વિશ્વ બેન્કની ચેતવણી: કોરોના વાઇરસનાં કારણે એશિયાનાં એક કરોડ 10 લાખ લોકો થઈ જશે ગરીબ
નવી દિલ્હી, તા. 31 માર્ચ 2020, મંગળવાર
કોરોના વાયરસે વિશ્વભરમાં ભરડો લીધો છે. કોરોના વાઇરસનાં કારણે વિશ્વનાં 196 જેટલા દેશોમાં ફેલાયો છે, ત્યારે વિશ્વભરમાં 37 હજારથી વધુ લોકોનાં મોત નિપજ્યા છે. ત્યારે 7,84,314 સંક્રમિત લોકો છે.
ભારતમાં કોરોના વાઇરસથી અત્યાર સુધી 35થી વધુ લોકોનાં મોત નિપજ્યા છે, અને 1200થી વધુ લોકો ચેપગ્રસ્ત બન્યા છે. જ્યારે કોરોના વાઇરસની સંપૂર્ણ અસર વિશ્વનાં અર્થતંત્ર પર પડી રહી છે. વર્લ્ડ બેન્કની તાજા રિપોર્ટ મુજબ આ વૈશ્વિક મહામારીનાં કારણે એશિયામાં 1.1 કરોડ લોકો ગરીબ થઈ જશે.
એશિયામાં 1.1 કરોડ લોકો ગરીબ થઈ જશે
વર્લ્ડ બેન્કે એ પણ જણાવ્યું કે પૂર્વી એશિયામાં આ વર્ષે વિકાસની રફતાર 2.1 ટકા રહીં શકે છે, જે 2019માં 5.8 ટકા હતી. અનુમાન છે કે 1.1 કરોડથી વધુ સંખ્યામાં લોકો ગરીબી રેખાનાં દાયરામાં આવશે.
કોરોનાવાયરસનાં સંકટ પહેલા વર્લ્ડ બેન્કનું અનુમાન હતું કે આ વર્ષ વિકાસ દર યોગ્ય રહેશે અને 3.5 કરોડ લોકો ગરીબી રેખાથી ઉપર આવી જશે. ત્યારે ચીન વિશે જણાવવામાં આવી રહ્યું છે કે ચીનનો વિકાસ દર ગત વર્ષની 6.1 ટકાથી ઓછી થઈને આ વર્ષે 2.3 ટકા સુધી રહી જશે.
કેરળમાં હતો કોરોના વાઇરસનો પહેલો કેસ
ભારતમાં કોરોના વાઇરસનો પહેલો કેસ જાન્યુઆરીમાં કેરળથી સામે આવ્યો હતો. કેરળમાં અત્યાર સુધીમાં કુલ 234 કેસ નોંધાયા છે. જેમાંથી 20 સાજા થયા છે અને આજના મોત બાદ રાજ્યમાં કુલ બે મોત થયા છે. કેરળમાં એક લાખથી વધુ લોકો પર નજર રાખવામાં આવી રહી છે. આ મૃત્યુ સાથે, દેશભરમાં કોરોના વાઇરસને કારણે પોતાનો જીવ ગુમાવનારા લોકોની સંખ્યા 44 થઈ ગઈ છે.
ચીનથી આવેલા 3 વિદ્યાર્થીઓથી ફેલાયો
કેરળમાં દેશમાં કોરોના વાઇરસ ફેલાવાના સૌથી વધુ કેસો નોંધાયા છે. ચીનના વુહાન શહેરમાંથી ત્રણ વિદ્યાર્થીઓ પરત ફર્યા હતા જેમને કોરોના વાઇરસનો ચેપ લાગ્યો હતો. જો કે, ત્રણેય સાજા થઈ ગયા છે. આ પછી, કેરળમાં ચેપગ્રસ્ત દર્દીઓની સંખ્યામાં વધારો થવા લાગ્યો. મહારાષ્ટ્ર પછી, કેરળ એકમાત્ર એવું રાજ્ય છે જેમાં સૌથી વધુ કોરોના વાઇરસના દર્દીઓ છે. હાલમાં, કેરળ સહિતના ઘણા રાજ્યોમાં કેન્દ્ર સરકાર દ્વારા કોરોના વાઇરસના દબાણ અંગેના તમામ માર્ગદર્શિકાનું પાલન કરવામાં આવી રહ્યું છે.
કોરોના વાઇરસના મહારાષ્ટ્રમાં 238 કેસ
દેશમાં સૌથી વધુ કેસ હાલમાં મહારાષ્ટ્રમાં છે. અહીં 238 કેસ સામે આવ્યા છે. અહીં 10 લોકોનાં મોત નીપજ્યાં છે. દેશમાં કોરોના વાઇરસનો વિનાશ ચાલુ છે. દરરોજ કોરોના વાઇરસના દર્દીઓની સંખ્યા વધી રહી છે. અત્યાર સુધીમાં દેશના 1300 થી વધુ લોકો તેની પકડમાં આવી ગયા છે. કેન્દ્ર સરકારે કોરોના વાઇરસનેફેલાતો રોકવા માટે લોકડાઉન કર્યું છે.
ગુજરાતમાં પોઝિટીવ કેસ વધીને 73 થયા
વૈશ્વિક મહામારી કોરોનાનો કહેર ગુજરાતમાં યથાવત જ છે. ત્યારે કોરોનાને લઇ ગુજરાત માટે ચિંતાજનક સમાચાર આવ્યા છે. કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને 73 થઈ ગઈ છે. આજે બે નવા કેસ નોંધાયા છે. તેમાં અમદાવાદમાં 1 લોકલ ટ્રાન્સમિશન છે અને ગાંધીનગર અને અમદાવાદની 32 વર્ષની મહિલા કેસ છે. બે વેન્ટિલેટર પર બાકી બધા સ્ટેબલ છે અને 5 જણા રજા આપવામાં આવી છે, ટોટલ ક્વોરેન્ટાઈન 18 હજાર લોકો છે. 741 લોકો સરકારી ક્વોરેન્ટાઈન પર છે. ટોટલ પાંચ લોકોને ડીસ્ચાર્જ કરાયા છે. ડિસ્ટાર્જ થયેલા લોકોમાં 3 લોકો 60 વર્ષથી ઉપરના છે. સાથે જ અમદાવાદ અને સુરતની 21 વર્ષની મહિલાને ડિસ્ટાર્જ કરવામાં આવી છે. વિદેશથી આવેલા 32 કેસ, આંતરરાજ્યના 4 કેસો , 37 કેસ લોકલ ટ્રાન્સમિશનના છે. સુરત, ભાવનગર, વડોદરા અને રાજકોટમાં ચિંતા સાથે કડક લોકડાઉનમાં કરાયું છે. 24 કલાક માટે 4 નિષ્ણાંતોની ટીમ ઉપલબ્ધ છે. હાઉસ ટુ હાઉસમાં સર્વેમાં ખૂબ જ સારી કામગીરી થઈ રહી છે. 6 કરોડ 50 લાખ લોકો સર્વેલન્સ થયો છે.
Comments
Post a Comment