મહારાષ્ટ્રમાં 18 નવા કેસ, CST રેલવે પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ પણ સંક્રમિત
મુંબઈ, તા. 1 એપ્રિલ 2020 બુધવાર
મહારાષ્ટ્રમાં કોરોના દર્દીઓની સંખ્યા વધતી જઈ રહી છે. બુધવારે કોરોનાના 18 નવા કેસ સામે આવ્યા છે. જેમાં 16 તો માત્ર મુંબઈના છે જ્યારે 2 કેસ પૂણેના છે. આ દરમિયાન મુંબઈની સીએસટી રેલવે પોલીસ સ્ટેશનનો એક કોન્સ્ટેબલ પણ કોરોનાથી સંક્રમિત મળ્યો છે. જે બાદ હાહાકાર મચી ગયો છે.
રેલવે પોલીસના આ કોન્સ્ટેબલને 30 માર્ચે કલ્યાણના રૂકમણી બાઈ હોસ્પિટલમાંથી કસ્તૂરબા માં દાખલ કરવામાં આવ્યા છે જ્યાં તેમનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. હવે તેનું રિઝલ્ટ પોઝિટિવ આવ્યુ છે. સૌથી મહત્વની વાત એ છે કે 15થી 27 માર્ચ સુધી તેમના સંપર્કમાં થાણેના 32 પોલીસ કર્મચારી આવ્યા હતા.
અત્યાર સુધી 11 ક્વોરન્ટાઈન
રેલવે પોલીસના સીનિયર અધિકારીઓ અનુસાર અત્યાર સુધી કુલ 11 લોકોને ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે.બાકી લોકો સાથે પણ જલ્દી જ સંપર્ક કરીને તેમને ક્વોરન્ટાઈન કરી દેવામાં આવશે. આ સિવાય કોન્સ્ટેબલ જે સામાન્ય લોકોની સાથે સંપર્કમાં આવ્યો હતો, તેમની ઓળક કરવામાં આવી રહી છે.
Comments
Post a Comment