રાહુલ ગાંધીએ પીએમ મોદીને પત્ર લખીને આપ્યા આવા સૂચનો

નવી દિલ્હી, તા.29 માર્ચ 2020, રવિવાર

કોરોના સામેની લડતમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પીએમ મોદીને પત્ર લખીને સમર્થન જાહેર કર્યુ છે. સાથે સાથે તેમણે પીએમ મોદીને કેટલાક સૂચનો પણ કર્યા છે.

રાહુલ ગાંધીએ પીએમ મોદીને પત્રમાં કહ્યુ છે કે, દેશમાં સંપૂર્ણ લોકડાઉન કરવાની જગ્યાએ ગરીબોના હિતમાં કેટલાક પગલા લેવાની જરુર છે. લોકડાઉન બાદ દેશમાં ગરીબો પરેશાન થઈ રહ્યા છે. શનિવારે સાંજે તો દિલ્હીમાં લાખો લોકો ભેગા થઈ ગયા હતા.લોકો પગપાળા ઘરે જઈ રહ્યા છે.

રાહુલે પત્રમાં લખ્યુ છે કે, મોદી સરકારે એ વાતનો વિચાર કરવો જોઈએ કે , દેશવ્યાપી લોકડાઉનના કારણે લોકો અને ઈકોનોમી પર અસર પડશે. દુનિયાના મુકાબલે ભારતનો કેસ અલગ છે. આપણે બીજા પ્રકારના પગલા ભરવાનીજ રુર છે. દેશમાં ગરીબોની સંખ્યા બહુ મોટી છે. જેઓ રોજ કમાઈને જીવનારો વર્ગ છે. સંપૂર્ણ લોકડાઉનના કારણે આપણી ઈકોનોમી પર બહુ ખરાબ અસર પડશે અને મોતનો આંકડો વધી જશે.

તેમણે કહ્યુ છે કે, આપણી પ્રાયોરિટી એ હોવી જોઈએ કે આપણે ઘરડા અને જેમને વધારે જોખમ છે તેવા લોકોને પહેલા આઈસોલેટ કરીએ. કરોડો લોકો ગામડાઓમાં રહે છે. શહેરોમાંથી લોકો ગામડાઓ તરફ ફાગ્યા હોવાથી ગામડાઓમાં પણ આ વાયરસ ફેલાઈ શકે છે. સરકારે આર્થિક ઘોષણાઓ કરી છે તેને વહેલી તકે લાગુ કરવામાં આવે. જેથી લોકોને સહાય મળી શકે. સરકારે મોટી સંખ્યામાં હોસ્પિટલોમાં બેડ અને વેન્ટિલરની વ્યવસ્થા કરવાની પણ જરુર છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો