દિલ્હીના નિઝામુદ્દીન ખાતે મરકઝના કાર્યક્રમમાં વલસાડ જિલ્લાના 39થી વધુ લોકો ગયા હતા
વાપી, તા. 1 એપ્રિલ 2020 બુધવાર દિલ્હીના નિઝામુદ્દીન ખાતે તાજેતરમાં ધાર્મિક સ્થળ પર મરકઝના યોજાયેલા કાર્યક્રમમાં વલસાડ જિલ્લાના 39થી વધુ લોકો ગયા હોવાનું બહાર આવ્યું છે. જેને પગલે વહીવટી તંત્રનું ટેન્શન વધી રહ્યું છે. જિલ્લા આરોગ્ય વિભાગે આ લોકોને શોધવા કવાયત આદરી છે. 39માંથી 15 લોકોનો સંપર્ક થઇ શકયો છે. સમગ્ર દેશમાં લોકડાઉનની સ્થિતિ છે. ત્યારે દિલ્હીના નિઝામુદ્દીનમાં યોજાયેલા તબલિગી જમાતના મરકઝના ધાર્મિક કાર્યક્રમમાં દેશના અલગ અલગ રાજ્યોમાંથી લોકો એકત્રિત થયા હતા. જેમાં કોરોનાના દર્દીઓના મોત થતા હાહાકાર હચમચી ગઇ છે. કાર્યક્રમમાં એકત્રિત થયેલા લોકોને શોધવા રાજ્ય સરકારે કવાયત આદરી આ લોકોનું મેડિકલ નિરીક્ષણ કરી ક્વોરન્ટાઇન કરાઇ રહ્યું છે. બીજી તરફ આ ધાર્મિક કાર્યક્રમમાં વલસાડ જિલ્લામાંથી 39થી વધુ લોકો ગયા હતા અને તમામ લોકો પર આવ્યા હોવાની માહિતી બહાર આવતા જિલ્લા વહીવટીની મુશ્કેલીમાં વધારો થઇ રહ્યો છે. પોલીસની મદદથી જિલ્લા આરોગ્ય વિભાગે કાર્યક્રમમાં ગયેલા લોકોને શોધવાની કામગીરી શરૂ કરી દીધી હતી. વલસાડ જિલ્લાના 50થી વધુ લોકોએ મરકઝના કાર્યક્રમમાં હાજરી આપી હોવાનું ખુલતા ભારે ખળભળાટ મચી ગય...