રાજસ્થાન: બિહારી અને કાશ્મીરી વિદ્યાર્થીઓ વચ્ચે હિંસક અથડામણ

જયપુર તા.25 નવેમ્બર 2019, સોમવાર

રાજસ્થાનના ચિતોડગઢ વિસ્તારની એક ખાનગી યુનિવર્સિટીના બિહારી અને કાશ્મીરી વિદ્યાર્થીઓ વચ્ચે હિંસક અથડામણ થઇ હતી. જેમાં ચાર કશ્મીરી યુવાનોને ઇજા થઇ હતી.

આ હિંસક બનાવમાં  ધાર્મિક કે સાંપ્રદાયિક મુદ્દો નહોતો કારણ કે બિહારી જૂથમાં પણ મુસ્લિમ વિદ્યાર્થીઓ હતા. કાશ્મીરી યુવાનોએ એવો દાવો કર્યો હતો કે અમને આતંકવાદી કહેવામાં આવ્યા હતા અને અમને સતત એવા મહેણાં મારવામાં આવતા હતા કે 370મી કલમ રદ થઇ ગઇ. હવે તમે ક્યાં જવાના ?

ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, ચેનલ સબસ્ક્રાઈબ કરવા કરો ક્લિક

ઘટના શુક્રવાર સાંજની છે. કાશ્મીરી યુવાનોએ એવી ફરિયાદ કરી હતી કે અમે રાત્રિ ભોજન માટે બહાર જઇ રહ્યા હતા ત્યારે અમને ચારે કોરથી ઘેરી લઇને બિહારી યુવાનોએ અમારા પર હુમલો કર્યો હતો.

ઘટનાસ્થળે પોલીસ પહોંચી ગઇ હતી અને કશ્મીરી યુવાનોને સુરક્ષા પૂરી પાડી હતી. આ હુમલામાં જમ્મુના કેટલાક હિન્દુ વિદ્યાર્થીઓ પણ મારપીટનો  ભોગ બન્યા હતા. પોલીસે યુનિવર્સિટીમાં બંદોબસ્ત ગોઠવ્યો હતો.

Comments

Popular posts from this blog

મોરબી બ્રિજ ઘટના: મૃત્યુઆંક 140ને પાર, બચાવ કામગીરી હજુ પણ ચાલુ

એલોન મસ્ક બન્યા ટ્વીટરના માલિક: CEO પરાગ અગ્રવાલની હકાલપટ્ટી

LIC Listing - તમામ રોકાણકારોને નુકશાન