રાજ્યપાલશ્રીને કરીં હતી. શિવસેના વિધાનમંડળના નેતા એકનાથ શિંદે, કોંગ્રેસના અશોક ચવ્હાણષ બાળાસાહેબ થોરાત, એનસીપીના જયંત પાટીલ આ નેતાઓએ આજે સવારે રાજભવન જઈને સત્તા સ્થાપનાનો દાવો કરતો પત્ર સુપરત કર્યો છે.
Comments
Post a Comment